Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ફાધર્સ ડે નિમિત્તે ગૂગલ ડૂડલ દ્વારા પિતાને મોકલો વર્ચ્યુઅલ કાર્ડ...

ફાધર્સ ડે નિમિત્તે ગૂગલ ડૂડલ દ્વારા પિતાને મોકલો વર્ચ્યુઅલ કાર્ડ...

21 June, 2020 01:20 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફાધર્સ ડે નિમિત્તે ગૂગલ ડૂડલ દ્વારા પિતાને મોકલો વર્ચ્યુઅલ કાર્ડ...

ફાધર્સ ડે નિમિત્તે ગૂગલે બનાવ્યું ડૂડલ

ફાધર્સ ડે નિમિત્તે ગૂગલે બનાવ્યું ડૂડલ


Google પોતાના લોકપ્રિય ડૂડલ દ્વારા ફાધર્સ ડે સેલિબ્રેટ કરે છે. આ ખાસ અવસરને વધારે ખાસ બનાવવા માટે ગૂગલ ડૂડલે વર્ચ્યુઅલ ગ્રીટિંગ્સ કાર્ડ્સ જાહેર કર્યા છે. જેમ તમે જાણો છો કે ગૂગલ દર ખાસ અવસરે પોતાના ડૂડલ દ્વારા યૂઝર્સને નવી માહિતી અથવા કાર્ડ્સ, ગેમ્સ વગેરે ઉપલબ્ધ કરાવે છે. આજે ફાધર્સ ડેની સાથે સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવવામાં આવી રહ્યો છે. ગૂગલે કહ્યું કે આ સ્પેશિયલ ગ્રીટિંગ્સવાળું ડૂડલ તમને એ જૂના દિવસોમાં લઈ જશે જ્યારે ગ્રીટિંગ્સ કાર્ડ્સ દ્વારા આપણે દરેક ખાસ અવસર ઉજવતાં હતા.

કેવી રીતે બનાવવું ડિજિટલ કાર્ડ



જેવું તમે ગૂગલના સર્ચ એન્જિન વેબસાઇટ પર જશો તમને આ સ્પેશિયલ ડૂડલ દેખાશે.


આ સ્પેશિયલ ડૂડલ પર જેવું તમે ક્લિક કરશો તો આ તમને ક્રાફ્ટ ગૂગલ લેટર્સ પર રીડાયરેક્ટ કરશે.

ત્યાર બાદ તમને એક નાનકડી વિન્ડો દેખાશે. આ વિન્ડોમાં તમને અનેક પ્રકારની ડિઝાઇન્સ જોવા મળશે. આ ડિઝાઇન્સમાંથી તમે કોઇપણ ડિઝાઇનની પસંદગી કરી શકો છો અને વિન્ડોમાં રહેલા ખાલી સ્થાને પ્લેસ કરી શકો છો.


એકવાર કાર્ડ ડિઝાઇન કરી લીધા પછી તમે સેન્ડ ઑપ્શનમાં જઈને ક્લિક કરો અને ઇ-મેલ કે પછી સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ દ્વારા આ કાર્ડ તમારા પિતા સાથે શૅર કરી શકો છો.

આ રીતે થઈ ફાધર્સ ડેની શરૂઆત
ફાધર્સ ડેની શરૂઆત કેવી રીતે થઈ એ પ્રશ્ન તમારા મનમાં ઊભો થઈ રહ્યો હશે તો જણાવીએ કે સાલ 1909માં સોનોરા લુઈશ સ્માર્ટ ડૉડ નામની છોકરીએ સૌથી પહેલા ફાધર્સ ડે ઉજવ્યો હતો. સોનોરાએ આ પહેલા મધર્સ ડે વિશે સાંભળ્યું હતું, જેના પછી સોનોરાના મનમાં એ પ્રશ્ન હતો કે જે રીતે મધર્સ ડે ઉજવવામાં આવે છે ફાધર્સ ડે પણ તે જ રીતે ઉજવવામાં આવે તો... ત્યાર બાદ સોનોરાએ યૂએસ(અમેરિકા)માં આ માટે કેમ્પેન કર્યું અને વર્ષ 1910થી આ દરવર્ષે આ ઉજવવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2020 01:20 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK