Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ટેલિગ્રામના આ ૬ ફીચર્સ જાણો છો?

27 August, 2021 09:22 AM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ઇનસ્ટન્ટ મેસેજિસ દ્વારા ચેટિંગને વધુ સરળ, સેફ, સિક્યોર અને અસરકારક બનાવવા માટે ટેલિગ્રામના ઓછા જાણીતા આ ફીચર્સ પર નજર કરી લો

ટેલિગ્રામના આ ૬ ફીચર્સ જાણો છો?

ટેલિગ્રામના આ ૬ ફીચર્સ જાણો છો?


સોશ્યલ મીડિયાનો યુઝ આજે દિવસે-દિવસે વધી રહ્યો છે. સોશ્યલ મીડિયામાં ઇન્સટન્ટ મેસેજિસ સર્વિસનો પણ ઉપયોગ થાય છે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જરનો ઉપયોગ ઇન્સટન્ટ મેસેજિસ માટે ઘણો ઉપયોગ થાય છે. જોકે ચીનમાં તેમની પોતાની લાઇન મેસેજ સર્વિસ છે. ઇન્ડિયામાં પણ હાઇક મેસેજ સર્વિસ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ એ એટલી ઉપયોગી નથી રહી. ઇન્ડિયામાં વોટ્સએપની સાથે હવે ટેલિગ્રામનો ઉપયોગ પણ ખૂબ જ વધી રહ્યો છે. ખૂબ જ ઓછા સમયમાં ટેલિગ્રામ એપ્લિકેશનના યુઝર્સ વધી રહ્યાં છે. આ એપનો ઉપયોગ મલ્ટિ પરપઝ છે. આ એપ્લિકેશન ફ્રીમાં છે અને એમાં મેસેજિસ, કોલ અને વિડિયો કોલની સાખે સિક્રેટ ચેટ જેવા ઘણાં ફીચર્સ છે. જોકે આ એપ્લિકેશનનો લોકો ઉપયોગ તો કરે છે, પરંતુ કેટલાકને એના પૂરતા ફીચર્સ વિશે ખબર નથી હોતી. તો આજે ટેલિગ્રામના કેટલાક ફીચર્સ અને ટિપ્સ વિશે ચર્ચા કરીએ.
ફોર્વર્ડ કરેલા મેસેજિસને કરો એડિટ  |  વોટ્સએપમાં મેસેજને એક વાર ફોર્વર્ડ કરી દીધો પછી એમાં ભૂલ થઈ હોય તો એને ચોક્કસ સમય મર્યાદાની અંદર ડિલીટ કરી શકાય છે. જોકે ટેલિગ્રામમાં એ મેસેજને એડિટ કરવાની સુવિધા પણ છે. આ માટે જે-તે મેસેજ પર ટેપ કરીને એડિટ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. આ કર્યા બાદ મેસેજને ફરી સેન્ડ કરવાનો રહેશે. જોકે યુઝર્સે જે વ્યક્તિને એ મેસેજ કર્યો હશે તેને એડિટેડ મેસેજ સાથે એ જોવા મળશે. મેસેજને સેન્ડ કર્યાના ૪૮ કલાકની અંદર એને એડિટ કરી શકાય છે. ત્યાર બાદ આ મેસેજને એડિટ કરવો શક્ય નથી.
ચૂપકેથી મેસેજ અને શેડ્યુલ મેસેજ  |  આઇઓએસની આઇ મેસેજમાં કોઈ પણ મેસેજને ફોર્વડ કરવા માટે નોર્મલ, સ્લેમ, લાઉડ, જેન્ટલ અને ઇનવિસિબલ લિન્ક જેવા ફીચર્સ છે. તેમજ સ્ક્રીન ટેબમાં લેઝર લાઇટ, હાર્ટ, બલૂન, ફાયર વર્કસ અને સેલિબ્રેશન જેવા ઘણાં ફીચર્સ છે. જોકે આ માટે બન્ને વ્યક્તિ પાસે આઇફોન હોવો જરૂરી છે. મેસેજને જોરશોરમાં સેન્ડ કરવાના ઘણાં ફીચર્સ છે, પરંતુ ચૂપકેથી સેન્ડ કરવાનું ફીચર ટેલિગ્રામે આપ્યું છે. જે-તે યુઝર એપ્લિકેશનમાં જે તે વ્યક્તિ અને ગ્રુપને મ્યુટ અથવા તો સાઇલન્ટ કરી શકે છે. જોકે ટેલિગ્રામમાં તો મેસેજ સેન્ડ કરનાર વ્યક્તિ જ સામેની વ્યક્તિને ચૂપકેથી મેસેજ કરી શકે છે. આ માટે જે-તે વ્યક્તિની ચેટ ઓપન કરીને એમાં ટેક્સ્ટ ટાઇપ કરીને સેન્ડ બટન પર ક્લિક કરી રાખતા સેન્ડ વિધાઉટ સાઉન્ડનો ઓપ્શન આવશે. એના પર ક્લિક કરતાં એ વ્યક્તિના ફોનમાં મેસેજનો સાઉન્ડ કે વાઇબ્રેશન પણ નહીં થશે. તે વ્યક્તિએ તેના ફોનમાં ડો નોટ ડિસ્ટર્બને ઓન ન કર્યું હોય અથવા તો મોબાઇલ સાઇલન્ટ ન હોય એમ છતાં એમાં મેસેજ ટોન અથવા તો વાઇબ્રેશન નહીં થાય.
આ જ રીતે જે-તે વ્યક્તિની ચેટમાં મેસેજ ટાઇપ કર્યા બાદ સેન્ડ બટન પર ટેપ કરી રાખતા સેન્ડ વિધાઉટ સાઉન્ડની સાથે બીજો પણ એક ઓપ્શન આવશે અને એ છે શેડ્યુલ મેસેજ. આ ઓપ્શન પર ક્લિક કરતાં યુઝર્સ મેસેજને જે-તે સમયે શેડ્યુલ કરી શકે છે અને એ સમયે જ મેસેજ ડિલિવર થશે. ફેસબુકના પેજ પર જે રીતે પોસ્ટને શેડ્યુલ કરવામાં આવે છે એ જ રીતે આ એપમાં મેસેજને શેડ્યુલ કરવામાં આવે છે.
ચેટમાંથી ફોટો અને વિડિયોને ઓટોમેટિક ગાયબ કરવું  |  ચેટિંગ દરમ્યાન ફોટો અને વિડિયોની પણ આપ-લે થતી હોય છે. આ ફીચરની મદદથી મીડિયાને ઓટોમેટિક અમુક સમય બાદ ડિલીટ કરી શકાય છે. આ માટે જે-તે ફોટો પર ટેપ કરીને ટાઇમર મૂકી દેવું. આ ટાઇમરની મદદથી એ સમય દરમ્યાન ફોટો અથવા તો વિડિયો ડિલીટ થઈ જશે. આ ઓપ્શન પહેલાં ‘સિક્રેટ ચેટ’ માટે જ ઉપલબ્ધ હતું. જોકે હવે નવી અપડેટમાં તમામ યુઝર્સ એ ફીચરનો ઉપયોગ કરી શકે છે.
રિસીવ કરેલાં મેસેજને પણ બન્ને ડિવાઇઝમાંથી ડિલીટ  |  મોટાભાગની ઇનસ્ટન્ટ મેસેજિસ એપ્લિકેશનમાં પોતે મોકલેલા મેસેજને ડિલીટ કરી શકાય છે. તેમ જ જેને મોકલેલો હોય એની ચેટમાંથી પણ આપણે પોતે મોકલેલા મેસેજને ડિલીટ કરી શકીએ છીએ. જોકે ટેલિગ્રામમાં એવુ ફીચર છે કે જેની મદદથી સામે વાળી વ્યક્તિએ મોકલેલા મેસેજને પોતાની ડિવાઇઝ અને તેની ડિવાઇઝમાંથી પણ ડિલીટ કરી શકાય છે.
વિડિયો એડિટિંગ | ત્યાર સુધી ઇનસ્ટન્ટ મેસેજ એપ્લિકેશનમાં વિડિયોને ટ્રીમ કરવાનું જ ઓપ્શન હતું. જોકે હવે ટેલિગ્રામમાં વિડિયોને એડિટ કરવાનું પણ ફીચર એડ કરવામાં આવ્યું છે. આ માટે જે વ્યક્તિને વિડિયો મોકલવાના હોય તેની ચેટમાં જઈને જે-તે વિડિયો સેન્ડ કરવા માટે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારે બાદ ટ્યુનિંગ આઇકન પર ક્લિક કરીને સેચ્યુરેશન, કોન્ટ્રાસ્ટ, એક્સપોઝર જેવા ઘણાં ફીચર છે જેના દ્વારા વિડિયોને એડિટ કરી શકાય છે.

ઇન-એપ સર્ચ



કોઈ પણ યુઝર્સે અન્ય યુઝરને યુટ્યૂબ વિડિયો અથવા તો GIF મોકલવું હોય તો એ એપ્લિક્શનમાંથી જ કરી શકાય છે. વોટ્સએપ જેવી એપમાં પહેલાં યુટ્યૂબ પર જઈને લિન્ક કોપી કરીને સેન્ડ કરવાનું રહે છે. જોકે ટેલિગ્રામમાં જે-તે વ્યક્તિની ચેટને ઓપન કરી ટાઇપ બોક્સમાં @youtube લખ્યા બાદ જે-તે વસ્તુને સર્ચ કરવાની હોય એ લખવાનું 
રહેશે. ઉદાહરણ તરીકે @youtube અક્ષયકુમાર ફિલહાલ2 લખતાં ગીતની લિન્ક ત્યાં જ આવી જશે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2021 09:22 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK