Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > વિન્ડોઝ 11 લૉન્ચ તો થઈ ગયું, પણ એ કેવી રીતે ઇન્સ્ટૉલ કરી શકાશે એ જાણો

વિન્ડોઝ 11 લૉન્ચ તો થઈ ગયું, પણ એ કેવી રીતે ઇન્સ્ટૉલ કરી શકાશે એ જાણો

08 October, 2021 12:36 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

માઇક્રોસૉફ્ટ દ્વારા હાલમાં જ વિન્ડોઝ 11 રિલીઝ કરવામાં આવ્યું છે. ઘણા ડેવ અને બીટા બિલ્ડ બાદ એને યુઝર્સ માટે લૉન્ચ કરવામાં આવ્યું છે

 આ ઑપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટૉલ કરવા માટે 4 જીબી રૅમ, 64 જીબી ફ્રી હાર્ડડ્રાઇવ સ્પેસ, 1 GHzથી વધુ સ્પીડનું પ્રોસેસર હોવું જરૂરી છે

આ ઑપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટૉલ કરવા માટે 4 જીબી રૅમ, 64 જીબી ફ્રી હાર્ડડ્રાઇવ સ્પેસ, 1 GHzથી વધુ સ્પીડનું પ્રોસેસર હોવું જરૂરી છે


માઇક્રોસૉફ્ટ દ્વારા નવી લૉન્ચ કરવામાં આવેલી ઑપરેટિંગ સિસ્ટમ દરેક માટે નથી, કારણ કે એના માટે માટે ૪જીબી રૅમ આવશ્યક છે અને પ્રોસેસરની રિક્વાયરમેન્ટ પણ લેટેસ્ટ છે : નવું લૅપટૉપ ખરીદતાં પહેલાં શું તકેદારી રાખવી એ જાણવું પણ જરૂરી છે

માઇક્રોસૉફ્ટ દ્વારા હાલમાં જ વિન્ડોઝ 11 રિલીઝ કરવામાં આવ્યું છે. ઘણા ડેવ અને બીટા બિલ્ડ બાદ એને યુઝર્સ માટે લૉન્ચ કરવામાં આવ્યું છે. વિન્ડોઝ 11ને વધુ બૅલૅન્સ્ડ, લાઇફને વધુ સરળ બનાવવી અને એકબીજા સાથે વધુ સારી રીતે કનેક્ટ થવાની સાથે વર્ક પર ધ્યાન આપી શકાય અને અદ્ભુત ગેમની મજા લઈ શકાય એ મુજબનું બનાવવામાં આવ્યું છે. જોકે આ વિન્ડોઝ 11 કેવી રીતે ઇન્સ્ટૉલ કરવું એ પણ એક ટાસ્ક છે.



જરૂરી રિક્વાયરમેન્ટ | વિન્ડોઝ 11 માટે માઇક્રોસૉફ્ટ દ્વારા અમુક રિક્વાયરમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઑપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટૉલ કરવા માટે 4 જીબી રૅમ, 64 જીબી ફ્રી હાર્ડડ્રાઇવ સ્પેસ, 1 GHzથી વધુ સ્પીડનું પ્રોસેસર હોવું જરૂરી છે જેમાં ઓછામાં ઓછા બે કોર હોય. આ સાથે જ ટ્રસ્ટેડ પ્લૅટફૉર્મ મૉડ્યુલ વર્ઝન 2.0 હોવું પણ જરૂરી છે. DirectX 12 સાથે બંધબેસતા ગ્રાફિક્સ કાર્ડ અને ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે.


કોણ ઇન્સ્ટૉલ કરી શકશે? | આ તમામ રિક્વાયરમેન્ટ જે કમ્પ્યુટરમાં હોય એ યુઝર વિન્ડોઝ 11ને ઇન્સ્ટૉલ કરી શકશે. આ રિક્વાયરમેન્ટને ચેક કરવા માટે માઇક્રોસૉફ્ટની વેબસાઇટ પરથી PC Health Check ઍપ્લિકેશનને ઇન્સ્ટૉલ કરવાની રહેશે. જો એમાં દરેક રિક્વાયરમેન્ટ મૅચ થઈ તો ત્યાર બાદ વિન્ડોઝ 11 ઇન્સ્ટૉલેશન અસિસટન્ટ ઇન્સ્ટૉલ કરીને ત્યાર બાદ ઑપરેટિંગ સિસ્ટમને ડાઉનલોડ કરીને ઇન્સ્ટૉલ કરી શકાય છે. આ સિવાય પણ યુઝર્સ ચેક અપડેટમાં જઈને એને ઇન્સ્ટૉલ કરી શકે છે. વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8ના યુઝર્સ વિન્ડોઝ 11ને ખરીદી શકે છે. જોકે વિન્ડોઝ 10નું લાઇસન્સ્ડ વર્ઝન ધરાવનાર યુઝર્સ એને ફ્રીમાં અપગ્રેડ કરી શકે છે.

કોર i3 અને i5માં દરેક પ્રોસસરને નહીં મળે સપોર્ટ | ઇન્ટેલની ચિપસેટ કોર i3 અને i5માં દરેક પ્રોસેસરને સપોર્ટ નહીં મળે. જો ઉપરની તમામ રિક્વાયરમેન્ટ મૅચ થતી હોય એમ છતાં પ્રોસસર મૅચ નહીં થાય એવો મેસેજ જોવા મળશે. માઇક્રોસૉફ્ટ દ્વારા આ બન્ને પ્રોસેસરની આઠમી જનરેશનથી સપોર્ટ આપ્યો છે. એટલે કે સેવન જનરેશન અથવા તો એ પહેલાંના પ્રોસેસરવાળા કમ્પ્યુટરમાં વિન્ડોઝ 11 નહીં ચાલી શકે. આ વર્ષ અથવા તો ગયા વર્ષે લૉન્ચ થયેલી મોટા ભાગની ચિપસેટમાં આ ઑપરેટિંગ સિસ્ટમ કાર્યરત છે. ઘણાં પ્રોસેસરને સપોર્ટ નથી મળ્યું અને એનું લિસ્ટ માઇક્રોસૉફ્ટની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે.


અપગ્રેડ કરવાની પ્રોસેસ શું? | તમારા લૅપટૉપ કે કમ્પ્યુટરમાં નવી અપડેટ સપોર્ટ થશે એ ચેક કર્યા પછી તમારે માઇક્રોસૉફ્ટનું ઑફિશ્યલ પીસી હેલ્થ ચેકઅપ ડાઉનલોડ કરવું.

હવે વિન્ડોઝના + I એકસાથે દબાવીને સેટિંગમાં જાઓ. અપડેટ અને સિક્યૉરિટી પર ક્લિક કરો.

ડાબી બાજુએ વિન્ડોઝ ૧૧ અપડેટનો ઑપ્શન છે એ ચેક કરો. અને ચેક ફૉર અપડેટ્સ બટન પર ક્લિક કરો. જો તમારું PC અપગ્રેડ થશે તો તમને અપગ્રેડ ટુ વિન્ડોઝ11 ઇઝ રેડીનો મેસેજ મળશે.

ત્યાર બાદ ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડિંગ શરૂ થઈ જશે.

સ્ટાર્ટ મેનુ સેન્ટરમાં વિન્ડોઝના આ નવા વર્ઝનમાં નવો યુઝર ઇન્ટરફેસ છે. સામાન્ય રીતે સ્ટાર્ટ મેનુ ડાબી બાજુએથી શરૂ થાય છે પણ આમાં સ્ટાર્ટ મેનુ વચ્ચે મળશે. વિન્ડોઝ 11માં ફૉન્ટ સાથે નોટિફિકેશન સાઉન્ડ પણ અપગ્રેડ કરવામાં આવ્યો છે.

લૅપટૉપ ખરીદવા પહેલાં શું ધ્યાનમાં રાખવું?

વિન્ડોઝ 11ને ઇન્સ્ટૉલ નહીં કરનારા કમ્પ્યુટર્સમાં લેટેસ્ટમાં લેટેસ્ટ વિન્ડોઝ 10નો ઉપયોગ કરી શકાશે. જોકે માઇક્રોસૉફ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ ૨૦૨૫ની ૧૪ ઑક્ટોબર સુધી વિન્ડોઝ 10ને સપોર્ટ કરશે. એટલે કે એમાં નવી-નવી અપડેટ આવતી રહેશે અને સિક્યૉરિટી અપડેટ થતી રહેશે. ત્યાર બાદ યુઝર્સને હાલમાં વિન્ડોઝ સેવનનો સપોર્ટ નથી મળી રહ્યો એમ વિન્ડોઝ 10નો સપોર્ટ પણ નહીં મળે. આથી નવા લૅપટૉપ અથવા તો કમ્પ્યુટર ખરીદનારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે એમાં જે પ્રોસેસર છે એ એકદમ લેટેસ્ટ હોય. તેમ જ ઓછામાં ઓછી ચાર જીબી રૅમ જરૂરી છે આથી લૅપટૉપ કે કમ્પ્યુટરનો આખો દિવસ ઉપયોગ કરનારા માટે રૅમ ઓછામાં ઓછી આઠ જીબી જરૂરી બની જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

08 October, 2021 12:36 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK