° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


મારા બાળકને કબજિયાત છે એ કેમ ખબર પડે?

03 September, 2021 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકને કબજિયાત હોય શકે છે? એ કઈ રીતે ખબર પડે કે મારા બાળકને કબજિયાત છે કે નહીં અને જો હોય તો મારે એ માટે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મારું બાળક ૯ મહિનાનું છે. એ દરરોજ મળ પાસ કરતું નથી. પહેલાં એવું હતું નહીં. જ્યારે એ ફક્ત સ્તનપાન કરતું એટલે કે પહેલાં ૬ મહિના દરમિયાન દરરોજ નિયમિતપણે એ પૉટી કરી લેતું, પરંતુ ૬ મહિના પછી અમે ધીમે-ધીમે બહારનો ખોરાક ચાલુ કર્યો. માંડ એ થોડું લિક્વિડ લેતો થયો છે. ફ્રૂટ જૂસ કે સૂપ આપું છું એને. ભાતનું ઓસામણ કે દાળનું પાણી આપું છું એને. થોડું બહારનું દૂધ બૉટલ વડે આપું છું. સ્તનપાન પણ ચાલુ જ છે, પરંતુ હવે ક્યારેક બે દિવસે તો ક્યારેક ત્રણ દિવસે પોટી જાય છે. બાળકને કબજિયાત હોય શકે છે? એ કઈ રીતે ખબર પડે કે મારા બાળકને કબજિયાત છે કે નહીં અને જો હોય તો મારે એ માટે શું કરવું?

 જવાબ : જો બાળક દરરોજ પોટી ન જતું હોય તો ઘણાં માતા-પિતા સમજે છે કે એને નક્કી કબજિયાત છે, પણ એવું હોતું નથી. દરેક માતા-પિતાએ કબજિયાત કોને કહેવાય એ સમજવું જરૂરી છે. જો બાળક અઠવાડિયામાં ૩ વારથી ઓછી વાર જતું હોય તો કહી શકાય કે એને કઈ પ્રૉબ્લેમ છે. આ પરિસ્થિતિ એક મહિનાથી સતત રહેતી હોય તો એમ માની શકાય. આ સિવાય એને પેટમાં દુખાવો રહેતો હોય, ભૂખ ન લાગતી હોય, મળ ખૂબ જ સખત હોય, મળ પાસ કરવામાં દુખાવો થતો હોય તો સમજી શકાય કે આ કબજિયાતનાં લક્ષણ છે. આ લક્ષણોને ધ્યાનથી સમજો. જો ન સમજાય તો એક વખત ડૉક્ટરને બતાવી દો. 
જે બાળકો બૉટલ ચૂસીને દૂધ પીવે છે એ બાળકોમાં કબજિયાત થવી ખૂબ કૉમન છે, કારણ કે બૉટલ ચૂસે એની સાથે-સાથે બૉટલમાંની ઘણી હવા પણ બાળક ચૂસી લે છે. આમ પેટમાં ગૅસ ભરાય છે જે પાચન પ્રક્રિયાને નડતરરૂપ છે. પાચનમાં તકલીફ કબજિયાત કરી શકે છે. નાનાં બાળકોને માતા-પિતા ફાઇબરયુક્ત ખોરાક બરાબર ખવડાવતા નથી. બાળક શાકભાજી અને ફળો પૂરતી માત્રામાં ખાય એ અત્યંત જરૂરી છે. મોટા ભાગનાં બાળકો ફળો અને શાકભાજી ન ખાતા હોય તો માતા-પિતા એને જૂસ બનાવીને આપે છે, પરંતુ જૂસમાં ફાઇબર્સ હોતા નથી એટલે એ ખાસ કામના નથી. તમે એને રાબ આપો. સૂપ આપો તો એ પણ થોડું જાડું આપો. ફ્રૂટની ચીર એને હાથમાં આપી દો. એને ખાવાની આદત પડશે અને ફાઇબર પણ જશે.

03 September, 2021 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

World Anesthesia Day:દર્દીના જીવન બચાવવામાં એનેસ્થેસિયા નિષ્ણાતોનો મહત્ત્વનો હાથ

ડૉ. તન્મય તિવારીએ જણાવ્યું કે “એનેસ્થેસિયાનો ઉપયોગ સૌપ્રથમ વર્ષ 1846માં થયો હતો. ત્યારથી, આજ સુધીની સફરમાં, એનેસ્થેસિયાના નિષ્ણાતો દર્દીની સલામતીને સર્વોપરી માનીને પોતાનું કામ કરે છે."

16 October, 2021 03:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હેલ્થ ટિપ્સ

World Spine Day 2021: જાણો કરોડરજ્જુના દુખાવાના 3 મુખ્ય કારણો અને ઉપાયો

ડૉ. અગ્રવાલ કહે છે “દર કલાકે 6 મિનિટ વોક કરવામાં આવે તો કરોડરજ્જુને થતું નુકસાન ટાળી શકાય છે. આ સિવાય દરરોજ બાળકોના પોઝ, કેટ અને ગાયના પોઝ જેવા યોગાસન કરો. આ બાળકોની જેમ બાળકો સાથે રમવા જેવું જ છે, પરંતુ ડૉક્ટરની સલાહ લો.”

16 October, 2021 02:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હેલ્થ ટિપ્સ

બાળકને કરમિયાની તકલીફ વધી જાય ત્યારે શું કરવું?

બાળકોના પેટમાં કરમિયા થતા જ હોય છે અને ચોમાસામાં એ વધુ થાય છે. એ પણ મોટા ભાગે પાણીજન્ય છે

15 October, 2021 07:01 IST | Mumbai | Dr. Pankaj Parekh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK