Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Whatsappની નવી રીત, Statusમાં સમજાવ્યા પ્રાઇવસી નિયમો

Whatsappની નવી રીત, Statusમાં સમજાવ્યા પ્રાઇવસી નિયમો

17 January, 2021 04:14 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Whatsappની નવી રીત, Statusમાં સમજાવ્યા પ્રાઇવસી નિયમો

તસવીર સૌજન્ય (જાગરણ)

તસવીર સૌજન્ય (જાગરણ)


ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપને પ્રાઇવસી પૉલિસીમાં ફેરફારને લઈને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વભરમાં આ વાતને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે તે વૉટ્સએપ યૂઝર્સના ડેટાને ફેસબૂક પર શૅર કરી શકે છે. એવામાં વૉટ્સએપ સતત યૂઝર્સને આ સમજાવવામાં લાગેલા છે કે નવી પૉલિસીથી યૂઝર્સના પ્રાઇવટ ડેટાને કોઇપણ પ્રકારનું જોખમ નથી. કંપનીએ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ અને પછી ન્યૂઝપેપર્સમાં મોટી જાહેરાત આપીને પોતાની વાત રજૂ કરી.

Whatsappએ પહેલીવાર મૂક્યું સ્ટેટસ?
હકીકતે વૉટ્સએપ પોતાના સ્ટેટસ ફીચર દ્વારા યૂઝર્સ સુધી પહોંચે છે અને પ્રાઇવસી નિયમોને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કદાચ આ પહેલી વાર હશે જ્યારે વૉટ્સએપે પોતે કોઇક સ્ટેટસ મૂક્યું છે. જો કે, અન્ય સ્ટેટસની જેમ આમાં રિપ્લાય ઑપ્શન આપવામાં આવ્યો નથી. વૉટ્સએપે કુલ 4 સ્લાઇડની સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કંપની યૂઝર્સના કૉન્ટેક્ટ કે લોકેશનને ફેસબુક સાથે શૅર નથી કરતી અને ન તો તેમની ચૅટ્સ વાંચી શકે છે કે સાંભળી શકે છે.



વૉટ્સએપની સ્ટોરીની પહેલી સ્લાઇડમાં લખેલું છે કે, "અમે તમારી પ્રાઇવસી માટે પ્રતિબદ્ધ છીએ." બીજી સ્લાઇડમાં લખવામાં આવ્યું છે, "વૉટ્સએપ તમારી પર્સનલ વાતચીત વાંચી કે સાંભળી શકે નહીં, કારણણ કે એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ છે." તો, ત્રીજી સ્લાઇડમાં કહેવામાં આવ્યું છે, "વૉટ્સએપ તમારી શૅર કરેલી લોકેશન નથી જોઇ શકતી." અને છેલ્લી સ્લાઇડમાં દાવો કરવામાં આવ્યો છે કે, "વૉટ્સએપ તમારા કૉન્ટેક્ટ્સ ફેસબૂક સાથે શૅર કરતું નથી."


નવી પૉલિસી લાવવાની તારીખ લંબાવાઈ
વૉટ્સએપે પૉલિસીમાં ફેરફાર (અપડેટ)15 મે સુધી ટાળી દેવામાં આવ્યા છે. વૉટ્સએપે બ્લૉગ પોસ્ટમાં લખ્યું છે કે યૂઝર્સ માટે પૉલિસી અપડેટની શરતો પર પોતાની પરવાનગી આપવાની તારીખ આગળ વધારવામાં આવી રહી છે. આ પહેલા વૉટ્સએપે 8 ફેબ્રુઆરી 2021ના પૉલિસી સ્વીકાર કરવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી હતી. વૉટ્સએપે કહ્યું કે, "અમારી તાજેતરની અપડેટને લઈને ખૂબ જ અસમંજસ છે. અનેક ખોટી સૂચનાઓ ફેલાઇ રહી છે, જે ચિંતાનો વિષય છે." નવી પૉલિસીના નિર્ણય પછી મોટી સંખ્યામાં યૂઝર્સ ટેલીગ્રામ અને સિગ્નલ જેવા એપ્સ પર અકાઉન્ટ બનાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2021 04:14 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK