Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઍપ્સ દ્વારા કરો કારને મૉનિટર

09 September, 2022 07:56 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

પેરન્ટ્સ કેટલીક ઍપ્લિકેશન દ્વારા સંતાનોની કારની સ્પીડ અને તેઓ મોબાઇલનો ઉપયોગ ડ્રાઇવિંગ દરમ્યાન કરે છે કે નહીં એનું ધ્યાન રાખી શકશે

ઍપ્સ દ્વારા કરો કારને મૉનિટર

ટેક ટૉક

ઍપ્સ દ્વારા કરો કારને મૉનિટર


તાતા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅનનું રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. તેમના મૃત્યુના સમાચારથી ઘણા બદલાવ લાવવામાં આવી રહ્યા છે, જેવા કે પાછળ બેસેલાએ પણ હવે સીટ-બેલ્ટ પહેરવો પડશે. તેમ જ દરેક કારમાં ચાર ઍરબૅગ હોવી ફ​રજિયાત કરી શકે છે. આ સાથે જ રિયર સીટ-બેલ્ટ અલાર્મ જેવા ઘણા બદલાવ આવી રહ્યા છે. જોકે આમ છતાં કેટલીક ઍપ્લિકેશન દ્વારા પેરન્ટ્સ તેમના બાળકની કાર અને અન્ય બાબતો પર દેખરેખ રાખી શકે છે. ઘણી વાર ઍક્સિડન્ટ એટલા માટે પણ થાય છે કે કાર-ડ્રાઇવર મોબાઇલ પર વાત કરી રહ્યો હોય અથવા તો મેસેજ કરી રહ્યો હોય. જોકે હવે કેટલીક ઍપ્લિકેશન દ્વારા કાર-ડ્રાઇવર ક્યાં છે અને કેટલી સ્પીડમાં કાર ચલાવી રહ્યો છે વગેરે જેવી માહિતી પેરન્ટ્સને મળી શકશે. આ વિશે કેટલીક માહિતી જોઈએ.

કિડ્સ ગાર્ડ પ્રો | આ ઍપ્લિકેશન ફક્ત ઍન્ડ્રૉઇડ માટે જ છે. આ ઍન્ડ્રૉઇડની મદદથી પેરન્ટ્સ તેમના સંતાનોની તમામ ઍક્ટિવિટી પર નજર રાખી શકે છે. આ ઍપ્લિકેશન વૉટ્સઍપ, સ્નૅપચૅટ, ઇન્સ્ટાગ્રામ, એસએમએસ અને કૉલ્સ જેવી ૩૦થી વધુ ઍપ્લિકેશનને મૉનિટર કરી શકે છે. યુટ્યુબ અને ટિકટૉક પર કેવા વિડિયો જુએ છે એ પણ જાણી શકાય છે. આ માટે ઍન્ડ્રૉઇડને રૂટ કરવાની પણ જરૂર નથી. ફોનના માઇક્રોફોનની મદદથી આસપાસ શું વાત ચાલી રહ્યું છે એ પણ કોઈ પણ રીતે યુઝરને જાણ થયા વગર જાણી શકાય છે. ફોન સ્ક્રીનને પણ રેકૉર્ડ કરી શકાય છે. આથી બાળક જ્યારે ડ્રાઇવિંગ કરી રહ્યો હોય ત્યારે મોબાઇલનો ઉપયોગ કરી રહ્યો છે કે નહીં એ જાણી શકાય છે અને કરી રહ્યો હોય તો તેને એમ કરતો બ્લૉક પણ કરી શકાય છે. જોકે આ ઍપનો ઉપયોગ કરવા માટે પેરન્ટ્સે પૈસા ચૂકવવા પડશે.



લાઇફ ૩૬૦ | આ એક ડ્રાઇવિંગ મૉનિટરિંગ ઍપ છે. એની મદદથી પેરન્ટ્સ બાળકની સેફ્ટી રાખી શકે છે. આ ઍપ્લિકેશનની મદદથી રિયલ ટાઇમ લોકેશન શૅરિંગ, ચોક્કસ સ્પીડ નક્કી કરી હોય તો પછી એનાથી વધુ સ્પીડમાં જાય તો અલર્ટ મોકલવામાં આવે છે. ચોક્કસ જગ્યા પરથી પસાર થાય અને એ માટે અલર્ટ રાખવામાં આવ્યું હોય તો એ પણ મળે છે. આ સાથે જ કમ્પ્લીટ ડ્રાઇવિંગ રિપોર્ટ પણ જોઈ શકાય છે. જેમ કે કેટલી વાર સુધી ક્યાં ઊભો રહ્યો હતો અને કેટલી સ્પીડમાં ક્યાં ચલાવી હતી. રિયલ ટાઇમ લોકેશન સતત શૅર રહેતાં પ્રાઇવસીનું કન્સર્ન થઈ શકે છે. આ ઍપ્લિકેશન ઍન્ડ્રૉઇડ અને ઍપલ બન્ને પર ઉપલબ્ધ છે.


મામા બીયર | મામા બીયર સેફ્ટીની સાથે એક અવેરનેસ ટૂલ પણ છે. આ ઍપ્લિકેશન પણ એન્ડ્રૉઇડ અને ઍપલ બન્ને પર ઉપલબ્ધ છે. આ ઍપ્લિકેશનની મદદથી સ્પીડ લિમિટ સેટ કરી શકાય છે. જો એનાથી ઉપર જાય તો અલર્ટ મોકલવામાં આવશે. આ ઍપ્લિકેશનની મદદથી સોશ્યલ મીડિયા, મેસેજ અને કૉલ્સને પણ ટ્રૅક કરી શકાય છે. રિયલ ટાઇમ લોકેશન શૅર કરવાની સાથે એમાં અરાઇવલ અને ડિપાર્ચર અલર્ટ પણ મોકલવામાં આવશે. જોકે આ ઍપ્લિકેશનનો ઉપયોગ પેરન્ટલ કન્ટ્રોલ તરીકે પણ કરવામાં આવે છે.
આ ઍપ્લિકેશનનો ઉપયોગ પેરન્ટ્સ દ્વારા કન્ટ્રોલ અથવા તો મૉનિટર કરવા માટે કરવામાં આવે છે. જોકે ડ્રાઇવર કે પછી યુઝરને પોતે અવેરનેસ રાખવી હોય તો તે ઍપલ કાર પ્લે અને ઍન્ડ્રૉઇડ ઑટોનો પણ ઉપયોગ કરી શકે છે. આ ફીચરની મદદથી કૉલ્સ અને મેસેજને બ્લૉક કરવામાં આવે છે અને એ સીધા કારની સિસ્ટમ પર જ આવશે. આથી ફોનમાં ધ્યાન ન જાય અને રોડ પરથી ધ્યાન હટતાં કોઈ દુર્ઘટના ન થાય એ માટે આ ફીચર પણ ખૂબ જ કામનું છે.

 આ ઍપ્લિકેશનથી સંતાનોનાં વૉટ્સઍપ, સ્નૅપચૅટ, ઇન્સ્ટાગ્રામ, એસએમએસ અને કૉલ્સ જેવી ૩૦થી વધુ ઍપ્લિકેશનને મૉનિટર કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2022 07:56 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK