Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > મોબાઈલ ઇન્ટરનેટ વગર એકસાથે ચાર ડિવાઇઝમાં ચાલશે વૉટ્સએપ, જાણો કઈ રીતે

મોબાઈલ ઇન્ટરનેટ વગર એકસાથે ચાર ડિવાઇઝમાં ચાલશે વૉટ્સએપ, જાણો કઈ રીતે

06 November, 2021 04:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્માર્ટફોન વગર વૉટ્સએપ વૅબનો ઉપયોગ કરવા માટે યુર્ઝસે બીટા વર્ઝન વાપરવું પડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વૉટ્સએપ પોતાના યુઝર્સ માટે અવનવા અપડેટ્સ લાવતું રહે છે, હવે કંપનીએ મલ્ટી-ડિવાઈસ ફીચર લોન્ચ કર્યું છે. જેની મદદથી કોઈપણ યુઝર ચાર ડિવાઈસમાં વૉટ્સએપનો ઉપયોગ કરી શકશે. આ ફીચરની ખાસ વાત એ છે કે, આ ફીચર મેળવ્યા બાદ યુઝર્સને લેપટોપ, ટેબલેટ કે અન્ય કોઈ ડિવાઈસ પર વૉટ્સએપનો ઉપયોગ કરવા માટે ફોનને સતત ઈન્ટરનેટથી કનેક્ટ રાખવાની જરૂર નહીં પડે.

નવા મલ્ટી-ડિવાઈસ ફીચરની મદદથી વૉટ્સએપ વેબ યુઝર્સ ઈન્ટરનેટ કનેક્શન વગર સ્માર્ટફોન પર મેસેજ મોકલી શકે છે અને મેળવી પણ શકે છે. સ્માર્ટફોન વિના વૉટ્સએપ વેબનો ઉપયોગ કરવા માટે યુર્ઝસે બીટા વર્ઝનમાં જોડાવવું પડશે. ત્યારબાદ જ યુઝર આ ફીચરનો ઉપયોગ કરી શકશે. આ ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને સપોર્ટ કરે છે તેથી તેના દ્વારા કરવામાં આવેલી તમામ ચેટ્સ સુરક્ષિત રહેશે.



જો તમે પણ બીટાના આ સંસ્કરણમાં જોડાવા માંગતા હોવ અને સ્માર્ટફોન વિના વૉટ્સએપનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે સ્માર્ટફોનને વૉટ્સએપ વેબ, ડેસ્કટોપ અથવા પોર્ટલ સહિત તેઓ જે વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છે તેની સાથે સ્માર્ટફોનને લિંક કરવાની જરૂર પડશે. જોકે, આ પ્રક્રિયા માત્ર એક જ વાર કરવાની જરૂર છે. યુર્ઝસ તેમના સ્માર્ટફોન વિના પણ વૉટ્સએપ વેબનો ઉપયોગ કરી શકશે. કેટલાક ઉપકરણોમાં વૉટ્સએપ વેબ અથવા ડેસ્કટૉપ દ્વારા સીધા ઑડિયો અને વિડિયો કૉલિંગનો પણ સમાવેશ થાય છે.


આ રીતે જોડાવ મલ્ટિ-ડિવાઈસ સુવિધાના બીટા પ્રોગ્રામમાં :

- તમારા સ્માર્ટફોનમાં વૉટ્સએપ ખોલો


- હોમ પેજના ઉપરના જમણા ખૂણામાં ત્રણ બિંદુઓ દેખાશે, તેની અંદર મેનુ પર જાઓ

- લિંક કરેલ ઉપકરણો પર ટેપ કરો

- ત્યાં તમને મલ્ટિ-ડિવાઈસ બીટા વિશેની માહિતી દેખાશે

- નીચે જોઈન બીટા પ્રોગ્રામ દેખાશે જો તમે જોડાવા માંગતા હોવ તો તેના પર ક્લિક કરો

- લેપટોપ, ડેસ્કટોપ અથવા ટેબ્લેટ પર વૉટ્સએપ ખોલો

- સ્માર્ટફોન પર સ્કેનરના માધ્યમથી ડિવાઈ પર QR કોડ સ્કેન કરો

- બન્ને ઉપકરણો હવે કનેક્ટ થશે અને વૉટ્સએપ વેબ સંદેશાઓને સમન્વયિત કરશે

- એકવાર કનેક્ટ થયા પછી યુઝર વૉટ્સએપ દવેબ દ્વારા મેસેજ મોકલી અને મેળવી શકશે

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2021 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK