Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > World Heart Day:બ્લિન્કિંગ હાર્ટ દ્વારા લોકોને હૃદયના સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃતિ કરવાનો પ્રયાસ

World Heart Day:બ્લિન્કિંગ હાર્ટ દ્વારા લોકોને હૃદયના સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃતિ કરવાનો પ્રયાસ

29 September, 2022 01:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કાર્ડિયોવેસ્ક્યુલર રોગો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29મી સપ્ટેમ્બરે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસ (World Heart Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે હૃદયની બીમારીઓ, હાર્ટ એટેક અને સ્ટ્રોકથી પીડિત લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે.

હિન્દુજા હોસ્પિટલ

હિન્દુજા હોસ્પિટલ


કાર્ડિયોવેસ્ક્યુલર રોગો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29મી સપ્ટેમ્બરે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસ (World Heart Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે હૃદયની બીમારીઓ, હાર્ટ એટેક અને સ્ટ્રોકથી પીડિત લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આ ખાસ દિવસે પી.ડી. હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરની બિલ્ડિંગ પર બ્લિન્કિંગ હાર્ટ દ્વારા હૃદયના સ્વાસ્થ્ય વધુ જાગૃત થવાનો લોકોને સંદેશો આપ્યો છે.  

કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (CVDs)એ ભારતમાં મૃત્યુદરના મુખ્ય કારણોમાંનું એક છે. નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (NCDs) પર વિશ્વ આરોગ્ય સંસ્થાના દેશ મુજબના આંકડા અંદાજે છે કે NCDs કુલ મૃત્યુના લગભગ 53% હિસ્સો ધરાવે છે. આમાંથી CVD નો લગભગ 24% મોટો હિસ્સો છે. દેશભરમાં હાથ ધરવામાં આવેલા તબીબી અભ્યાસો અનુસાર 40 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 25% ભારતીયોને હાર્ટ એટેક અથવા હૃદય સંબંધિત અન્ય ગંભીર ગૂંચવણો થવાનું જોખમ છે. 40 થી 50 વર્ષની વયના લોકો માટે આ જોખમ 50% સુધી વધી જાય છે. જેની નોંધ લેતા પી.ડી. હિન્દુજા હોસ્પિટલ અને એમઆરસીનો હેતુ હાર્ટ હેલ્થના મહત્વ અને નિયમિત કસરત, બ્લડ સુગર, બ્લડ પ્રેશર અને 8 કલાકની ઊંઘની તપાસ જેવી તંદુરસ્ત ટેવો કેળવવાના મહત્વને પ્રકાશિત કરવાનો છે.



આ સંદર્ભે વાત કરતા પી.ડી. હિન્દુજા હોસ્પિટલ અને એમઆરસીના સીઓઓ જોય ચક્રવર્તીએ જણાવ્યું હતું કે `ભારતમાં હૃદયની તંદુરસ્તી એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. તાજેતરના સમયમાં ખાસ કરીને યુવાન વ્યક્તિઓમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. હૃદયના સ્વાસ્થ્યને તંદુરસ્ત જીવન સુનિશ્ચિત કરવા માટે સભાન પ્રયત્નો અને ધ્યાનની આવશ્યકતા છે. આ ઉપરાંત મુખ્ય કારણ લાંબા સમય સુધી કામના કલાકો, ઓછી ઊંઘ, અયોગ્ય આહારની આદતો અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે. આ પહેલ દ્વારા અમે હેયર હેલ્થને પ્રાથમિકતા આપવા અંગે જાગૃતિ લાવવા ઈચ્છીએ છીએ.`


આ પણ વાંચો: Corporate Bullying: ઑફિસમાં થતી હેરાનગતીને હળવાશથી લેવાની ભૂલ ન કરતાં

આ સાથે જ કન્સલ્ટન્ટ કોરોનરી ઇન્ટરવેન્શનિસ્ટ ડૉ. રાજેશ રાજાણીએ જણાવ્યું હતું કે, `યોગ્ય આહાર અને નિયમિતપણે કસરત કરવી એ મહત્વપૂર્ણ છે. હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ઊંઘ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઊંઘ એકંદર આરોગ્યને સીધી અસર કરે છે તેથી તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે ટૂંકા ગાળા અને ઊંઘની નબળી ગુણવત્તા હાઈ બ્લડ પ્રેશર, એલિવેટેડ કોલેસ્ટ્રોલ અને એથરોસ્ક્લેરોસિસ સાથે સંકળાયેલ છે. `


કાર્ડિયોવેસ્ક્યુલર રોગો આજે યુવાઓમાં પણ  જોવા મળે છે. તેથી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા જેવા જરૂરી પગલાં લેવા અને કોઈપણ લાંબા ગાળાની સ્વાસ્થ્ય ગૂંચવણોને ટાળવા માટે વિલંબ કર્યા વિના તાત્કાલિક તબીબી સહાય લેવી મહત્વપૂર્ણ છે. 27મી થી 29 સપ્ટેમ્બર સુધી પી.ડી. હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરે બિલ્ડિંગ પર બ્લિન્કિંગ હાર્ટ દ્વારા લોકોને હૃદય સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃત કરવાની પહેલ કરી. 

 

Whatsapp-channel Whatsapp-channel

29 September, 2022 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK