Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ક્રેડિટ/ડેબિટ કાર્ડ બાબતે આ વાતોનું ધ્યાન નહીં રાખો તો સાફ થઈ જશે તમારું બેન્ક એકાઉન્ટ

ક્રેડિટ/ડેબિટ કાર્ડ બાબતે આ વાતોનું ધ્યાન નહીં રાખો તો સાફ થઈ જશે તમારું બેન્ક એકાઉન્ટ

27 January, 2022 07:10 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

જો તમે પણ આ સામાન્ય ભૂલ કરતાં હોવ તો ચેતજો

પ્રતીકાત્મક તસવીર

Cyber Security

પ્રતીકાત્મક તસવીર


સાયબર ફ્રોડ (Cyber Fraud)ની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. તેવામાં જો તમે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે વાપરતા હોવ તો તમારે સાવધ રહેવું વધુ જરૂરી બની જાય છે. તાજેતરમાં જ કાંદિવલીની ફર્મમાં સોફ્ટવેર ડેવલપર અને આઇટી નિષ્ણાત તરીકે ફરજ બજાવતા હાર્દિક શાહ સાથે આ પ્રકારનો ફ્રોડ થયો હતો, પરંતુ કેટલીક તકનીકી બાબતોનું ધ્યાન રાખતા તેમને નુકસાન થયું ન હતું. તેમણે આ સમગ્ર કિસ્સો ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કર્યો હતો અને ફ્રોડથી બચવા માટેના કેટલાક ઉપાય પણ જણાવ્યા હતા.

વાત એમ છે કે લગભગ બે અઠવાડિયા અગાઉ તેમને બેન્કમાંથી તેમના ક્રેડિટ કાર્ડ મારફતે કરાયેલા ત્રણથી ચાર ટ્રાન્ઝેક્શન કેન્સલ થયાના મેઇલ આવ્યા હતા, જે ટ્રાન્ઝેક્શન તેમણે કર્યા ન હતા. આ ટ્રાન્ઝેક્શન કેન્સલ એટલે થયા કારણ કે તેમણે તેમનું ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે બંધ રાખ્યું હતું. હવે તમે એવી દલીલ આપતા હોવ કે દરેક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે વન ટાઈમ પાસવર્ડ (OTP) તો મેસેજ દ્વારા આવે જ છે અને તમે સુરક્ષિત છો તો આ તમારો માત્ર ભ્રમ જ છે.



હાર્દિક શાહે કહ્યું કે “જે વેબસાઇટ્સ ઇન્ટરનેશનલ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરે છે, ત્યાં OTP આવતો નથી. ઇન્ટરનેશનલ પેમેન્ટ ગેટવે માત્ર CVV સહિતની તમારી કાર્ડ ડિટેલ્સ વેરિફાઈ કરે છે અને કાર્ડ ડિટેલ મેચ થતાં તુરંત ટ્રાન્ઝેક્શન થઈ જાય છે. એટલે ધારો કે તમારું કાર્ડ ખોવાઈ ગયું છે અને કોઈ વ્યક્તિ ઇન્ટરનેશનલ પેમેન્ટ ગેટવે વાપરતી સાઇટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરે તો તમારું એકાઉન્ટ સાફ કરવું ખૂબ સરળ છે.”


અહીં જો તમને સવાલ થતો હોય કે આ પેમેન્ટ ગેટવે વળી કઈ બલાનું નામ છે તો તમને જણાવી દઈએ કે જ્યારે તમે એકાદ ચોક્કસ વેબસાઇટ દ્વારા પેમેન્ટ કરો છો ત્યારે ‘પેમેન્ટ ગેટવે’ વેબસાઇટના એકાઉન્ટ અને તમારા એકાઉન્ટ વચ્ચે પૂલનું કામ કરે છે. પેમેન્ટ ગેટવે બેન્કના સિસ્ટમમાં રહેલી તમારી કાર્ડ ડિટેલ્સ સાથે તમે ભરેલી કાર્ડ ડિટેલ્સને ચકાશે છે અને તે સફળ થતાં રકમ તમારા ખાતામાંથી તે વેબસાઇટના ખાતામાં ટ્રાન્સફર કરી આપે છે.

આ રીતે ફ્રોડથી બચી શકો છો


  1. ડેબિટ/ક્રેડિટ કાર્ડને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે બંધ રાખવું.
  2. કમ્પ્યુટર કે લેપટોપ દ્વારા બેન્કિંગ કરતાં હોવ તો એન્ટિવાયરસ એક્ટિવ રાખવું
  3. જે મોબાઈલથી તમે બેન્કિંગ કરતાં હોવ તેમાં પ્લેસ્ટોર અથવા એપ સ્ટોર સિવાય કોઈ બીજા સોર્સથી એપ્સ કે અન્ય સામગ્રી ડાઉનલોડ ન કરવી.
  4. કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે તમારી બેન્કની અધિકૃત એપનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.
  5. નવા સમયના નવા ડેબિટ કાર્ડ વાઇફાઇ ચિપ સાથે આવે છે, તેથી તેના દ્વારા કોઈપણ પિન કે સ્વાઇપ વગર ડાયરેક્ટ થતાં ટ્રાન્ઝેક્શનનો વિકલ્પ બંધ રાખવો હિતાવહ છે.
  6. પાસવર્ડ vs OTP: ડેબિટ/ક્રેડિટ કાર્ડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે સેટઅપ કરતી વખતે ટ્રાન્ઝેક્શન અધિકૃત કરવા માટે પાસવર્ડની જગ્યાએ OTPનો વિકલ્પ પસંદ કરવો વધુ સુરક્ષિત છે.
  7. વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા સાઇટ પર ફરતા લોભમણા મેસેજ પર આપેલી અજ્ઞાત લિન્ક પર ક્લિક કરવાથી બચવું.
  8. સામાન્યપણે લોકો કોઈપણ અનવોન્ટેડ એપ્સ ડાઉનલોડ કરે છે અને તેમાં રજિસ્ટ્રેશન માટે વિગતો નાખે છે, આવશ્યક ન હોય તો તેમ કરવાથી બચવું જોઈએ.
  9. કોઈપણ એપને લોકેશન, કોન્ટેક્ટ અને SMS એક્સેસ કરવાની પરવાનગી આપતા પહેલાં તેની ઉપયોગિતા વિશે વિચાર કરવો.
  10. આ ઉપરાંત OTP અને CVV કોઈપણ વ્યક્તિ સાથે શેર કરવો નહીં.
Whatsapp-channel Whatsapp-channel

27 January, 2022 07:10 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK