Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > યોગા ડેની ઉજવણી શરૂ થઈ ગઈ છે! તમારે સામેલ થવું છે એમાં? તો આ રહ્યા ઑપ્શન

યોગા ડેની ઉજવણી શરૂ થઈ ગઈ છે! તમારે સામેલ થવું છે એમાં? તો આ રહ્યા ઑપ્શન

19 June, 2021 04:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાખો ઇવેન્ટમાંથી તમારા માટે કેટલાક ચુનંદા ફ્રી યોગ પ્રોગ્રામ્સ અમે શૉર્ટલિસ્ટ કર્યા છે. એક નજર ફેરવી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ડિજિટલાઇઝેશનને કારણે આ વર્ષે પણ ગયા વર્ષની જેમ તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં યોજાઈ રહેલી યોગા ઇવેન્ટમાં ફેસબુક, ઝૂમ, યુટ્યુબ જેવાં ડિજિટલ પ્લૅટફૉર્મના માધ્યમથી જોડાઈ શકશો. લાખો ઇવેન્ટમાંથી તમારા માટે કેટલાક ચુનંદા ફ્રી યોગ પ્રોગ્રામ્સ અમે શૉર્ટલિસ્ટ કર્યા છે. એક નજર ફેરવી લો

પાતંજલ યોગદર્શન



પર લેક્ચર


આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વસંધ્યાએ યોગમાં ખૂબ જ પ્રૉમિનન્ટ પુસ્તક ગણાતા શ્રી પાતંજલ યોગસૂત્રના પ્રૉમિનન્ટ સ્પીકર ડૉ. શ્રીરામ અગાશેનું ખાસ લેક્ચર થાણેના ઘંટાલી મિત્ર મંડળે યોજ્યું છે

ક્યારે? : ૨૦ જૂન, સાંજે સાડાપાંચથી સાડાછ


કેવી રીતે જોડાશો? : Facebook.com/ghantalimitramandal નામના ફેસબુક પેજ પર લાઇવ હશે આ સેશન.

માય બેસ્ટ ફ્રેન્ડ યોગ

મલાડની સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટીની ડીટીએસએસ કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ લૉના ઉપક્રમે પ્રૅક્ટિકલ અને થિયરી પાર્ટ સાથેની એક ફ્રી યોગા વર્કશૉપ ડૉ. રક્ષા વાઢૈયાની નિગરાનીમાં યોજાવાની છે

ક્યારે? ઃ ૨૧ જૂન, બપોરે અઢીથી સાંજે સાડાચાર વાગ્યા દરમ્યાન

કેવી રીતે જોડાશો? ઃ DTSS College of Commerce નામની યુટ્યુબ ચૅનલ પર આ પ્રોગ્રામ લાઇવ જોઈ શકશો

ઑથેન્ટિક યોગા ફૉર ઑલ

ઑસ્ટિનમાં રહેતી ઝીલ દેસાઈ દ્વારા આ ફ્રી યોગા પ્રોગ્રામનું આયોજન થયું છે. એમાં રોહન શ્રોફ, રામચરિત દાસ, ધ મૉન્ક ડ્યુડ અને ઝીલ દેસાઈ યોગનાં જુદાં-જુદાં પાસાંઓ પર વાત કરશે

ક્યારે? : ઇન્ડિયન ટાઇમ ઝોન પ્રમાણે આજે રાતે સાડાઆઠથી સાડાનવ

કેવી રીતે જોડાશો? : ઝૂમ પર. Meeting ID : 879 0961 6326 અને Passcode : 296564

એન્ટર કરીને

યોગ : એક

સંયોજનાત્મક થેરપી

સેન્ટર ફૉર યોગિક સાયન્સિસ અને ઇન્ડિયન યોગા અસોસિએશન દ્વારા યોગા ડે પતી ગયા પછી પાંચ દિવસનો યોગિનાર યોજવામાં આવ્યો છે. એમાં વિશ્વભરના ટોચના નિષ્ણાતો એક થેરપી તરીકે યોગને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એ વિષય પર ચર્ચા કરશે

ક્યારે? : ૨૨ જૂનથી ૨૬ જૂન, સમય પાંચેય દિવસ સવારે દસથી સાડાબાર

કેવી રીતે જોડાશો? :

Cisco webex પ્લૅટફૉર્મ

પર આ વેબિનાર યોજાવાનો છે. એમાં તમે મીટિંગ

નંબર ઃ 1845388709 એન્ટર કરીને 8SqbSUsSK92 આ પાસવર્ડ ઉમેરીને જોડાઈ

શકો છો.

યોગા ફૉર મેન્ટલ હેલ્થ ડ્યુરિંગ ધ કોવિડ પૅન્ડેમિક

લદ્દાખના મહાબોધિ ઇન્ટરનૅશનલ મેડિટેશન સેન્ટર દ્વારા અન્ય વિવિધ યોગ સંસ્થા અને આયુષ મિનિસ્ટ્રી દ્વારા મળીને અઢળક એક્સપર્ટ સાથેનો એક આંતરરાષ્ટ્રીય સ્તરનો વેબિનાર આયોજિત થઈ રહ્યો છે

ક્યારે? : ૨૧ જૂન, સાંજે ચારથી છ વચ્ચે.

કેવી રીતે જોડાશો? : Mahabodhi International Meditation Centre Ladakh આ નામની યુટ્યુબ ચૅનલ પર આપેલા સમયે લાઇવ જોઈ શકશો

આહાર, વિહાર,

આચાર, વિચાર

આ વિષય સાથેનો એક વેબિનાર ઝૂમ પર યોજાઈ રહ્યો છે જેમાં વ્યક્તિત્વનાં આ બધાં જ પાસાંઓ પર યોગા કોચ રોહન શ્રોફ દ્વારા ફોકસ કરવામાં આવશે

ક્યારે? : ૨૧ જૂન, સવારે

નવથી દસ

કેવી રીતે જોડાશો? ઃ ઝૂમ પર 82694198095 આ મીટિંગ આઇડી નાખીને 569769 આ પાસકોડ ઉમેરીને આ વેબિનારમા તમે જોડાઈ શકો છો

યોગથી સંવાદિત

વિશ્વ બનાવીએ

ડૉ. બિશ્વરૂપ રૉય ચૌધરી, ડૉ. આનંદ બાલયોગી, ડૉ. મન્મથ ઘરોટે, ડૉ. મંજુનાથ ગુરુરાજ, સ્વામી શૈલેન્દ્ર સરસ્વતી જેવા યોગના અગ્રણી નિષ્ણાતોની હાજરીમાં યોગ વૈ‌શ્વિક સ્તરે કેવી રીતે ઉપયોગી થઈ શકે અને સંવાદનું કારણ કઈ રીતે બની શકે એના પર ચર્ચા થશે

ક્યારે? : ૨૦ જૂન, સવારે દસથી

બે વાગ્યા દરમ્યાન

કેવી રીતે જોડાશો? :

www.sbpass.org.in પર તમે રજિસ્ટર કરી શકો છો અથવા તો 8319796576 નંબર પર વૉટ્સઍપ કરીને પણ રજિસ્ટ્રેશન કરી શકો છો.

ઉત્સવ ઇન્સ્ટિટ્યૂટના રોજના કલાસ

રોજ સવારે સવાછથી સવાઆઠ વાગ્યા દરમ્યાન ૧૪ તારીખથી ઑનલાઇન ફ્રી સેશન દેવાંગ શાહ અને તેમની ટીમે ઑર્ગેનાઇઝ કર્યા છે. આજે ઘરેથી કામ કરતા લોકોએ  પોતાની બૅક અને નેકનું ધ્યાન કેવી રીતે રાખવું એને લગતાં સ્ટ્રે‌ચિંગ્સ તેઓ શીખવશે. આવતી કાલે રવિવારે યોગ સાથે આયુર્વેદનો સમન્વય કેમ સાધવો અને પાર્ટનર યોગ વિષય પર તેઓ શીખવશે

ક્યારે? : ૧૯ અને ૨૦ જૂન. સવારે સવાછથી સવાઆઠ.

કેવી રીતે જોડાશો? : ફેસબુક કે યુટ્યુબ પર theutsavinstituteનું પેજ ઓપન કરશો એટલે આગલાં બધાં સેશન પણ તમે માણી શકશો.

સાયુજ્ય યોગ ઃ ત્રણ‌ દિવસમાં પંદર સેશન

આર્મ બૅલૅન્સિંગ વર્કશૉપ, યોગા ફ્લો, કિડ્સ યોગા, મહામૃત્યુંજન હવન, હીપ ઓપનિંગ આસન, ક્રિયા યોગા જેવા પંદર ઇનોવેટિવ ટૉપિક પર ફ્રી વર્કશૉપ ચાલી રહી છે.

ક્યારે? : ૧૯ અને વીસ જૂન, સવારે નવથી સવાઅગિયાર અને સાંજે સવાપાંચથી સાડાસાત

કેવી રીતે જોડાશો? : 98332 51878 આ નંબર પર ફોન કરીને તમે વૉટ્સઍપ ગ્રુપમાં જોડાઈ શકો છો

ધ અષ્ટાંગા ઇન્સ્ટિટ્યૂટ

પંદર જૂનથી નવી મુંબઈની આ

સંસ્થાએ ઝૂમ અને ફેસબુક પર જુદા-જુદા વિષય પર વર્કશૉપ્સનું આયોજન કર્યું છે. ફેસયોગા, સ્પિલ્ટ્સ, ચેર

યોગા, પાવર યોગા, કિડ્સ યોગા, લાફ્ટર યોગા અને છેલ્લા દિવસે

૧૦૮ સૂર્યનમસ્કાર ચૅલેન્જ જેવી વર્કશોપ્સ છે

ક્યારે? : ૧૫ જૂનથી ૨૦ જૂન, રોજ સાંજે છથી સાત, ૨૧ જૂને સવારે સાતથી આઠ

કેવી રીતે જોડાશો? : https://www.facebook.com/TheAshtangaInstitute આ ફેસબુક લિન્ક પર જોડાઈને તમે પહેલાંનાં પણ તમામ સેશન અટેન્ડ કરી શકો છો.

સૂર્યનમસ્કાર ચૅલેન્જ

શમ્મી યોગાલયાની યોગા ટીચર શમ્મી ગુપ્તાએ આંતરરાષ્ટ્રીય યોગ ડે નિમિત્તે સૂર્યાથૉનનું આયોજન કર્યું છે. સવારે સાડાછ વાગ્યાથી લઈને શરૂ થનારી આ સૂર્યનમસ્કારની ઇવેન્ટમાં ૫૦૧થી લઈને ૧૦૮ સૂર્યનમસ્કાર કરવા માટે લોકો પોતાના ઘરેથી જોડાશે

ક્યારે? : વીસ જૂન, સવારે

સાડાછ વાગ્યે

કેવી રીતે જોડાશો? : શમ્મી યોગાલયાની યુટ્યુબ ચૅનલ પર લાઇવ તમે આ પ્રોગ્રામમાં ભાગ

લઈ શકશો

કૃપાળુ કેવલબાગ ઑનલાઇન યોગા સેન્ટર

છેલ્લાં ૩૫ વર્ષોથી યોગ ‌પ્રશિક્ષણ આપી રહેલા યોગી કિરીટ ભટ્ટ દ્વારા યોગા ડે નિમિ‌ત્તે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે

ક્યારે? : ૨૧ જૂન સવારે સાતથી સવાઆઠ વાગ્યા દરમ્યાન

કેવી રીતે જોડાશો? : કાર્યક્રમમાં જોડાવા માટેની ગૂગલ લિન્ક મેળવવા માટે 9820689256 નંબર પર સંપર્ક કરી શકો છો

ફ્રી યોગા ક્લાસ નેક્સ્ટ ત્રણ દિવસ સુધી

વિવિધ યોગા ફૉર્મના સંયોજનવાળા યોગના ક્લાસ રીના જોશીએ યોગા ડે સુધી ફ્રીમાં શીખવવાનું નક્કી કર્યું છે. કયારે? : ૧૯, ૨૦, ૨૧ જૂન સુધી દિવસના ત્રણ સ્લૉટમાંથી કોઈ પણ સ્લૉટમાં તમે જોડાઈ શકો છો. સવારે છ, બપોરે બાર અને સાંજે છ વાગે.

કેવી રીતે જોડાશો? : 9833412097 નંબર પર સંપર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2021 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK