સંતોષ માપવાનું ક્યારેય કોઈ મીટર નથી હોતું
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
હમણાં એક મિત્રના રેફરન્સ સાથે ૩૦ વર્ષનો છોકરો મળવા આવ્યો. પોતે સૉફ્ટવેર એન્જિનિયર, ઍકૅડેમિક બૅકગ્રાઉન્ડ બહુ સારું. વાણી અને વ્યવહારથી જ ખબર પડતી હતી કે તે વેલ-કલ્ચર્ડ છે. પોતાના મનની વાત પૂછવામાં પણ તે સહેજ ગભરાતો હતો. જોકે હિંમત કરીને તેણે સવાલ કર્યો કે ઇન્ટિમેટ રિલેશન દરમ્યાન વાઇફ સૅટિસ્ફાઇડ થઈ છે કે નહીં એની ખબર કેવી રીતે પડે? તેના આ સવાલ પાછળનું કારણ જાણવું જરૂરી હતું એટલે એ બાબતમાં પૃચ્છા કરી તો ખબર પડી કે મોટા ભાગના કિસ્સામાં ઇન્ટિમેટ રિલેશન પછી પોતે વધારે સૉફ્ટ થતો હતો અને એની સામે વાઇફ વધારે ઇરિટેટ રહેવા માંડતી હતી. એક-બે દિવસ વાઇફના મૂડનું ઇરિટેશન રહે અને એ પછી ધીમે-ધીમે નૉર્મલ થઈ જાય, પણ ફરી ઇન્ટિમસીની વાત આવે એટલે વાઇફનો મૂડ ખરાબ થઈ જાય.
તેના મનમાં પ્રશ્ન જન્મ્યો હતો કે શું વાઇફ સૅટિસ્ફાઇડ નહીં થતી હોય?