° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


ઠંડીમાં સવારે પગની પાની બહુ દુખે છે

07 December, 2021 04:17 PM IST | Mumbai | Dr. Sanajy Chhajed

સવારના સમયે લિટરલી આંખમાંથી આંસુ પડી જાય એટલું દુખે છે. જેમ-જેમ દિવસ ચડતો જાય અને થોડું-થોડું પરાણે ચાલુ એ પછીથી થોડીક રાહત થાય. શું આયુર્વેદમાં આનો કોઈ ઉકેલ છે? 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૫ વર્ષ છે અને મને છેલ્લાં બે વર્ષથી ઠંડીમાં પગની પાની દુખે છે. પહેલાં તો બહુ ચાલવાનું થતું ત્યારે જ દુખાવો થતો, પણ હવે તો ઠંડીમાં પાનીનો ભાગ એટલો દુખે છે કે ઊઠીને પથારીમાંથી નીચે પગ મુકાતો જ નથી. સવારના સમયે લિટરલી આંખમાંથી આંસુ પડી જાય એટલું દુખે છે. જેમ-જેમ દિવસ ચડતો જાય અને થોડું-થોડું પરાણે ચાલુ એ પછીથી થોડીક રાહત થાય. શું આયુર્વેદમાં આનો કોઈ ઉકેલ છે? 
 
ઠંડીમાં પગની પાની દુખવાનું કારણ છે સ્થાનિક વાત. સવારના સમયે આમેય વાતનું પ્રમાણ વધી જાય છે. કોઈકને ત્રણ-ચાર મિનિટ દુખાવો થાય તો કોઈકને એકાદ કલાક. આ બહુ જ કૉમન તકલીફ છે. એને પ્રિવેન્ટ કરવા માટે સૌથી પહેલાં તો વજન વધવા ન દેવું એ પહેલું પગલું છે. વજન વધારે હોય તેમને આ સમસ્યા વધુ કનડે છે. જો તમારું વજન હાઇટના પ્રમાણમાં વધારે હોય તો વેઇટલૉસ માટે સજાગ થઈને કામ કરવું. જો ઘરમાં માર્બલ હોય અથવા તો લાદી બહુ ઠંડી થતી હોય તો ખુલ્લા પગે ચાલવાનું ટાળો. ઘરમાં પહેરવાના રબરના સ્લીપર અથવા તો કપડાંનાં સ્લીપર પહેરશો તો પગ ઢંકાયેલા રહેશે. 
બીજું, દુખાવા માટે ગરમ પાણીમાં આખું મીઠું નાખીને એમાં પગ બોળીને શેક કરવો. સવાર-સાંજ બન્ને ટાઇમ આ આદત રાખો. એક દિવસમાં ફરક નહીં પડે. ત્રણ-ચાર દિવસ નિયમિત કરશો એ પછી દુખાવામાં રાહત વર્તાશે. ઠંડીની સીઝનમાં આ આદત સારી છે. 
જો મીઠાના ગરમ પાણીના શેક પછી પણ દુખાવો ન મટતો હોય તો માલિશ કરવી. મોરીવેન્ના ઑઇલ અથવા તો સાદું સરસવનું તેલ લઈને માલિશ કર્યા પછી શેક કરવો. ઘણા લોકોને સ્થાનિક વાતની તકલીફ લાંબા સમયથી રહેતી હોય છે. એવામાં એક ચૂર્ણ બનાવીને રોજ ફાકવું. અશ્વગંધા, સૂંઠ, મેથીનો ભુક્કો, અજમો, સૂવા સરખે ભાગે લેવાનું. એમાં પા ભાગનું પીપરામૂળ ઉમેરવાનું. આ ચૂર્ણને બરાબર મિક્સ કરીને કાચની બરણીમાં ભરી રાખવું. રોજ સવાર-સાંજ આ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાનું રાખવું. આ ચૂર્ણ દરેક પ્રકારના વાયુના પ્રૉબ્લેમમાં કામ આવે છે. 
ઉપરના તમામ ઉપાયો પછી પણ સવારે પાની દુખવાની સમસ્યામાં રાહત ન મળતી હોય તો પછી વેધન અથવા તો અગ્નિકર્મની ક્રિયા કરાવવી જોઈએ. આ પ્રક્રિયા અનુભવી વૈદ્ય પાસે કરાવવી. 

07 December, 2021 04:17 PM IST | Mumbai | Dr. Sanajy Chhajed

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

મરચાં મને જરાય સદતા નથી, શું કરવું?

મને એ સમજાતું નથી કે એક સમયમાં હું ૧૦ મરચાં પણ કાચા ખાઈ જતો અને મને કઈ થતું નહીં, આજે બે મરચાંમાં હાલત ખરાબ થઈ જાય છે. જીભ મરચું માગે છે અને પેટ એ તીખાશ સહન કરી નથી શકતું. આ બાબતે કોઈ ઉપાય છે?

12 January, 2022 11:22 IST | Mumbai | Yogita Goradia
હેલ્થ ટિપ્સ

ફાટેલા હોઠ અને એડી માટે શું કરવું?

શિયાળો શરૂ થાય એ પહેલાં જ સતર્કતાપૂર્વક તમારે તમારા હોઠ અને એડીની સંભાળ રાખવાનું શરૂ કરી દેવું હતું

11 January, 2022 01:37 IST | Mumbai | Dr. Sanajy Chhajed
હેલ્થ ટિપ્સ

ઍક્યુટ લિવર ફેલ્યરમાં ટ્રાન્સપ્લાન્ટ જ છેલ્લો ઉપાય છે?

ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ ખર્ચાળ હોય છે એટલે જાણવું છે કે શું ઍક્યુટ લિવર ડિસીઝમાં ટ્રાન્સપ્લાન્ટ જ છેલ્લો ઉપાય છે? કે બીજું કંઈ પણ થઈ શકે છે?

10 January, 2022 08:47 IST | Mumbai | Dr. Samir Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK