° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


સ્માર્ટફોન ખરીદવામાં પણ સ્માર્ટનેસ દેખાડો

09 July, 2021 03:15 PM IST | Mumbai | Harsh Desai

વધુ મેગાપિક્સેલ એટલે કૅમેરા સારો એવું જરૂરી નથી : તેમ જ મોબાઇલ ક્યારે લૉન્ચ થયેલો એ જાણવું જરૂરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સ્માર્ટફોન આજે દરેક વ્યક્તિના હાથમાં જોવા મળે છે, પરંતુ એ સ્માર્ટફોન લેવા માટે પણ ઘણી સ્માર્ટનેસ દેખાડવી પડે છે. દુકાનમાં ગયા અને કોઈ પણ સ્માર્ટફોન લઈ આવ્યા એવું નથી હોતું. જ્યારે મોબાઇલ લાંબા સમય માટે ખરીદવામાં આવે ત્યારે પૂરતું રિસર્ચ જરૂરી છે.

બૉડી શેમાંથી બનાવવામાં આવી છે?  |  સ્માર્ટફોન ખરીદવા પહેલાં સૌથી પહેલું ધ્યાન એ રાખવું કે તમારો વપરાશ કઈ રીતનો છે. જો તમારાથી મોબાઇલ સચવાતો ન હોય અને ઘડી-ઘડી પડી જતો હોય તો તમારા માટે બૅકસાઇડ ગ્લાસ પૅનલવાળો સ્માર્ટફોન યોગ્ય નથી. પ્લાસ્ટિક અથવા તો મેટલ બૉડીવાળો સ્માર્ટફોન લેવો જેથી બે-ત્રણ ફુટ ઊંચેથી પડે તો પણ મોબાઇલ એ સહન કરી શકે. જો ગ્લાસ પૅનલ હશે તો એ તૂટી જશે.

પ્રોસેસર  |  સ્માર્ટફોન ખરીદવા પહેલાં યુઝર્સનો વપરાશ જાણવો ખૂબ જ જરૂરી છે. દરેક મોબાઇલનો પ્રોસેસિંગ પાવર એના પ્રોસસર, ઑપરેટિંગ સિસ્ટમ અને યુઝર ઇન્ટરફેઝને લઈને અલગ-અલગ હોય છે. જો તમે વિડિયો-ફોટો એડિટ વારંવાર કરતા હો, ડૉક્યુમેન્ટ્સ પર વધુ કામ કરતા હો, હેવી ગ્રાફિક્સવાળી ગેમ્સ રમતા હો તો તમારે સ્ટ્રૉન્ગ પ્રોસેસરની જરૂર છે. આ માટે ક્વાલકૉમ સ્નૅપડ્રૅગન 652 અથવા તો ક્વાલકૉમ સ્નૅપડ્રૅગન 820/821 હોવું જરૂરી છે. જો તમે લાઇટ યુઝર્સ હો જેના ઉપયોગમાં વધુ ગ્રાફિક્સનો ઉપયોગ ન થતો હોય તેમને મિડયાટેક પ્રોસેસરથી કામ ચાલી શકે છે.

બૅટરી  |  વર્ક ફ્રૉમ હોમ દરમ્યાન સૌથી વધુ ઉપયોગ મોબાઇલનો થાય છે. ડૉક્યુમેન્ટ શૅર કરવા કે પછી મેસેજ અથવા મેઇલ ચેક કરવા માટે પણ એનો ઉપયોગ વધુ થાય છે. વૉટ્સઍપ અને ઈ-મેઇલ બૅકગ્રાઉન્ડમાં પણ ઇન્ટરનેટ અને બૅટરીનો ઉપયોગ કરતાં રહે છે. આથી જો આ પ્રકારની ઍપ્લિકેશનનો વધુ ઉપયોગ કરતા હો તો 4000 mAhથી વધુની બૅટરી હોવી જરૂરી છે, જેથી એક દિવસ ફોન ચાલી શકે. જો નૉર્મલ ઉપયોગ હોય તો 3000થી 3500 mAhની બૅટરી પણ પૂરતી છે.

લૉન્ચ-ડેટ  |  મોટા ભાગે દુકાનમાં જતી વખતે તેઓ ગ્રાહકને આ મોબાઇલ ટ્રેન્ડમાં છે અને આ મોબાઇલનાં ફીચર ખૂબ જ સારાં છે એમ કહીને મોબાઇલ પકડાવી દે છે. જોકે મોબાઇલ ખરીદતાં પહેલાં એ ક્યારે લૉન્ચ થયો છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. જો મોબાઇલ ૨૦૨૦ના જુલાઈમાં લૉન્ચ થયો હોય અને યુઝર્સ એને ૨૦૨૧ના જુલાઈમાં ખરીદે તો એ મૉડલ એક વર્ષ તમારી ખરીદીના સમયે ઑલરેડી જૂનું હોય છે. આથી તમે એક વર્ષ એનો ઉપયોગ કરો ત્યારે એ બે વર્ષ જૂનો થઈ ગયો હોવાથી એની ઑપરેટિંગ સિસ્ટમની અપડેટની ફ્રીક્વન્સી ઓછી થઈ જાય છે. આથી હંમેશાં સ્માર્ટફોન ખરીદતાં પહેલાં એ બે-ત્રણ મહિના પહેલાં જ લૉન્ચ થયો હોય એવો મોબાઇલ ખરીદવાનો આગ્રહ રાખવો.

ઑડિયો સ્પીકર  |  વિડિયો કૉલિંગ અથવા તો કકૉન્ફરન્સનો ઉપયોગ કરનારા માટે ઑડિયો આઉટપુટ ખૂબ જ જરૂરી છે. તેમ જ ગેમિંગ અને સ્ટ્રીમર્સ માટે પણ આ આઉટપુટ એટલું જ મહત્ત્વનું છે. આ માટે મોબાઇલમાં ડ્યુલ સ્પીકર્સ છે કે નહીં એ ચેક કરી લેવું. ફ્રન્ટ સ્પીકર હોય તો એ વિડિયો કૉન્ફરન્સમાં ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. લૅન્ડસ્કેપ મોડમાં પણ ઉપયોગ કરતી વખતે ફ્રન્ટ કૅમેરાનો સાઉન્ડ સારો આવે છે. મોબાઇલની નીચે એટલે કે ડાઉન સાઇડ મોસ્ટ સ્માર્ટફોનમાં સ્પીકર આવે છે, પરંતુ જો બૅકસાઇડ સ્પીકર હોય તો એનું આઉટપુટ એટલું સારું નથી આવતું. જો નૉર્મલ યુઝ હોય તો બૅકસાઇડ સ્પીકર પણ ચાલી શકે છે.

આ સાથે જ મોબાઇલનાં સિક્યૉરિટી ફીચર્સ પણ એક વાર ચેક કરી લેવાં. જોકે આજકાલ દરેક સ્માર્ટફોનમાં ફિંગર‍પ્રિન્ટ સેન્સર તો આવે જ છે, પરંતુ આઇરિસ સેન્સર હોય એવો મોબાઇલ લેવાનો આગ્રહ રાખવો.

કૅમેરા કેવો હોવો જોઈએ?

વધુ મેગાપિક્સેલનો કૅમેરા એટલે એ વધુ સારો જરૂરી નથી. કૅમેરા સારો છે કે ખરાબ એ હંમેશાં એનાં રેઝોલ્યુશન, કૅમેરાની લેન્સ સાઇઝ અને આઇએસઓ લેવલ પર આધારિત હોય છે. આ સાથે જ મોબાઇલમાં ઇમેજ સ્ટેબિલાઇઝરનો સમાવેશ કરવામાં આવ્યો છે કે નહીં, નાઇટ મોડ ફીચર છે કે નહીં એ બધું જોવું જરૂરી છે. મેગાપિક્સેલ જોઈને કૅમેરા ન ખરીદવો.

09 July, 2021 03:15 PM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

હવે ફોટોને ટેક્સ્ટમાં ફેરવી શકાશે અને ઍન્ડ્રૉઇડ પર પણ ફેસટાઇમ થઈ શકશે

હજી ગઈ કાલે જ આવેલા iOS 15ના અપડેટમાં ઘણાં નવાં ફીચર્સ ઍડ કરવામાં આવ્યાં છે અને કેટલાક લોકોના ધ્યાનમાં ન હોય એવાં ફીચર્સ પર નજર કરીએ. આઇફોનને વધુ સ્માર્ટ બનાવતાં ફીચર્સ

24 September, 2021 05:25 IST | Mumbai | Harsh Desai
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

બદલાયો મોબાઇલ સિમ સાથે જોડાયેલો આ નિયમ, જાણો તમારી માટે કેમ મહત્વનો

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ નવો મોબાઇલ નંબર લેવા માટે ડિજિટલ મોડથી KYC ભરવાનું રહેશે. સાથે જ સિમ કનેક્શન બદલવા માટે કે સિમ પૉર્ટ કરાવવા માટે પણ કોઈ ફૉર્મ ભરવાની જરૂર નહીં રહે.

20 September, 2021 05:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

લો, આવી ગયો છે મોસ્ટ ડ્યુરેબલ આઇફોન 

ગઈ કાલે જ લૉન્ચ થયેલા આઇફોન-13ને સ્માર્ટફોનમાં સૌથી ડ્યુરેબલ ગણવામાં આવી રહ્યો છે અને એની સ્ક્રીનનો ગ્લાસ ખૂબ જ સ્ટ્રૉન્ગ અને ટકાઉ છે, પરંતુ પ્રાઇસમાં ખૂબ મોંઘો છે : આઇવૉચ-7 પણ ડસ્ટ અને વૉટરની સાથે ક્રૅક રેઝિસ્ટન્ટ છે

17 September, 2021 07:19 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK