° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


રનિંગ અને જૉગિંગ બહાર થઈ શકે તો જિમમાં જઈને કાર્ડિયો શું કામ કરવાનું?

10 May, 2022 12:18 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

આ સવાલ કરે છે સબ ટીવીના શો ‘મૅડમ સર’ની સ્ટેશન હાઉસ ઑફિસર હસીના મલિક એટલે કે ગુલકી જોષી. અઢળક સિરિયલમાં લીડ કૅરૅક્ટર કરી ચૂકેલી ગુલકીનું માનવું છે કે ફ્રેશ ઍર લેવાની તક ક્યારેય પણ જતી ન કરવી. શરીરમાં આવતી ફ્રેશ ઍર પણ વર્કઆઉટનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે

રનિંગ અને જૉગિંગ બહાર થઈ શકે તો જિમમાં જઈને કાર્ડિયો શું કામ કરવાનું? ફિટ & ફાઈન

રનિંગ અને જૉગિંગ બહાર થઈ શકે તો જિમમાં જઈને કાર્ડિયો શું કામ કરવાનું?

મારે મન ફિટનેસ એટલે માત્ર લુક નથી. ઘણા એવું કહે કે મારો દેખાવ ખરાબ ન લાગે એટલે હું વર્કઆઉટ કરું છું. આવું કહીને ડાયટિંગ કરનારાઓ પણ ખૂબ છે પણ હું કહીશ કે ફિટનેસ એટલે લુક નહીં પણ તમારી હેલ્થ. તમારી ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ હોય, તમારામાં ભરપૂર એનર્જી હોય, તમે સતત ખુશ રહેતા હો અને એ બધાથી સાથોસાથ તમારો લુક સરસ હોય. આ બધાનું ટોટલ એટલે ફિટનેસ. ફિટનેસ માટે આપણે હવે નાનપણથી જ બાળકોને ટ્રેઇન કરતાં જઈએ એવું મને લાગે છે, કારણ કે બૉડી એક વખત કન્ટ્રોલ બહાર જાય એ પછી એને ફરીથી ટ્રૅક પર લાવવાનું કામ થોડું અઘરું છે અને એ માટેનું કારણ પણ પેલી બૅડ ફૅટ છે એવું મને લાગે છે. તમે જોશો તો તમને પણ દેખાશે કે જે લોકો ફિટનેસને ઇમ્પોર્ટન્સ નથી આપતા એવા લોકોની કામ કરવાની સ્ટાઇલમાં પણ નિરાશા દેખાઈ આવે. હું કહીશ કે વર્કઆઉટ શરૂ કરતાં પહેલાં એ માટેનું મોટિવેશન શોધી લો. મોટિવેશન મળી જશે તો આપોઆપ ગોલ સેટ થશે. મેં ઘણા એવા લોકો જોયા છે જે પોતાના વેડિંગ પહેલાં નક્કી કરી લે કે મારે આટલા કિલો તો વેઇટ ઉતારવું જ છે અને એ ઉતારીને પણ રહે. આ ગોલ છે અને મોટિવેશન, વેડિંગના પેલા ડિઝાઇનર ક્લોથ્સ છે. રૂટીન લાઇફમાં પણ એવું થવું જોઈએ. જો એક વાર મોટિવેશન આવશે તો પછી તમારું વર્કઆઉટ ભાગ્યે જ રોકાશે.
મારા માટે વર્કઆઉટ મોટિવેશન મારું કામ છે. હું ઍક્ટર છું એટલે મારે સ્ક્રીન પર સતત સારું દેખાવાનું હોય છે. આ સારા દેખાવા માટે જે મહેનત કરવી પડે એ મહેનતમાં એક વર્કઆઉટ પણ છે એટલે હું એમાં ક્યારેય બ્રેક લેતી નથી. આ ઉપરાંત મારા કામને લીધે મારે એનર્જેટિક પણ રહેવાનું હોય છે અને બાર કલાકની શિફ્ટ હોય, પ્લસ આવવા-જવાના સહેજે બે કલાક તમે ગણો તો ૧૪ કલાક એકધારું કામ અને એ પછીનાં રૂટીન કામ એટલે એ રીતે પણ મારા માટે વર્કઆઉટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે અને ત્રીજું કારણ. હું જે ફીલ્ડમાં છું એ ફીલ્ડમાં સતત હૅપીનેસ સાથે રહેવું જોઈએ. ઍટ લીસ્ટ મને એવું લાગે છે. મૂડ સ્વિંગ્સ ન ચાલે. આમ તો એ ક્યાંય ન ચાલે પણ અમારી ઇન્ડસ્ટ્રીમાં એક જો મૂડ સ્વિંગ્સ પર હોય તો બીજા બધાની મહેનત પર પાણી ફરી વળે. આ બધાં કારણો જ મને મોટિવેશન આપે છે અને હું વર્કઆઉટ માટે તૈયાર રહું છું.
હું અને મારું વર્કઆઉટ | હું યોગ કરું છું, મેડિટેશન કરું છું અને સાથે-સાથે રનિંગ કરું છું. જિમમાં જઈને કાર્ડિયો કરવાને બદલે હું રનિંગને વધારે પ્રિફર કરું છું. તમને જો કાડિર્યો કરવું જિમમાં ગમે તો પણ વાંધો નહીં પણ બહારના ખુલ્લા વાતાવરણમાં અને એ પણ મૉર્નિંગ ટાઇમમાં રનિંગ અને જૉગિંગ કરો તો ફ્રેશ ઍર પણ તમારી બૉડીને મળતી રહે, જે તમારા મૂડ માટે બહુ ઉપયોગી છે. 
ઘણા સવાર અને સાંજ એમ બે ટાઇમ વર્કઆઉટમાં કાઢે છે પણ હું કહીશ કે એટલું બધું એક્સરસાઇઝ આધારિત થવાને બદલે બેટર છે કે તમે ઍક્ટિવનેસ વધારો. જો ઍક્ટિવ હશો તો બૉડીને નૅચરલ એક્સરસાઇઝ મળતી જશે અને બહુ બધું વર્કઆઉટ કરવાની જરૂર નહીં પડે.
યોગ અને પ્રાણાયામ કે પછી જિમના વર્કઆઉટમાં જો કોઈને રસ ન પડતો હોય તો રોજનો એક કલાક રનિંગ, જૉગિંગ કે વૉકિંગ પણ કરી શકો. વાત એ છે કે તમારી બૉડીમાંથી પસીનો બહાર આવે. પરસેવો જેટલો બહાર કાઢો એટલું સારું છે. બેઠાડુ જીવન હોય તો પણ એક કલાક કાર્ડિયો ઇનફ છે. ધારો કે એક કલાક એકસાથે ન કરી શકો તો ધીમે-ધીમે તમે સ્ટ્રેંગ્થ વધારો. વર્કઆઉટ સ્ટ્રેંગ્થ વધારવાનું જ કામ છે. હા, મારે કહેવું છે કે રનિંગ, વૉકિંગ કે જૉગિંગ દરમ્યાન શક્ય હોય તો મનને એકદમ ખાલી રાખો. મ્યુઝિક પણ અવૉઇડ થાય તો ખૂબ સારું. આ એક કલાક દરમ્યાન ફોન પણ નહીં લેવાનો અને પાર્ટનર સાથે વાત પણ નહીં કરવાની. તમે અને તમારી બૉડી એમ બે જ રહેવાં જોઈએ.
જાણો, ભૂખ લાગી છે કે તરસ? | મોટા ભાગના લોકો આ ભૂલ કરે છે અને તરસને ભૂખ સમજીને કંઈ ને કંઈ ખાઈ લે છે. એવું ન થાય એ માટે પહેલાં જાતને પૂછો કે તમને તરસ લાગી છે કે ભૂખ અને એ પણ કહું તમને, તરસ હંમેશાં વારંવાર લાગે અને ભૂખ દિવસમાં ત્રણ જ વાર લાગે માટે એ સિવાયના સમયને ભૂખ માનવાની ભૂલ ન કરો. ખાવાનો એક ચોક્કસ સમય રાખશો તો તમે જાતે જ જાણી શકશો કે તમારે બૉડીને લિક્વિડ આપવાનું છે કે પછી નક્કર ફૂડ.
ફૂડની બાબતમાં નિયમ રાખો કે બ્રેકફાસ્ટ એકને બાદ કરતાં એક પણ મીલ ફુલ પેટ નથી લેવાનું. સિત્તેર ટકા જ ફૂડ લેવાનું. થોડું પેટ ખાલી રાખો એવું કહેવાને બદલે હું કહીશ કે આખું પેટ ભરીને ન રાખો. જો મને પરોઠાં-શાક કે દાળ-ભાત કે ખીચડી મળી જાય તો મને જન્નત મળ્યું એવું માની લઉં અને હું ધ્યાન રાખું કે મારા નસીબમાં આ જન્નત ત્રણેત્રણ ટાઇમ રહે. અમારે ત્યાં સૉલ્ટી, સ્વીટ કે સ્પાઇસી ફૂડ બનતું જ નથી અને અમારા ફૂડમાં અમે શુગરનો ઉપયોગ નથી કરતા, એને બદલે જૅગરી પાઉડર યુઝ થાય છે. એક પણ વરાઇટીમાં ઉપરથી સૉલ્ટ લેવાનું નહીં. દહીં કે છાશમાં પણ નહીં.  

ગોલ્ડન વર્ડ્‍સ
બૉડીનું એવું કે એક વખત એને વર્કઆઉટની આદત પડશે તો એ પછી બીજા દિવસે સામેથી જ વર્કઆઉટની ડિમાન્ડ કરશે એટલે બૉડીને વર્કઆઉટની આદત આપો.

10 May, 2022 12:18 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

સફેદ નહીં, લાલ કે કાળું માટલું જ વાપરજો

કેમ કે માટી નૅચરલી રેડ કે બ્લૅક જ હોય છે, વાઇટ નહીં. ઉનાળામાં ફ્રિજના પાણી કરતાં માટીના ઘડામાં ભરીને રાખેલું પાણી ઝટપટ તરસ તો છીપાવશે જ પણ સાથે ગળાની અનેક તકલીફોથી પણ દૂર રાખશે

18 May, 2022 12:24 IST | Mumbai | Sejal Patel
હેલ્થ ટિપ્સ

બેસીને ઊભા થવા જતાં હું ફસડાઈ પડું છું, શું કરું?

આખો દિવસ ઘરમાં એસીની ઠંડકમાં રહું છું, પરંતુ કાલે સાંજે પાર્કમાં ગયો હતો અને બેન્ચ પર બેઠા પછી ઘરે જવા ઊઠ્યો ત્યારે લગભગ ફસડાઈ જ પડ્યો. મને ખબર જ ન પડી કે શું થયું.

18 May, 2022 12:07 IST | Mumbai | Dr. Sushil Shah
હેલ્થ ટિપ્સ

Summer Special : ડિહાઇડ્રેશનથી બચવાના આ ઘરગથ્થુ ઉપાય શું તમે જાણો છો?

લાંબા સમય સુધી ગરમીમાં રહેવાથી અને તે દરમિયાન પૂરતું પાણી ન પીવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે

18 May, 2022 08:30 IST | Mumbai | Rachana Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK