° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


શું આપણે એક કલાક પણ આપણા માટે ન કાઢી શકીએ?

06 September, 2021 05:08 PM IST | Mumbai | Rashmin Shah

‘ઉતરન’, ‘બંદિની’, ‘કહાની ઘર ઘર કી’ જેવી લૅન્ડમાર્ક સિરિયલોના સ્ટાર અને ‘અફરાતફરી’, ‘તંબુરો’, ‘છૂટી જશે છક્કા’, ‘શુભ આરંભ’ જેવી અનેક ગુજરાતી ફિલ્મોના લીડ ઍક્ટર ભરત ચાવડાના આ સવાલનો જવાબ ખરેખર દરેકે પોતાની જાતને પૂછવાની જરૂર છે

ભરત ચાવડા

ભરત ચાવડા

ફિટ રહેવાથી લાંબું જીવી શકાય એ ગેરમાન્યતા છે અને હમણાં જે રીતે સિદ્ધાર્થ શુક્લાનું ડેથ થયું એ જોતાં મોટા ભાગના લોકોના મનમાંથી આ ગેરમાન્યતા તૂટી ગઈ હશે. ફિટ રહેવું મતલબ લાંબું આયુષ્ય મેળવવું એવું નહીં પણ ફિટ રહેવું મતલબ કોઈ જાતના પેઇન વિના બેસ્ટ રીતે જીવવું. ફિટ રહેવું મતલબ બધી રીતે હૅપી રહેવું અને દુનિયાને પહેલી નજરે ગમી જઈએ એવી રીતે જીવવું. હું કહીશ કે સ્કૂલમાં અમુક સબ્જેક્ટ મસ્ટ છે એવી રીતે હવે ફિટનેસનો સબ્જેક્ટ તમામ સ્ટેટ ગવર્નમેન્ટે બધા સ્ટુડન્ટ માટે ફરજિયાત કરવો જોઈએ અને વર્કઆઉટની ટ્રેઇનિંગ આપવાનું ચાલુ કરી દેવું જોઈએ. જો બાળકો વર્કઆઉટ બાબતમાં સજાગ થશે, ફિટનેસ માટે અવેર થશે તો ઑટોમૅટિક એ અવેરનેસ ઘર સુધી પહોંચશે.

બચપન કી ટ્રેઇનિંગ મસ્ટ  |  ઇઝરાયલમાં નાનપણથી જ મિલિટરી ટ્રેઇનિંગ આપવામાં આવે છે, જેને લીધે એવું બને છે કે ઇઝરાયલમાં નાનાં-નાનાં બાળકોમાં પણ દેશભાવના પ્રબળ હોય છે. આપણે એ કામ વર્કઆઉટ માટે, ફિટનેસ માટે કરી શકીએ. જો નાનપણથી જ આ બચ્ચાંઓને સમજાવવામાં આવશે કે પીત્ઝા, બર્ગર, વેફર્સ, કોલ્ડ ડ્રિન્ક્સ નુકસાનકર્તા છે તો નૅચરલી એ અટકતાં શીખશે. આપણે ગુજરાતીઓ તળેલું પુષ્કળ ખાઈએ છીએ પણ જો બાળકો જ સ્કૂલમાં એ ફ્રાઇડ સ્નૅક્સ લઈ જવાની ના પાડશે તો ઑટોમૅટિકલી મમ્મીઓ નવા ઑપ્શન શોધશે.

સાઉન્ડ સ્લીપ છે ઇમ્પોર્ટન્ટ  |  ફિટનેસ માટે સાઉન્ડ સ્લ‌ીપ બહુ મહત્ત્વની છે પણ એના વિશે ભાગ્યે જ કોઈ વાત કરે છે. ઊંઘ ખરેખર તો સેલ્ફ-હીલિંગ પ્રોસેસ છે પણ આ પ્રોસેસ ત્યારે જ શક્ય બને જ્યારે સાઉન્ડ સ્લીપ હોય. ઘણા દસ અને બાર કલાક સૂએ પણ તેમની ઊંઘ પેલું કહેવાયને કાગ-ઊંઘ જેવી હોય. કાં તો જાગતા સૂતા હોય એટલે કે તેમનું મન સતત વિચારો કર્યા કરતું હોય અને કાં તો જરાક અમસ્તો અવાજ પણ તેમને જગાડી દેતો હોય. ચાર કલાકની ઊંઘ હશે તો પણ ચાલશે, પણ એ જોઈશે સાઉન્ડ સ્લીપ. સાઉન્ડ સ્લીપથી બૉડીમાં જબરદસ્ત ફ્રેશનેસ અને એનર્જી આવે છે.

સાઉન્ડ સ્લીપ માટે બેસ્ટ જો કંઈ હોય તો એ છે હેલ્ધી ફૂડ અને વર્કઆઉટ. શરીર થાક્યું હશે અને હેલ્ધી ફૂડ મળ્યું હશે તો એ આપોઆપ મસ્ત ઊંઘ કરશે. ફૂડ એવું રાખવું કે જેને ડાઇજેસ્ટ કરવામાં શરીરને ઓછામાં ઓછી મહેનત કરવી પડતી હોય, જેના માટે મેટાબોલિઝ્મ સારું હોય એ જરૂરી છે. જો એ થઈ શક્યું તો તમારું વર્કઆઉટ સાતમા દિવસે બૉડી પર દેખાવું શરૂ થઈ જશે.

બે કલાક વર્કઆઉટ  |  આપણી ભૂલ કઈ છે એ જુઓ તમે. આપણે વર્કઆઉટ કરીએ પણ ફૂડની બાબતમાં સજાગતા લાવીએ નહીં. આપણે વર્કઆઉટ કરીએ પણ ઊંઘની બાબતમાં જરા પણ સભાન ન રહીએ. મારી વાત કરું, હું રોજ બે કલાક વર્કઆઉટ કરું છું. વર્કઆઉટ દરમ્યાન બે કલાક ફોન પણ બંધ. હું અને મારો ટ્રેઇનર બે જ હોઈએ. શરૂઆત વૉર્મ-અપ એક્સરસાઇઝથી થાય અને એ પછી લેગ, બાઇસેપ્સ, ટ્રાઇસેપ્સ, ચેસ્ટ, શોલ્ડર એમ બધા માટે ટાઇમ કાઢવાનો અને એ પણ પ્રૉપર ટેક્નિકથી જ કરવાનું. વર્કઆઉટની શરૂઆત ટફ હોય છે એટલે તમારે રફ બનવાની તૈયારી રાખવાની. જાતને બહુ પંપાળવાની નહીં. એકવીસ દિવસ જો વર્કઆઉટ કરતા રહ્યા તો એ પછી આદત બની જશે અને બૉડી ઑટોમૅટિકલી ઍડ્જસ્ટ થઈ જશે.

વર્કઆઉટ માટે હું જિમમાં જાઉં છું પણ જિમમાં જવું જરૂરી નથી. તમને નવાઈ લાગશે પણ ઘરમાં લોટનો જે ડબ્બો હોય એનાથી અઢાર પ્રકારની વેઇટ એક્સરસાઇઝ કરી શકાય. બે ચૅર ગોઠવીને બૉડીની પુલ-અપ માટે સાત એક્સરસાઇઝ થઈ શકે. કહેવાનો મતલબ એટલો કે જિમ નહીં, એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે. એની આદત પડશે તો બૉડી ઑટોમૅટિકલી યાદ કરાવશે કે વર્કઆઉટનો ટાઇમ થઈ ગયો છે.

આજ ખાને મેં ક્યા હૈ?  | ફૂડ ઇન્ટેક માટે દરેકે પોતાની બૉડીને ઑબ્ઝર્વ કરવાની. એક વાર ઑબ્ઝર્વ કરવાનું શરૂ કરશો તો તમને પોતાને ઑટોમૅટિકલી તમારી ફૂડ-પૅટર્નની ખબર પડશે. તમારી બૉડી માટે શું બેસ્ટ છે એના જજ તમારે જ બનવાનું હોય.

મારી વાત કરું તો હું બ્રેકફાસ્ટ રાજાની જેમ કરું. જે મન થાય એ ખાવાનું. પરાંઠાં, આલૂ પરાંઠાં, બટર કે ચીઝવાળી આઇટમથી લઈને જે મને થાય એ ખાવાનું પણ હા, નાના બાઇટ સાથે અને ચાવી-ચાવીને. ધીમે-ધીમે ખાવાથી ઓછું ખવાય છે એ મેં પોતે અનુભવ્યું છે. બ્રેકફાસ્ટની વાત આવે તો મને કોઈ સંકોચ ન હોય. જે પણ મળે એ હું ખાઉં. લંચ ટાઇમે હું મ‌િડલ ક્લાસ બની જઉં. બધું સાદું, સરળ અને ઓછા મરીમસાલાવાળું ખાવાનું અને રાતના સમયે ગરીબ માણસની જેમ ખીચડી અને દહીં. ડ‌િનર સાંજે સાત વાગ્યે પૂરું કરી લઉં અને એ પછી બાર કલાક સુધી કંઈ નહીં ખાવાનું. સીધું સવારે સાત વાગ્યે બ્રેકફાસ્ટ માટે ડાઇનિંગ ટેબલ પર જવાનું. ખાવામાં દિવસમાં એકાદ વાર પનીર કે સ્પાઉટ્સ લઉં પણ ધારો કે ન મળે તો મારો વિરોધ ન હોય. જોકે આ બન્ને વરાઇટી છે પણ એવી કે એ આસાનીથી મળી જ જાય.

મેન્ટલ બ્લૉક માટે વર્કઆઉટ

બસ, એક જ કલાક આપણે આપણા માટે કાઢવાનો છે અને એમાં પણ આપણે આળસ કરીએ છીએ, પણ ન કરો. એવું હું કહીશ કે શરીર માટે નહીં તો મન માટે પણ વર્કઆઉટ કરો. મેન્ટલ બ્લૉક હટાવવા માટે કે પછી સ્ટ્રેસ-ફ્રી રહેવા માટે પણ વર્કઆઉટ જરૂરી છે. વર્કઆઉટમાં તમને ગમે એ ફિઝિકલ ઍક્ટિવિટી કરો પણ કરો. યોગથી લઈને મેડિટેશન, પ્રાણાયામ, સ્વિમિંગ, સ્કિપિંગ, સાઇક્લિંગ જે ગમે, જે ફાવે એ કરો પણ કરો, કરો અને કરો જ. એવું ધારીને કરો કે એક કલાક મોબાઇલમાં નેટવર્ક નહોતું એટલે જખ મારીને પણ સમય પસાર કરવાનો છે.

ગોલ્ડન વર્ડ્સ : માણસ પહેલેથી થોડો આળસુ પ્રકૃતિનો ખરો પણ મોબાઇલે તેને વધારે શારીરિક રીતે વધારે આળસુ બનાવ્યો છે.

06 September, 2021 05:08 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

બાળકને કરમિયાની તકલીફ વધી જાય ત્યારે શું કરવું?

બાળકોના પેટમાં કરમિયા થતા જ હોય છે અને ચોમાસામાં એ વધુ થાય છે. એ પણ મોટા ભાગે પાણીજન્ય છે

15 October, 2021 07:01 IST | Mumbai | Dr. Pankaj Parekh
હેલ્થ ટિપ્સ

ડાયાબિટીઝને કારણે થતા મસલ લૉસ માટે શું કાળજી લેવી ?

ફાંદ પર ચરબીનો થર એવો ને એવો જ છે. શું મારું વજન ઊતરે છે? વજન કાંટા પર ખાસ કઈ લાગતું નથી કે વજન ઊતરતું હોય. તો આ હાથ-પગ પાતળા થવાનું શું કારણ છે? એવું ન થાય એ માટે મારે શું કરવું?

13 October, 2021 07:42 IST | Mumbai | Dr. Meeta Shah
હેલ્થ ટિપ્સ

જરૂર પડ્યે ત્રણ-ચાર કિલોમીટર દોડી શકો એનું નામ ફિટનેસ

પ્રતીક ગાંધી સાથે ફિલ્મ ‘લવની લવ સ્ટોરી’થી કરી અને ત્યાર પછી તો અનેક ફિલ્મો અને ટીવી સિરિયલ કરી. માત્ર વીસ વર્ષની આંચલ અત્યારે ‘અડુકો દડુકો’ અને ‘રીબાઉન્ડ’ નામની બે ફિલ્મોનું શૂટ કરે છે.

12 October, 2021 12:43 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK