° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


તમને ખબર છે આ વર્ષના 20 સૌથી નબળા પાસવર્ડ?

21 November, 2020 06:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમને ખબર છે આ વર્ષના 20 સૌથી નબળા પાસવર્ડ?

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

પાસવર્ડ મેનેજર સોલ્યૂશન કંપની  NordPassએ 2020ના સૌથી ખરાબ પાસવર્ડની યાદી બહાર પાડી છે.  અમૂક પાસવર્ડ એવા હોય છે જે બહું કોમન હોય છે તેથી ઘણીવાર લીક પણ થઈ જાય છે, આવા પ્રકારના પાસવર્ડની પણ જાણકારી આપવામાં આવી છે.

NordPassએ તેના રિપોર્ટમાં માહિતી આપી છે કે મોટાભાગના લોકો સરળ પાસવર્ડનો ઉપયોગ કરે છે, જેથી તેઓ તેને સરળતાથી યાદ કરી શકે પરંતુ આ પ્રકારના પાસવર્ડ ખૂબ જ સરળતાથી ક્રેક થઈ જાય છે.

આ વર્ષના સૌથી ફૅમસ પાસવર્ડ 123456 અને 123456789 રહ્યા છે. આ યાદીમાં આપવામાં આવેલા મોટાભાગના પાસવર્ડ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક થઈ શકે છે. 123456 ઉપરાંત આ યાદીમાં picture1, password અને 12345678 જેવા ખૂબ નબળા અને ખરાબ પાસવર્ડ સામેલ છે.

બીજી તરફ picture1નો ઉપયોગ લોકોમાં સૌથી વધુ છે. NordPassએ 2020ના 200 એવા પાસવર્ડની યાદી જાહેર કરી છે જે સૌથી વધુ કૉમન છે. તેમાંથી 20 નંબરનો પાસવર્ડ ખૂબ નબળો છે. આ એવા પાસવર્ડ છે જેને સામાન્ય હેકર પણ થોડીક સેકન્ડ્સમાં ક્રેક કરી શકે છે.

આ ઉપરાંત 123456, 1234567893, password, 12345678, 111111, 123123, 12345, 1234567890, 1234567, qwerty, abc123, Million2, 000000, 1234, iloveyou, aaron431, password1 અને qqww1122 જેવા પાસવર્ડ ખૂબ જ કોમન છે.

21 November, 2020 06:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

એક અકસ્માતે નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ પકડતું આ ડિવાઇસ શોધવા પ્રેર્યા આમને

આ યુવાનોનો દાવો છે કે વાહનમાં આ ડિવાઇસને ઇન્સ્ટૉલ કરવાથી ફેક ડ્રાઇવિંગ લાઇસન્સનો પર્દાફાશ થશે અને અકસ્માત તેમ જ કાર-ચોરીનું પ્રમાણ પણ ઘટશે. આ ડિવાઇસની પેટન્ટને રજિસ્ટર કરાવવાની પ્રોસેસ પણ તેમણે શરૂ કરી દીધી છે

10 May, 2021 02:30 IST | Mumbai | Varsha Chitaliya
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

આજા મેરી ઇલેક્ટ્રિક સ્કૂટર પે બૈઠ જા

પેટ્રોલના ભાવ અને પર્યાવરણની ચિંતા હોય એવા લોકોએ ઈ-સ્કૂટર્સ અને ઈ-બાઇક્સ વિશે વિચારતા થઈ જવું જોઈએ. ભારતમાં ઈ-સ્કૂટરની આજ કેવી છે અને ભવિષ્યમાં શું થવાનું છે એ જાણવાનું ગમશે

10 May, 2021 02:21 IST | Mumbai | Abhisha Rajgor
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

નજીકમાં વૅક્સિનેશન સેન્ટર ક્યાં છે એ જાણો વૉટ્સઍપથી

આ ઑપ્શનમાં કોવિડ વૅક્સિનેશન સેન્ટર, કોરોનાવાઇરસની લેટેસ્ટ અપડેટ્સ, પ્રોફેશનલ ઍડ્વાઇઝ અને ઇમ્યુનિટી કેવી રીતે વધારવી, સક્સેસ સ્ટોરીઝ, સાચા ન્યુઝ, કોરોનાવાઇરસ શું છે અને એનાં લક્ષણો શું છે અને ક્યાંથી મદદ મેળવવી જેવી માહિતી મેળવી શકાશે.

07 May, 2021 03:21 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK