Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > હવે વોટ્સએપ મેસેજને કરી શકાશે એડિટ, જાણો કઈ રીતે વાપરવું આ નવું ફીચર

હવે વોટ્સએપ મેસેજને કરી શકાશે એડિટ, જાણો કઈ રીતે વાપરવું આ નવું ફીચર

15 October, 2022 06:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વોટ્સએપ તમને મેસેજ એડિટ કરવા માટે બરાબર 15 મિનિટનો સમય આપશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વોટ્સએપ (WhatsApp) એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને મેસેજને એડિટ કરવાની મંજૂરી આપશે. WABetaInfo અનુસાર, ટેક્સ્ટની બાજુમાં `એડિટેડ` લેબલ દેખાશે અને યુઝર્સ મેસેજ મોકલ્યાની 15 મિનિટની અંદર એડિટ કરી શકશે. મેસેજ એડિટ કરવાની સુવિધા વપરાશકર્તાને નિર્ધારિત સમયની અંદર તેના સંદેશને એડિટ કરવાની પરવાનગી આપશે. નવું એડિટ ફીચર ‘ડિલીટ મેસેજ’ ફીચરનો વિકલ્પ છે.

ઉપરાંત, વોટ્સએપ તમને મેસેજ એડિટ કરવા માટે બરાબર 15 મિનિટનો સમય આપશે. જો રીસીવર નિર્ધારિત સમયની અંદર તેના ડિવાઇસને ચાલુ ન કરે, તો પછી તમારો મેસેજ એડિટ થઈ શકશે નહીં. વોટ્સએપે આ ખાસ ફીચરની રજૂઆત અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી.



વોટ્સએપ સબ્સ્ક્રિપ્શન પ્લાન


મેટાની માલિકીની મેસેજિંગ એપએ પસંદગીના બિઝનેસ યુઝર્સ માટે તેના સબસ્ક્રિપ્શન પ્લાનને રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. આ સુવિધા Android અને iOS યુઝર્સ માટે WhatsApp Business અને Google Play Store અને Testflight પર લાવવામાં આવી રહી છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં કસ્ટમ ટ્રેડ લિંક ઇન્સ્ટોલ કરી શકાય છે. આ લિંક પર ક્લિક કરીને, ગ્રાહકોને બાઈંગ પેજ પર લઈ જવામાં આવશે.

નહીં લઈ શકાય વોટ્સએપ ચેટનો સ્ક્રીનશો


વધુમાં, વોટ્સએપએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં યુઝર્સને કોર વ્યૂ-ઓન્સ ફોર્મેટમાં શેર કરેલા ફોટાના સ્ક્રીનશોટ લેવાથી અટકાવશે. આ સુવિધા હવે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

15 October, 2022 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK