Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > આઇફોન 14 પ્રોમાં હશે ૪૮ મેગા પિક્સેલનો કૅમેરા?

આઇફોન 14 પ્રોમાં હશે ૪૮ મેગા પિક્સેલનો કૅમેરા?

17 December, 2021 04:48 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

હજી થોડા સમય પહેલાં જ આઇફોન 13 લૉન્ચ થયો છે ત્યાં નેક્સ્ટ મૉડલની અટકળો ચાલુ થઈ ગઈ છે. એમાં નૉચની જગ્યાએ પંચ-હોલ ડિસ્પ્લે આવશે અને કૅમેરા બમ્પરને કાઢી નાખવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આઇફોન 13 લૉન્ચ થયાને ત્રણ મહિના નથી થયા ત્યાં આઇફોન 14ને લઈને અટકળો ચાલુ થઈ ગઈ છે. ઍન્ડ્રૉઇડ માર્કેટની સરખામણીમાં હજી પણ આઇફોન 13ની વૅલ્યુ વધુ છે અને એના ભાવમાં પણ ઘટાડો કરવામાં નથી આવ્યો. આઇફોનની માર્કેટ વૅલ્યુ વધી રહી છે તેમ-તેમ એના નવા વર્ઝનમાં શું આવશે એની જિજ્ઞાસા પણ વધી રહી છે. અત્યારે આઇફોન 14ના પ્રો મૉડલ્સને લઈને કેટલીક અટકળો ચાલી રહી છે. જોકે એ સાચી હોય એવું પણ લાગી રહ્યું છે, કારણ કે સમય આવી ગયો છે જેમાં આઇફોન તેની ગેમને એક સ્ટેપ આગળ લઈ જાય. આઇફોન 14 પ્રો મૉડલ્સમાં ઘણા બદલાવ કરવામાં આવશે એવી શક્યતા છે. તેમ જ 14થી મિની મૉડલ્સ બંધ કરી દેવામાં આવશે એવી પણ ચર્ચા છે. 14 પ્રો અને 14 પ્રો મેક્સ અનુક્રમે 6.07 ઇંચ અને 6.7 ઇંચ મૉડલ્સમાં આવશે.
કૅમેરામાં શું નવું? |  આઇફોન 14માં સૌથી મોટો ચેન્જ કૅમેરાના મેગા પિક્સેલ્સનો હોવાની શક્યતા છે. અત્યાર સુધીના એટલે કે લેટેસ્ટ મૉડલ 13માં ફક્ત ૧૨ મેગા પિક્સેલ કૅમેરા છે. જોકે ૧૪ પ્રોમાં ૪૮ મેગા પિક્સેલના મેઇન લેન્સનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા છે. બાર મેગા પિક્સેલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને બાર મેગા પિક્સેલનો ટેલિફોટો લેન્સ આવશે. ફક્ત મેઇન લેન્સમાં બદલાવ થશે, બાકીના અન્ય બે લેન્સ જે છે એ જ રાખવામાં આવશે. આ સાથે જ ૪૮ મેગા પિક્સેલમાં 8k રેકૉર્ડિંગ કરી શકાશે.
સ્ક્રીન સ્પેસમાં વધારો | આઇફોન 13ના લૉન્ચ પહેલાં એક રેન્ડર ઇમેજ આવી હતી જેના પરથી લાગી રહ્યું હતું કે એમાં પંચ-હોલ ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવશે. જોકે 13માં ફક્ત ડિસ્પ્લે નોચને નાનો કરવામાં આવ્યો હતો. સ્ક્રીનની ઉપરની સાઇડ સ્પીકર, સેલ્ફી કૅમેરા અને સેન્સર્સ માટે એક નોચ આપવામાં આવ્યો છે. આ નોચ 13માં નાનો કરવામાં આવ્યો હતો. જોકે 14માં એ નોચની જગ્યાએ સંપૂર્ણ સ્ક્રીન હશે એવી ચર્ચા છે. 14માં એલજીની પંચ-હોલ ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવશે. એટલે સ્ક્રીનની નીચે કૅમેરા અને અન્ય સેન્સરને બેસાડવામાં આવશે જેથી સ્ક્રીનને વધુ સ્પેસ મળી રહે.
કૅમેરા બમ્પર આઉટ | આઇફોન 13માં હાલમાં જે કૅમેરા બમ્પર છે એની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. આથી ૧૪માંથી કૅમેરા બમ્પરને કાઢી નાખવામાં આવશે. આ માટે ૧૪ને થોડો જાડો બનાવવામાં આવશે જેથી કૅમેરાના લેન્સ માટે પૂરતી જગ્યા મળી રહે. આઇફોનમાં ૨૦૧૭ની ફેસ-આઇડી છે. આ ફેસ-આઇડીની સાથે ઍપલ ફરી એના ટચ સેન્સરને લાવી રહ્યું હોવાની ચર્ચા છે. આ સેન્સરને ઇન-સ્ક્રીન આપવામાં આવશે જેથી એ માટે અલગથી જગ્યા ન ફાળવવી પડે. આઇફોનમાં અત્યાર સુધી લાઇટનિંગ કેબલનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેમણે યુએસબી-ટુ-લાઇટિંગની જગ્યાએ ૧૩માં ટાઇપ સી-ટુ-લાઇટિંગ કર્યો હતો. જોકે ૧૪માં ટાઇપ સી-ટુ-ટાઇપ સીનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા છે. જો લાઇટિંગ કાઢી નાખવામાં આવ્યું તો આઇફોનને અન્ય મોબાઇલના ટાઇપ સી ચાર્જર વડે પણ ચાર્જ કરી શકાશે. આથી ઇમર્જન્સી સમયે આઇફોન યુઝર્સને શોધવાની જરૂર નહીં પડે.
ક્યારે લૉન્ચ થશે? | આઇફોનને હંમેશાં સપ્ટેમ્બરમાં લૉન્ચ કરવામાં આવે છે અને ૧૪ને પણ સપ્ટેમ્બરમાં જ લૉન્ચ કરવામાં આવશે. આઇફોન ૧૩માં ચાર જીબી અને ૧૨ પ્રો મૉડલ્સમાં છ જીબીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ૧૪ના પ્રો મૉડલ્સમાં આઠ જીબીનો સમાવેશ કરવામાં આવશે. તેમ જ દર વર્ષની જેમ એમાં 
પણ નવા ચિપસેટનો સમાવેશ કરવામાં આવશે.

રીસ્ટોર કરવા કમ્પ્યુટરની જરૂર નહીં પડે



આઇફોનમાં વારંવાર પાસકોડ ખોટો આપવાથી એ લૉક થઈ જાય છે અને અંતે એને રીસ્ટોર કરવો પડે છે. આ રીસ્ટોર કરવા માટે બૅકઅપ હોવું જરૂરી છે અને જો બૅકઅપ ન હોય તો દરેક ડેટા નીકળી જાય છે. બૅકઅપ હોય કે ન હોય, ફોન ઍક્ટિવેટ કરવા માટે એને લૅપટૉપ અથવા તો મૅકબુક સાથે કનેક્ટ કરી આઇટ્યુન્સ દ્વારા જ રીસ્ટોર કરવો શક્ય હતો. જોકે ઍપલ દ્વારા રિલીઝ કરવામાં આવેલી લેટેસ્ટ ઓએસ આઇઓએસ ૧૫.૨માંથી એ ઑપ્શન કાઢી નાખવામાં આવ્યો છે. યુઝર્સ હવે સીધો આઇફોનમાંથી રીસ્ટોર કરી શકે છે. જોકે તેણે એ પ્રોસેસમાં ડેટા ખોવા પડશે. જો આઇક્લાઉડ પર બૅકઅપ હશે તો એને રિકવર કરી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2021 04:48 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK