Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શોરૂમની શરૂઆત

વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શોરૂમની શરૂઆત

14 July, 2022 01:47 PM IST | Mumbai
Partnered Content

ઇલેક્ટ્રિક વેહિકલના સર્વિસ અને રીપેરીંગ માટેના નેટવર્ક સાથે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શોરૂમની શરૂઆત, શો રૂમની શરૂઆત પહેલાં મેકેનિકોને કંપની દ્વારા અપાઈ ટ્રેનીંગ

મેકેનિક અને ગેરેજ સંચાલકો વાહનોની સર્વિસ અને રીપેરીંગ સાથે વાહન વેચાણ કરી કમાણી પણ કરી શકાશે

મેકેનિક અને ગેરેજ સંચાલકો વાહનોની સર્વિસ અને રીપેરીંગ સાથે વાહન વેચાણ કરી કમાણી પણ કરી શકાશે


મેકેનિક અને ગેરેજ સંચાલકો વાહનોની સર્વિસ અને રીપેરીંગ સાથે વાહન વેચાણ કરી કમાણી પણ કરી શકાશે

ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ સતત વધતું જઈ રહ્યું છે. તેમાંય ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સમગ્ર દેશમાં ગુજરાત અને ગુજરાત માં પણ સુરત અવ્વલ છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓને વાહનની સર્વિસ અને રીપેરીંગ માટે અવગડતા નહીં પડે તે માટે દેશમાં સૌ પ્રથમ વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ વિચાર્યું છે. ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વેચાણ સાથે વાની મોટો દેશની એક માત્ર એવી કંપની છે કે જેને ઇલેક્ટ્રિક વાહન ધારકો માટે શહેરોમાં સર્વિસ અને રીપેરીંગ સેન્ટર નેટવર્ક પ્રસ્થાપિત કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. સુરત ખાતે કંપનીના શો રૂમની શરૂઆત પહેલાં જ આ પ્રકારનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે માટે મેકેનિક અને ગેરેજ સંચાલકો ને એક વિશેષ ટ્રેનીંગ પણ આપવામાં આવી છે. આવા મેકેનિક અને ગેરેજ સંચાલકો ને માત્ર સર્વિસ કે રીપેરીંગ માટે જ નથી જોડ્યા પણ વાહનોના વેચાણ સાથે પણ તેમને જોડીને કમાણીની તક કંપની દ્વારા આપવામાં આવી રહી છે.



 આ અંગે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ ના ડાઈરેક્ટર જેનીશ શાહ એ જણાવ્યું હતું કે દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. અનેક કંપનીઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. જોકે મોટાભાગની કંપનીઓને માત્ર વાહનોનુઁ વેચાણ કેવી રેતી વધે તેમાંજ રસ છે. પરિણામે લોકો વાહન ખરીદી કર્યા બાદ સર્વિસ માટે કે પછી વાહન બગડ્યા બાદ રીપેરીંગ માટે આમ તેમ ધક્કા ખાતા જોવા મળે છે. આવી કંપનીઓના એકાદ સર્વિસ સેન્ટર હોવાના કારણે વાહનો સમય સર રિપેર થઈ શકતા ન હોવાના કારણે વાહન માલીકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ પોતાના ગ્રાહકોને આવી કોઈ અવગળતા નહીં પડે અને દરેક જગ્યાએ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોની સર્વિસ થઈ શકે અને રીપેરીંગ પણ થઈ શકે તે દિશામાં વિચાર્યું છે. કંપની દ્વારા તેમની કંપનીના ઇલેક્ટ્રિક વાહનોની સર્વિસ અને રીપેરીંગ માટે શહેરોમાં શો રૂમ શરૂ કરતાં પહેલાં જ આખું સુ વ્યવસ્થિત નેટવર્ક સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ કંપની દ્વારા સુરતમાં શો રૂમની શરૂઆત કરતા પહેલા આ પ્રકારનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. કંપની દ્વારા શહેરમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોનું રીપેરીંગ કરતા મેકેનિક અને ગેરેજ સંચાલકોનો સંપર્ક સાધી તેમને કંપની સાથે જોડવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો કેવી રીતે રિપેર કરવા અને સર્વિસ કરવા તે માટે કંપની દ્વારા તમામને ટ્રેનીંગ પણ આપવામાં આવી. જેથી કરીને કોઈ પણ વાહન ચાલકનું વાહન જ્યાં બગડે તે જ વિસ્તારમાં તેની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. વધુમાં જેનીશ શાહ એ જણાવ્યું હતું કે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે જોડાયેલા મેકેનિક અને ગેરેજ સંચાલકો ને માત્ર વાહનોના સર્વિસ અને રીપેરીંગ નું જ કામ નહીં આપવામાં આવશે પણ તેમને કંપનીના એજન્ટ તરીકે પણ પ્રસ્થાપિત કરવામાં આવશે. એટલે કે તેઓ વાની મોટો ના ટુ વ્હીલર કે થ્રી વ્હીલર વાહનનું વેચાણ કરીને પણ કમાણી કરી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2022 01:47 PM IST | Mumbai | Partnered Content

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK