° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


આઇફોનની લૉક સ્ક્રીનના ફોટો શફલના ઇશ્યુને કેવી રીતે સૉલ્વ કરશો?

23 September, 2022 01:17 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ઍપલે તેમની આઇઓએસ ૧૬માં લૉક સ્ક્રીનને લઈને ઘણાં ફીચર્સ આપ્યાં છે

આઇફોનની લૉક સ્ક્રીનના ફોટો શફલના ઇશ્યુને કેવી રીતે સૉલ્વ કરશો? ટેક ટૉક

આઇફોનની લૉક સ્ક્રીનના ફોટો શફલના ઇશ્યુને કેવી રીતે સૉલ્વ કરશો?

ઘણી વાર ફોટોઝ ક્લિક કર્યા બાદ એ પ્રોસેસ થવાના બાકી હોય તો બ્લર દેખાય છે. આઇફોનમાં પૂરતું સ્ટોરેજ છે કે નહીં એ પણ ચેક કરી લેવું.

ઍપલે તેમની આઇઓએસ ૧૬માં લૉક સ્ક્રીનને લઈને ઘણાં ફીચર્સ આપ્યાં છે. આ ફીચર્સમાંથી એક ફોટો શફલ છે. આ ફોટો શફલની મદદથી સ્ક્રીન પર ઑટોમૅટિક વૉલપેપર ચેન્જ થતું રહે છે. આ ફોટો શફલમાં પોતાના ફોટોની સાથે ફૅમિલી, ફ્રેન્ડ્સ, નેચર અથવા તો સિટીના ફોટો પણ રાખી શકાય છે. આ ફોટોની સાથે ટાઇમના ફૉન્ટ પણ બદલી શકાય છે તેમ જ એના પર કેટલાંક વિજેટ્સ પણ મૂકી શકાય છે. આ માટે ઍપલ દ્વારા સજેશન પણ આપવામાં આવે છે અને મૅન્યુઅલી પણ મૂકી શકાય છે. જોકે કેટલાક યુઝર્સ માટે આ ફીચર બરાબર કામ નથી કરતું. કહેવાનો મતલબ કે તેઓ પોતાના ફોટો અથવા તો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિના ફોટો નથી જોઈ શકતા. તો આ પ્રૉબ્લેમને કેવી રીતે ફિક્સ કરવો એ વિશે જોઈએ.

રીસ્ટાર્ટ કરવું

બની શકે કે આઇફોનમાં કોઈ ગ્લિચ આવી હોય તો એને રીસ્ટાર્ટ કરવાથી એ સૉલ્વ થઈ શકે છે. આ માટે વૉલ્યુમ અપ અથવા તો ડાઉનની સાથે લૉક બટન દબાવી રાખવાથી ફોન રીસ્ટાર્ટ થશે. આ સિવાય હાર્ડ રીસ્ટાર્ટ માટે વૉલ્યુમ અપ દબાવીને છોડી દેવું અને ત્યાર બાદ વૉલ્યુમ ડાઉન દબાવીને છોડી દેવું. ત્યાર બાદ લૉક બટન દબાવી રાખવું. સ્ક્રીન બ્લૅક થઈ જાય અને ફરી ઍપલનો લોગો ન આવે ત્યાં સુધી આ બટન દબાવી રાખવાથી હાર્ડ રીસેટ થશે અને મોટા ભાગના પ્રૉબ્લેમનું સોલ્યુશન આવશે.

ફોટોઝ મૅન્યુઅલી પસંદ કરવા

ફોટો શફલમાં ઘણી વાર ચોક્કસ વ્યક્તિના ફોટો નથી દેખાતા. આ સમયે મૅન્યુઅલી ઑપ્શનને પસંદ કરી ફોટો સિલેક્ટ કરી લેવા. તેમ જ ઑટોમૅટિક ફંક્શનમાં દરેક ફોટો પસંદ હોવાથી જે ફોટો સ્ક્રીન પર મૂકવા જેવો ન હોય એ પણ પસંદ થઈ શકે છે. આથી મૅન્યુઅલી ફોટો પસંદ કરવા વધુ યોગ્ય છે. આ માટે લૉક સ્ક્રીન પર ટૅપ કરી રાખવું. ત્યાર બાદ પ્લસના નિશાન પર ક્લિક કર્યા બાદ ફોટો ફોટો શફલ પર ક્લિક કરી ટૅબ ખૂલતાં એમાં સિલેક્ટ ફોટોઝ મૅન્યુ​અલી પર ક્લિક કરવું. ત્યાર બાદ એક કલાક પછી કે ટૅપ કર્યા બાદ અથવા તો લૉક કર્યા બાદ ફોટો બદલાઈ જાય એ પસંદ કરવું. મોટા ભાગે મૅન્યુઅલી ફોટો પસંદ કરવાથી પ્રૉબ્લેમનું સોલ્યુશન ચોક્કસ આવી જશે.

ફોટો શફલ બટન બફરિંગ થવું

ફોટો શફલ બટન બરાબર કામ ન કરી રહ્યું હોય એટલે કે એના પર લોડિંગનું અથવા તો બફરિંગનું નિશાન આવતું હોય એવું બની શકે છે. આ સમયે એ કસ્ટમાઇઝ વિન્ડોને બંધ કરી દેવી અને સૌથી પહેલાં આઇફોન રીસ્ટાર્ટ કરવો. આ રીસ્ટાર્ટ કર્યા બાદ ફરી એક વાર કોશિશ કરવાથી એ પ્રૉબ્લેમ સૉલ્વ થઈ શકે છે. જો ફોટો હાલમાં જ ક્લિક કર્યા હોય તો પહેલાં એને ફોટો ઍપ્લિકેશનમાં ઓપન કરીને એક વાર ચેક કરી લેવું કે એ બરાબર પ્રોસેસ થઈ ગયા હોય. ઘણી વાર ફોટોઝ ક્લિક કર્યા બાદ એ પ્રોસેસ થવાના બાકી હોય તો એ બ્લર દેખાય છે. તેમ જ આઇફોનમાં પૂરતું સ્ટોરેજ છે કે નહીં એ પણ એક વાર ચેક કરી લેવું. પૂરતું સ્ટોરેજ ન હોય તો પણ આઇફોનને ઑપરેટ કરવામાં વાર લાગે છે અને એના કારણે તમામ ફંક્શન ધીમે કામ કરે છે. આ સાથે જ સેટિંગમાં ફોટોઝમાં શો ફીચર કન્ટેન્ટ ઑન રાખવું. આ રાખવાથી કસ્ટમાઇઝ કરતી વખતે ઍપલ તરફથી કેટલાંક સજેશન પણ મળશે.

ફૅક્ટરી રીસેટ

ઉપરનાં તમામ સ્ટેપ બાદ પણ જો પ્રૉબ્લેમ સૉલ્વ ન થાય તો યુઝર્સ દ્વારા ફૅક્ટરી રીસેટ કરવું પડશે. આ માટે સેટિંગમાં જઈને જનરલમાંથી ટ્રાન્સફર અથવા તો રીસેટ આઇફોનમાં જઈને રીસેટ ઑપ્શન પસંદ કરી રીસેટ ઑલ સેટિંગ્સ કરી દેવું. આ માટે પાસકોડ અને સ્ક્રીન ટાઇમ પાસકોડ આપ્યો હશે તો એ પણ આપવાનો રહેશે. આ ઑપ્શનને પસંદ કરતાં તમામ સેટિંગ્સ ફૅક્ટરી રીસેટ થઈ જશે અને આઇફોન નવો હોય એ રીતે કામ કરતો થઈ જશે.

23 September, 2022 01:17 PM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK