° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


રાતે મોડા સુધી જાગવું હોય ત્યારે કૅફીનનું ઑલ્ટરનેટિવ શું છે?

20 September, 2022 03:05 PM IST | Mumbai
Dr. Yogita Goradia

સાંજે ૪ વાગ્યા પછી કોઈ પણ ચા કે કૉફી જેવાં પીણાં ન લેવાં

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) ઓ.પી.ડી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૩૨ વર્ષની છું અને આજકાલ મારે ઑફિસમાં ખૂબ જ કામ હોય છે. રાત-રાતભર ઘણી વાર જાગવું પડે છે. સવારે ૮થી રાત્રે ૧ વાગ્યા સુધી સતત જો એનર્જીમાં રહેવું હોય અને સ્પેશ્યલી જાગવું હોય તો મારે કૉફી પીવી જ પડે છે. મારી પાસે બીજું કોઈ ઑલ્ટરનેટિવ જ નથી. હજી આ આખો મહિનો કામમાં આમ જ જવાનો છે ત્યારે દિવસની ૩-૪ અને રાતે ૪-૫ કૉફી હું પી લઉં છું, ત્યારે જ જાગી શકું છું. મને ખબર છે કે આટલી કૉફી મારા માટે સારી નથી, પરંતુ એના સિવાય મારી પાસે ઉપાય જ નથી. વળી, કામમાં વચ્ચે-વચ્ચે બ્રેક મળે છે, પણ એ નાના બ્રેક્સમાં હું મેન્ટલી એટલી થાકેલી રહું છું કે બીજું કઈ નથી કરી શકતી. કૉફી સિવાય બીજું શું કરી શકાય, જેથી હું રાતે જાગી શકું.
 
રાતે જ્યારે જાગવું જ પડે ત્યારે મોટા ભાગના લોકો કૅફીન જ લે છે, કારણ કે તેમને એ રસ્તો સરળ લાગે છે, પરંતુ હકીકત એ છે કે એક તો રાતે જાગીને તમે આમ પણ હેલ્થ ખરાબ કરો છો અને કૅફીન લઈને એને વધુ ખરાબ કરો છો. એ સારું છે કે તમે આ બાબતે જાગ્રત છો કે તમારે એ ન કરવું જોઈએ. સાંજે ૪ વાગ્યા પછી કોઈ પણ ચા કે કૉફી જેવાં પીણાં ન લેવાં. તો પછી જાગવા માટે શું કરવું? તો એનો જવાબ આ રહ્યો.

રાતે જાગવાનું ટાળી શકાય એમ ન હોય ત્યારે પહેલી વસ્તુ એ કે તમે તમારું હાઇડ્રેશન જાળવો. એટલે આખા દિવસ અને જરૂર પડે તો રાતે પણ હાઇડ્રેટ રહેવા માટે લીંબુ-પાણી લઈ શકાય. લીંબુ શરબત લો તો પણ સારું, કારણ કે આખી રાત ફક્ત જાગવાનું નથી, મગજ પણ એટલું ચાલવું જોઈએ. મગજ ચલાવવા માટે શુગર કે કાર્બ્સ જોશે જ. બીજું એ કે રાતે ડિનર સમય પર લો અને લાઇટ ડિનર નહીં, પ્રૉપર ડિનર કરો, જેથી રાતે જાગતી વખતે કોઈ ક્રેવીન્ગ્સ ન થાય. પેટ ભરેલું હોય એટલે મગજ ચાલશે. ડિનરમાં ફક્ત સૅલડ-સૂપ ન ખાઓ, એમ જન્ક પણ ન ખાઓ. કૉમ્પ્લેક્સ કાર્બ્સવાળું ડિનર કરશો તો દિવસમાં લંચની સાથે કે એની પહેલાં સૅલડ ખાઓ, બ્રેક જે મળે છે એમાં અડધાથી પોણા કલાકની પણ એક્સરસાઇઝ કરો અને સૌથી મહત્ત્વની વાત છે કે નૅપ લો. વચ્ચે સમય મળે ત્યારે સૂઈ જાઓ. કોઈક રીતે તો તમારે ઊંઘ પૂરી કરવી જ પડશે, છતાં રાતે ભૂખ લાગે તો નટ્સ ખાઓ. મખાના ખાઓ. આમ, કૅફીનની જરૂર નહી પડે.

20 September, 2022 03:05 PM IST | Mumbai | Dr. Yogita Goradia

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

ઍન્કિલોઝિંગ સ્પૉન્ડિલોસિસમાં મારી એક્સરસાઇઝના કલાકો હું ઘટાડી શકું કે નહીં?

તમે એક્સરસાઇઝ ઓછી કરશો તો બધું અકળાઈ જ જશે, એમ માનવાની જરૂર નથી

26 September, 2022 04:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેલ્થ ટિપ્સ

બાળકના દૂધિયા દાંત વચ્ચે જગ્યા વધુ લાગે છે, શું કરવું?

ચિંતા છે કે એ મોટો થાય તો એનું ચોકઠું કેવું દેખાશે?

23 September, 2022 01:39 IST | Mumbai | Dr. Rajesh Kamdar
હેલ્થ ટિપ્સ

ડાયાબિટીઝમાં વીગન બનવાથી ફાયદો થાય?

ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિ વીગન બને છે એનું ડાયાબિટીઝ રિવર્સ પણ થાય છે, કારણ કે આ એક લાઇફ-સ્ટાઇલ ડિસીઝ છે

21 September, 2022 05:02 IST | Mumbai | Dr. Sanajy Chhajed

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK