° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


ઍન્ડ્રૉઇડ 13માં શું હશે નવું?

08 April, 2022 05:29 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

એક ઈ-સિમની મદદથી બે મોબાઇલ-નંબર રજિસ્ટર કરી શકાશે : ઍપ્લિકેશન દીઠ અલગ-અલગ ભાષાને પણ પસંદ કરી શકાશે ને એવું બીજું ઘણું

ઍન્ડ્રૉઇડ 13માં શું હશે નવું? ટેક ટૉક

ઍન્ડ્રૉઇડ 13માં શું હશે નવું?

ઍપલે હાલમાં જ WWDC એટલે કે વર્લ્ડવાઇડ ડેવલપર કૉન્ફરન્સની જાહેરાત કરી છે. છ જૂનથી દસ જૂન સુધી ચાલનારી આ ઇવેન્ટમાં સૉફ્ટવેરમાં આગામી વર્ષમાં શું નવીનતા આવે એની વાત કરવામાં આવે છે. ઍપલ દર વર્ષે આ ઇવેન્ટમાં એની આઇઓએસના નવા વર્ઝનને લૉન્ચ કરે છે. આ ઇવેન્ટની જાહેરાત બાદ જ ઍપલની આઇઓએસની હરીફ ઑપરેટિંગ સિસ્ટમ ઍન્ડ્રૉઇડના નવા વર્ઝનની પણ ચર્ચા ચાલી રહી છે. ગૂગલ દર વર્ષે તેમના યુઝર્સના ડેટા ખાનગી રીતે કલેક્ટ કરવા માટે ચર્ચામાં રહે છે. જોકે ઍન્ડ્રૉઇડ 13માં તેઓ યુઝર્સના હાથમાં તમામ પરમિશન આપવા માગે છે. આ સાથે જ કેટલાંક નવાં ફીચર્સ પણ લાવી રહ્યા છે એ શું છે એ જાણીએ.
ઍપ લૅન્ગ્વેજ સેટિંગ
અત્યાર સુધી ઍન્ડ્રૉઇડ કે કોઈ પણ મોબાઇલમાં એક ભાષાને પસંદ કરી તો મોબાઇલના દરેક ફંક્શન કે ઍપ્લિકેશનમાં એ જ ભાષા રહે છે. જોકે હવે ઍન્ડ્રૉઇડ 13 એક નવું ફીચર લઈને આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ દરેક ઍપ્લિકેશનમાં તેને જોઈતી હોય એ ભાષાનો ઉપોયોગ કરી શકશે. ઉદાહરણ તરીકે યુઝરે ફેસબુકમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો હોય, ઍમેઝૉનમાં હિન્દી ભાષાનો અને ફોનની મેઇન ભાષા તરીકે ઇંગ્લિશનો જ ઉપયોગ કરવો હોય તો હવે એ કરી શકશે.
કલર સ્કીમ
ઍન્ડ્રૉઇડમાં અત્યાર સુધી ઓરિજિનલ થીમ પસંદ ન હોય તો અન્ય થીમ રાખવાનો ઑપ્શન હતો. એ થીમ બદલતાં આઇકોનથી લઈને દરેક વસ્તુ ચેન્જ થઈ જતી હતી. જોકે હવે થીમ ન બદલવી હોય અને ફક્ત યુઝરના ફેવરિટ વૉલપેપરની સાથે મૅચિંગ કલર પૅલેટ બદલવી હોય તો એ શક્ય છે. આ માટે ઍન્ડ્રૉઇડ હવે વૉલપેપરના કલર પરથી અન્ય કલરના ઘણા શેડ્સ યુઝરને સજેસ્ટ કરશે. આ શેડ્સમાંથી એક પસંદ કરતાં મોબાઇલનું યુઝર ઇન્ટરફેસ ચેન્જ થઈ જશે.
ઈ-સિમમાં બે નંબર
મોબાઇલમાં અત્યાર સુધી બે ફિઝિકલ અથવા તો એક ફિઝિકલ સિંગલ સિમ અથવા તો એક ફિઝ‌િકલ અને એક ઈ-સિમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે ઍન્ડ્રૉઇડ ઘણા સમયથી મલ્ટ‌િપલ અનેબલ પ્રોફાઇલ્સ પર કામ કરી રહ્યું છે. આ પ્રોફાઇલની મદદથી યુઝર્સ એક ઈ-સિમની મદદથી બે મોબાઇલ-નંબરને રજિસ્ટર કરી શકશે. આ ફીચર ઍન્ડ્રૉઇડ પહેલી વાર આપી રહ્યું છે, પરંતુ ઍપલ અને માઇક્રોસૉફ્ટ જેવી કંપનીઓ પાસે આ ફીચર ઉપલબ્ધ છે.
અન્ય ફીચર્સ
ઍન્ડ્રૉઇડ 13માં યુઝર્સના હાથમાં વધુ પાવર આપવામાં આવ્યો છે. દરેક ઍપ્લિકેશને હવે નોટિફિકેશન મોકલવા પહેલાં યુઝરની પરવાનગી લેવી પડશે. ઍપલમાં આ ફીચર ઘણા સમયથી છે, પરંતુ ગૂગલને સતત પ્રાઇવસીના નામ પર ટીકા કરવામાં આવતાં હવે તેઓ પણ આ વિશે પહેલ કરી રહ્યા છે. આ સાથે જ યુઝર્સ હવે ગૅલરીને ઍક્સેસ કરવાની પરવાનગી આપ્યા વગર લોકલ અને ક્લાઉડ પર સેવ હોય એવા ફોટોને શૅર કરી શકશે. પહેલાં ગૅલરીને ઍક્સેસ કરવાની પરવાનગી આપવી જરૂરી હોવાથી ગૂગલ દરેક ફોટોને જોઈ શકતું હતું. આ સાથે જ તેઓ બૅટરીની લાઇફ વધારવા પર પણ કન્ટ્રોલ કરી રહ્યા છે. બૅકગ્રાઉન્ડ ઍપ્લિકેશન કેટલી બૅટરીનો ઉપયોગ કરે અને કેટલી પ્રોસેસ કરવી જોઈએ એના પર હવે નિયંત્રણ લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કરવાથી યુઝર્સની બૅટરી લાઇફમાં ખાસ્સો વધારો થશે. આ સાથે જ QR કોડ અને ફાઇલ શૅરિંગ જેવાં ઘણાં નાનાં-મોટાં ફીચર્સ પણ આપવામાં આવશે.

08 April, 2022 05:29 PM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

આસપાસની રેસ્ટોરાં, શૉપિંગ સ્ટોર શોધવા માટે સોશ્યલ મીડિયા કઈ રીતે વાપરશો?

તમારા મોબાઇલમાં ટ‍્વિટર, વિકીપીડિયા, સ્નૅપચૅટ કે ઇન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ મીડિયા થકી પણ તમે અજાણી જગ્યાએ હો તોય આસપાસમાંથી કેટલાંક જાણીતાં લોકેશન્સ શોધી શકો છો. એ કઈ રીતે શક્ય છે એ જાણીએ

05 August, 2022 08:55 IST | Mumbai | Harsh Desai
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

ઑગસ્ટથી જ દેશમાં શરૂ થઈ જશે 5G સેવાઓ: આ કંપની કરશે શરૂઆત

5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G યુઝર્સ હશે

04 August, 2022 06:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

હવાઈ મુસાફરી દરમ્યાન ખોવાયેલા લગેજને શોધી આપશે આ ગૅજેટ્સ

ઍરલાઇન્સમાં ઘણી વાર લગેજ ખોવાઈ જાય છે અથવા તો એ પાછળ રહી જાય છે અને એવા સમયે એને ટ્રૅક કરતા રહેવા માટે કેટલાંક ડિવાઇસ મદદરૂપ થઈ શકે છે

29 July, 2022 11:59 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK