Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > સૅટેલાઇટ ઇમર્જન્સી સર્વિસ અને કાર ક્રૅશ ડિટેક્શન આવી રહ્યાં છે iOS 16માં

સૅટેલાઇટ ઇમર્જન્સી સર્વિસ અને કાર ક્રૅશ ડિટેક્શન આવી રહ્યાં છે iOS 16માં

20 May, 2022 04:18 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

સેલ્યુલર નેટવર્ક ન હોય તો પણ યુઝર્સ ઇમર્જન્સીમાં તેના પરિવારજનને ઇન્ફૉર્મ કરવાની સાથે લોકેશન મોકલી શકશે : નવી ઇન-હોમ ઍપ્લિકેશનમાં પણ ઍપલે ઘણા બદલાવ કર્યા છે

સૅટેલાઇટ ઇમર્જન્સી સર્વિસ અને કાર ક્રૅશ ડિટેક્શન આવી રહ્યાં છે iOS 16માં

સૅટેલાઇટ ઇમર્જન્સી સર્વિસ અને કાર ક્રૅશ ડિટેક્શન આવી રહ્યાં છે iOS 16માં


ઍપલની આઇફોન માટેની ઓએસ iOS 16 લૉન્ચ થવાના આરે છે ત્યારે એમાં નવા-નવા ચેન્જિસ શું હશે એના પર સૌની નજર છે. ઍપલ દર વર્ષે જૂનમાં વર્લ્ડ વાઇડ ડેવલપર કૉન્ફરન્સનું આયોજન કરે છે. આ કૉન્ફરન્સમાં ઍપલ એમની દરેક ઑપરેટિંગ સિસ્ટમને લૉન્ચ કરે છે. આ નવી ઓએસમાં કેટલાંક એવાં ફીચર્સની ચર્ચા ચાલી રહી છે જે લોકોની સેફ્ટી માટે ખૂબ જ જરૂરી છે. સિક્યૉરિટી અને પ્રાઇવસી ફીચર્સની સાથે ઍપલ આ વખતે એની ઓએસના યુઝરઇન્ટરફેસમાં પણ ચેન્જિસ કરી રહ્યું છે. આ નવી ઑપરેટિંગ સિસ્ટમનું કોડનેમ ‘સિડની’ આપવામાં આવ્યું છે. ૨૦૧૩માં જે રીતે ઍપલે બ્રૅન્ડ ન્યુ ડિઝાઇન લૉન્ચ કરી હતી એવી નહીં, પરંતુ કેટલીક કૅટેગરીમાં ઍપલ મેજર ચેન્જિસ કરી રહી છે. આવાં જ કેટલાંક ફીચર્સ વિશે જોઈએ :
ઇન્ટરૅક્ટિવ વિજેટ્સ | ઍપલે iOS 14માં જ્યારે હોમ સ્ક્રીનમાં વિજેટ્સની જાહેરાત કરી હતી ત્યારે દરેકનાં એક્સપેક્ટેશન આસમાને પહોંચી ગયાં હતાં કે ઍપલ કંઈક જોરદાર લાવશે. જોકે જ્યારે એ લૉન્ચ કર્યું ત્યારે એમાં કંઈ ખાસ નહોતું નીકળ્યું. આથી ઍપલ હવે એને ઇન્ટરૅક્ટિવ બનાવી રહ્યું છે. ઍન્ડ્રૉઇડનો સૌથી મોટો યુએસપી એ છે કે વિજેટ્સને કસ્ટમાઇઝ કરી શકાય છે. એમની પાસેથી શીખીને ઍપલ એનું અનુકરણ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. બ્લૂમબર્ગના માર્ક ગુર્મનના રિપોર્ટ મુજબ ઍપલ હવે એમના વિજેટ્સને યુઝર પોતાની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરી શકે એના પર કામ કરી રહ્યું છે. હોમ સ્ક્રીન વિજેટ્સ પર હવે સંપૂર્ણ રીતે યુઝર્સનો કન્ટ્રોલ હશે અને તેઓ જરૂરિયાત મુજબ એને બદલી શકશે.
નવી ઍપ્લિકેશન્સ | ઍપલ હવે પોતાની કેટલીક ફ્રેશ ઍપ્લિકેશન પર પણ કામ કરી રહ્યું છે. ઍપલ મ્યુઝિકની સિસ્ટર ઍપ ઍપલ ક્લાસિકલ મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ પર પણ કામ ચાલી રહ્યું છે. આ સાથે જ ઍપલ હવે વિડિયો એડિટિંગ ઍપ્લિકેશનનો પણ સમાવેશ કરી શકે છે. યુઝર્સના તમામ સબસ્ક્રિપ્શનને મૅનેજ કરવા માટે પણ એક અલગથી ઍપ્લિકેશન બનાવવામાં આવશે એવી ચર્ચા છે.
હેલ્થ ઍપમાં બદલાવ | ઍપલ તેની હેલ્થ ઍપમાં બદલાવ કરવા જઈ રહ્યું છે. એમાં હવે સ્લીપ ટ્રેકિંગ અને મેડિસિન મૅનેજમેન્ટને વધુ સારી રીતે ટ્રૅક કરી શકાય એને ધ્યાનમાં રાખવામાં આવશે. ઍપલ યુઝર્સ આ ઍપ્લિકેશનમાં તેમની દવાની બૉટલ્સને સ્કૅન કરી શકશે અને મેડિકેશન માટે રિમાઇન્ડર મેળવી શકશે. આ સાથે જ મહિલાઓ માટે નવાં હેલ્થ ફીચર્સનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જોકે આ તમામ ફીચર્સ એક બાદ એક એટલે કે નવી-નવી અપડેટ દ્વારા લૉન્ચ કરવામાં આવશે.
ઇમર્જન્સી સૅટેલાઇટ ફીચર્સ | iOS 16ની સૌથી મોટી હાઇલાઇટ હોય તો ઇમર્જન્સી સૅટેલાઇટ ફીચર્સ છે. ઍપલ સૅટેલાઇટનો ઉપયોગ કરીને સેફ્ટી માટેનું ફીચર લૉન્ચ કરી રહી છે. ઇમર્જન્સીના સમયમાં આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે. જોકે આ ફીચરને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે એમાં સેલ્યુલર નેટવર્ક ન હોય તો પણ યુઝર તેના ઇમર્જન્સી કૉન્ટૅક્ટ અથવા તો ઇમર્જન્સી સર્વિસ સાથે સંપર્ક કરી શકશે. જોકે ઍપલ એમાં પણ બે જાતની ઇમર્જન્સી સર્વિસ લઈને આવી રહી છે. પહેલી સર્વિસને ‘ઇમર્જન્સી મેસેજ વાયા સૅટેલાઇટ’ નામ આપવામાં આવ્યું છે. સેલ્યુલર નેટવર્ક નહીં હોય અને ઇમર્જન્સી હશે ત્યારે ટેક્સ્ટ દ્વારા યુઝર તેના ઇમર્જન્સી નંબર અને ઇમર્જન્સી સર્વિસને મેસેજ કરી શકશે. આ માટે ઍપલે તેમની મેસેજ ઍપમાં ત્રીજા કમ્યુનિકેશન પ્રોટોકૉલનો સમાવેશ કર્યો છે. મેસેજ ઍપમાં અત્યાર સુધી ટેક્સ્ટ મેસેજ માટે ગ્રીન બબલ, આઇમેસેજ માટે બ્લુ બબલ અને હવે આ ઇમર્જન્સી મેસેજ માટે ગ્રે બબલનો ઉપયોગ કરવામાં આવશે. જોકે ટેક્સ્ટ અને આઇમેસેજમાં મેસેજના કૅરૅક્ટરમાં કોઈ પ્રતિબંધ નથી, પરંતુ ઇમર્જન્સી મેસેજમાં વર્ડ લિમિટ રાખવામાં આવશે.
બીજી ઇમર્જન્સી સર્વિસમાં આગ અને પ્લેન ક્રૅશ જેવી ઇમર્જન્સી માટે એ સુવિધા આપવામાં આવી છે. આ સર્વિસમાં ઘટનાસ્થળ પર સૌથી પહેલાં મદદ પર પહોંચી શકે એ વ્યક્તિને યુઝર્સના મેડિકલ આઇડી અને લોકેશન શૅર કરવામાં આવશે. આ સાથે જ યુઝર્સના ઇમર્જન્સી કૉન્ટૅક્ટને પણ જાણકારી આપવામાં આવશે. યુઝર્સનો ફોન ડૂ-નૉટ-ડિસ્ટર્બ મોડમાં હશે તો પણ ઇમર્જન્સી કૉન્ટૅક્ટને નોટિફાઇ કરવામાં આવશે. ટેક્સ્ટની સાથે ફોન કૉલ પણ કરી શકાય એ માટે પણ કામ ચાલી રહ્યું છે.
કાર ક્રૅશ ડિટેક્શન | ઍપલ એની નવી ઓએસમાં કાર ક્રૅશ ડિટેક્શનનો પણ સમાવેશ કરી રહ્યું છે. યુઝર જો કોઈ કાર ક્રૅશમાં ઇન્વૉલ્વ હશે તો આ ફીચર ઑટોમૅટિકલી પોલીસ અથવા તો ઍમ્બ્યુલન્સને કૉલ કરશે. આ માટે મોબાઇલ અને ઍપલ વૉચના એક્સેલેરોમીટરનો ઉપયોગ થશે.  ઍપલ વૉચમાં ફૉલ ડિટેક્શન એટલે કે જો યુઝર અમુક ફુટ હાઇટ પરથી નીચે પડે તો એ ઇમર્જન્સી કૉન્ટૅક્ટને નોટિફાઇ કરે છે. એ જ રીતે હવે કાર ક્રૅશ ડિટેક્શનમાં પણ એ રીતે નોટિફાઇ કરવામાં આવશે. આઇફોન અને વૉચ દ્વારા અત્યાર સુધીમાં જેટલા પણ યુઝરે કાર ક્રૅશના ડેટા શૅર કર્યા છે એના પર ઍપલ છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યું હતું. આ ડેટામાં તેમણે ખાસ કરીને ગ્રેવિટેશનલ ફોર્સ પર સ્ટડી કરીને આ ફીચર બનાવ્યું છે. ગૂગલે એના લેટેસ્ટ પિક્સેલ ફોનમાં કાર ક્રૅશ ડિટેક્શન ફીચરનો સમાવેશ કર્યો છે. આથી ઍપલ હવે એની ટક્કરમાં શું નવું લઈને આવે છે એ જોવું રહ્યું. તેમ જ બેમાંથી કોણ વધુ ઍક્યુરેટ છે એ પણ જોવામાં આવશે.
અન્ય ફીચર્સ | ઍપલ આ સાથે એના નોટિફિકેશનમાં પણ બદલાવ કરી રહ્યું છે. શું એ જાણી નથી શકાયું, પરંતુ એણે થોડા ચેન્જિસ જરૂર કર્યા છે. આ સાથે જ બાય નાઓ અને પે લેટર ફીચર્સનો ઍપલ પેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર્સ હવે ઍપલ પે દ્વારા જે પણ ખરીદી કરે એને એકસાથે ચૂકવવા કરતાં એમાં ઇન્સ્ટૉલમેન્ટનું ફીચર ઍડ કર્યું છે. આ માટે તેમણે ગોલ્ડમૅન સાક્સ કંપની સાથે પાર્ટનરશિપ કરી છે જેઓ યુઝર્સને લોન પૂરી પાડશે. ગોલ્ડમૅન સાક્સ ઍપલ સાથે તેમના ઍપલ કાર્ડ પર પહેલેથી કામ કરી રહ્યું છે. જોકે આ નવાં ફીચર્સ માટે ઍપલ કાર્ડ હોવું જરૂરી નથી. જોકે આ ફીચર દરેક દેશમાં હોય એવું જરૂરી નથી અને ઇન્ડિયામાં એના આવવાના ચાન્સિસ પણ ખૂબ જ ઓછા છે.

કયા-કયા મૉડલને સપોર્ટ કરશે?



  • iPhone 14
  • iPhone SE 2 and SE 3
  • iPhone 13, 13 mini, 13 Pro and 13 Pro Max
  • iPhone 12, 12 mini, 12 Pro and 12 Pro Max
  • iPhone 11, 11 Pro and 11 Pro Max
  • iPhone Xs, Xs Max, and XR
  • iPhone X
  • iPhone 8, 8 Plus
  • iPhone 7 and 7 Plus

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2022 04:18 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK