° °

આજનું ઇ-પેપર
Wednesday, 05 October, 2022


સ્તનપાન કરાવતી માએ સ્લીપિંગ પિલ્સ લેવાય?

09 August, 2022 05:52 PM IST | Mumbai
Dr. Suruchi Desai

૬ મહિનાથી હું સૂતી જ નથી. બાળકો સૂઈ ગયાં હોય તો પણ હું સૂઈ નથી શકતી. મારી અપૂરતી ઊંઘની બાળક પર શું અસર થશે? શું સ્લીપિંગ પિલ્સ લઈ શકું, જેથી સારી ઊંઘ આવે?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય (આઇસ્ટૉક) ઓ.પી.ડી.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય (આઇસ્ટૉક)

મારાં જોડિયાં બાળકો અત્યારે ૭ મહિનાનાં છે. પ્રેગ્નન્સીના છેલ્લા ૩ મહિના મારા મોટા પેટને લીધે હું સૂઈ જ નથી શકી અને ડિલિવરી પછી તો ઊંઘ શું હોય છે એની જ મને ખબર નથી. રાત્રે લગભગ ૪-૫ વાર ઊઠવું પડે છે. દિવસે ક્યારેક ઊંઘ થાય તો ક્યારેક ન થાય એવા મેં પહેલા ૬ મહિના કાઢ્યા. હવે મારાં બાળકો ઘણાં સેટલ છે. રાત્રે દૂધ પીવા માટે બન્ને બે વાર ઊઠે છે, એટલે મને રાતે ઊંઘ નથી આવતી. ૬ મહિનાથી હું સૂતી જ નથી. બાળકો સૂઈ ગયાં હોય તો પણ હું સૂઈ નથી શકતી. મારી અપૂરતી ઊંઘની બાળક પર શું અસર થશે? શું સ્લીપિંગ પિલ્સ લઈ શકું, જેથી સારી ઊંઘ આવે?

અપૂરતી ઊંઘની સમસ્યા દરેક નવી માને થાય જ છે. એમાં પણ તમારે તો જોડિયાં બાળકો છે અને ડબલ જવાબદારી થઈ જાય. પ્રેગ્નન્સીનો છેલ્લો સમય અને ડિલિવરી પછી એમ સ્ત્રીઓ ઘણા મહિના સતત અપૂરતી ઊંઘનો શિકાર બને છે. આ પરિસ્થિતિ ગંભીર છે. અપૂરતી ઊંઘને કારણે સ્ત્રીઓમાં થાક, ચીડ, ગુસ્સો, કામ કરવાની અક્ષમતા, નિર્ણયશક્તિ પર અસર, સેક્સ માટેની અરુચિ જેવાં લક્ષણો દેખાય છે. જેની અસર તેમના પોતાના આપસી સંબંધો અને કામ પર પડતી હોય છે. વળી, જ્યારે અપૂરતી ઊંઘની સમસ્યા લાંબા સમયથી હોય એને ક્રૉનિક સ્લીપ ડીપ્રાઇવેશન કહે છે. એનાથી ઓબેસિટી, ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ, બ્લડપ્રેશર જેવી મોટી બીમારીઓને આમંત્રણ મળી શકે છે. હકીકત એ છે કે કોઈ પણ બીમારીની જડમાં અપૂરતી ઊંઘ કારણભૂત બને છે. એ રોગપ્રતિકારક શક્તિને પણ નબળી કરે છે. માણસની મૂળભૂત જરૂરિયાતોમાં શ્વાસ પછીનું સ્થાન ઊંઘનું છે. સ્ત્રીએ આ સમજવું જરૂરી છે. માટે રાતની ઊંઘ અનિવાર્ય છે.

પરંતુ એ માટે સ્લીપિંગ પિલ્સ લેવી બિલકુલ યોગ્ય નથી. જો સ્ત્રી પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશનનો ભોગ બની હોય તો અમે તેમને અમુક જરૂરી દવા મેડિકલ સુપરવિઝનમાં આપતા હોઈએ છીએ, જે સેફ હોય, પરંતુ એ સિવાય એ લેવી યોગ્ય નથી. લેક્ટેશન ચાલુ હોય ત્યારે એ ન લઈ શકાય. તમારી જે સાઇકલ ડિસ્ટર્બ થઈ છે એને ઠીક કરો. દિવસે ઓછું અને રાતે વધુ સૂવાનું રાખો. સ્લીપ હાઇજીન ફૉલો કરો. દિવસે ફિઝિકલ થાક લાગશે તો રાતે જલદી ઊંઘ આવશે. બાળક સૂએ ત્યારે સૂઈ જવાનો રૂલ દરેક મા પાળે તો એ અપૂરતી ઊંઘનો શિકાર બનશે નહીં, કારણ કે આ ઉંમરનાં બાળકો એમનેમ પણ ૧૨થી ૧૮ કલાક સૂતાં જ હોય છે.

09 August, 2022 05:52 PM IST | Mumbai | Dr. Suruchi Desai

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

બ્લૉકેજ ૬૦-૭૦ ટકા હોય તો પણ અટૅક આવી શકે?

૮૦-૯૦ ટકા બ્લૉકેજ હોય તો અટૅકનું રિસ્ક વધી જાય છે

05 October, 2022 02:40 IST | Mumbai | Dr. Bipeenchandra Bhamre
હેલ્થ ટિપ્સ

ઘાસ પર જ નહીં, પથરાળ રસ્તા પર પણ ખુલ્લા પગે ચાલવું જોઈએ

લીલા ઘાસ પર ચાલવાથી અનેક ફાયદા થાય છે એવું તો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ હવે બગીચા પર ઘાસની વચ્ચે પથ્થર ફિક્સ કરીને બનાવેલી પગદંડી પર ચાલવાનું પણ ચૂકશો નહીં. હા,એ માટે શું ધ્યાન રાખવું એ સમજી લેજો

05 October, 2022 01:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેલ્થ ટિપ્સ

હજી ત્રીસીમાં છું ત્યારે મોતિયો આવી જાય?

ઇલાજ સમજવા માટે તમારે મોતિયાને સમજવો જરૂરી છે

04 October, 2022 05:41 IST | Mumbai | Dr. Himanshu Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK