° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


નેઇલ-બાઇટિંગની ટેવ તમને પણ તો નથીને?

08 August, 2022 03:00 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

એટલું જ નહીં, જાહેર જીવનમાં પુરુષોની ઇમેજને પણ અસર કરે છે. આજે આ વિષય પર નિષ્ણાત સાથે ચર્ચા કરીએ

નેઇલ-બાઇટિંગની ટેવ તમને પણ તો નથીને? હેલ્થ ઇઝ વેલ્થ

નેઇલ-બાઇટિંગની ટેવ તમને પણ તો નથીને?

યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના સંશોધકોનું કહેવું છે કે નેઇલ-બાઇટિંગની આદતને સમયસર રોકવામાં ન આવે તો એ તમારા રૂટીનમાં સામેલ થઈ જાય છે અને અનેક પ્રકારના રોગનું કારણ બની શકે છે. એટલું જ નહીં, જાહેર જીવનમાં પુરુષોની ઇમેજને પણ અસર કરે છે. આજે આ વિષય પર નિષ્ણાત સાથે ચર્ચા કરીએ

નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે નખ ચાવવાની આદત સારી નથી. અમુક લોકોને તમે ગમે ત્યારે મળો નેઇલ બાઇટિંગ કરતા દેખાશે. ઘણાને તો ખ્યાલ પણ નથી આવતો કે તેમને ખોટી ટેવ છે. સામાન્ય સંજોગોમાં આપણે આવી આદતને અવગણતા હોઈએ છીએ. આ બૅડ હૅબિટ આમ જોઈએ તો જેન્ડર બાયસ નથી, પરંતુ અભ્યાસ કહે છે કે સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં નેઇલ-બાઇટિંગની ટેવ વધુ જોવા મળે છે. યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના સંશોધકોનું કહેવું છે કે નેઇલ-બાઇટિંગ મેન્ટલ ડિસઑર્ડર છે. ધૂમ્રપાન અને આલ્કોહૉલનું વ્યસન છોડવામાં નાકે દમ આવે છે એવી જ રીતે નખ ચાવવાની આદતને સમયસર રોકવામાં ન આવે તો તમારા રૂટીનમાં સામેલ થઈ જાય છે અને અનેક પ્રકારના રોગનું કારણ બની શકે છે એટલું જ નહીં, જાહેર જીવનમાં પુરુષોની ઇમેજને પણ અસર કરે છે. આજે આ વિષય પર નિષ્ણાત સાથે ચર્ચા કરીએ.
અસ્વસ્થતાની નિશાની
નખ ચાવવાની ટેવ સામાન્ય રીતે નાનપણમાં પડે છે અને પુખ્ત વયના થાય ત્યાં સુધીમાં એ લેવલ પર પહોંચી જાય છે જ્યાં એને કંટ્રોલ કરવું મુશ્કેલ બને છે. પુરુષોમાં નેઇલ-બાઇટિંગની સમસ્યા વધુ જોવા મળે છે, કારણ કે તેમને કંટાળો બહુ આવે છે. મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલનાં મનોચિકિત્સક ડૉ. સોનલ આનંદ આ સંદર્ભે કહે છે, ‘કંટાળો, હતાશા અને જીવન પ્રત્યે નકારાત્મક અભિગમ નેઇલ-બાઇટિંગની ટેવનાં મુખ્ય લક્ષણો છે. ક્રિકેટની મૅચ દરમ્યાન ખરાખરીનો ખેલ જામે ત્યારે પ્લેયરનું ફોકસ ગેમ પર હોય છે, પણ સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકો અને ટીમના બીજા પ્લેયરોને નખ ચાવતાં આપણે ઘણી વાર ટીવીમાં જોયા હશે. દેખાવમાં સામાન્ય લાગતી આ હરકત અસ્વસ્થતાની નિશાની છે. 
નેઇલ-બાઇટિંગની ટેવ ટેમ્પરરી અથવા ક્રૉનિક પણ હોઈ શકે.  જાહેરમાં નખ ચાવવાની આદતને નિયંત્રિત કરવામાં મુશ્કેલી નડે એને ઓનીકોફેજિયા કહેવામાં આવે છે. ક્રૉનિક નેઇલ-બાઇટિંગ એ ઑબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઑર્ડરનું લક્ષણ પણ હોઈ શકે છે. કેટલીક વાર તે ADHD (અટેન્શન-ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર), ટુરેટ સિન્ડ્રૉમ અથવા ડિપ્રેશન સાથે સંકળાયેલી ટેવ હોય છે. નખ ચાવવાની ટેવ ગંભીર બીમારીને આમંત્રણ આપવા બરાબર છે.’
ઇમેજ પર થશે અસર
હમણાંનો જ એક કિસ્સો છે. ક્લાયન્ટ મીટિંગ દરમ્યાન એક્ઝિક્યુટિવ ઑફિસર મોઢામાં પેન નાંખી ફેરવતા હતા. મેં તરત કરેક્ટ કરતાં કહ્યું કે તમે કૉન્શિયસ નથી. સીઈઓ અને ડિપ્લોમૅટ લેવલના ઑફિસરોને પણ એટિકેટ્સની તાલીમ આપવી પડે છે. ક્લાયન્ટ્સ સાથેના અનુભવો શૅર કરતાં ગ્રૂમિંગ ઍન્ડ ઇમેજ કન્સલ્ટન્ટ કૃતિ શાહ કહે છે, ‘ઘણા લોકોને નખ ચાવવાની આદત નૉર્મલ લાગે છે, પરંતુ ઇટ્સ નૉટ ઓકે. પ્રોફેશનલ ફ્રન્ટ પર અપિયરન્સ, ડ્રેસિંગ અને બૉડી લૅન્ગ્વેજ જેટલું જ મહત્ત્વ તમારી ખોટી આદતોને કંટ્રોલ કરવા માટે આપવું જોઈએ. નેઇલ-બાઇટિંગ, મોઢામાં પેન રાખવી, નાકમાં આંગળી નાખવી, હાથ-પગ હલાવવા જેવી હરકતથી રૉન્ગ મેસેજ પાસ થાય છે. તમે નેઇલ-બાઇટિંગમાં બિઝી છો મતલબ આજુબાજુમાં જે ચાલી રહ્યું છે એમાં તમને રસ નથી અથવા પ્રેઝન્ટેશનને લઈને નર્વસ છો. બન્ને બાબત તમારી ઇમેજને અસર કરે છે. નેઇલ-બાઇટિંગ અનહાઇજેનિક પણ છે. મીટિંગ પછી ડાઇનિંગ માટે જવાનું હોય ત્યારે વધુ ખરાબ લાગે. કૉર્પોરેટ કલ્ચરમાં ઇમેજ મેઇન્ટેઇન કરવા એટિકેટ્સ શીખવી ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે પબ્લિક પ્લેસમાં પણ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. ઇમેજ બિલ્ટ કરવી એ પણ એક પ્રકારનું કાઉન્સેલિંગ છે.’
કેવી રીતે રોકી શકો?
પુખ્ત વયની વ્યક્તિને તમે વઢીને તો નથી સમજાવી શકવાના. નેઇલ-બાઇટિંગની ટેવને છોડવા નિશ્ચય જ કરવો પડે એવી ભલામણ કરતાં ડૉ. સોનલ કહે છે, ‘સૌથી પહેલાં તો નખ ચાવવાનાં કારણોની તપાસ કરવી પડે. કારણો સમજ્યા પછી કાઉન્સેલિંગનો પાર્ટ આવે છે. તનાવ અને ચિંતા મુખ્ય લક્ષણ હોય તો યોગ, મેડિટેશન, રિફ્રેશમેન્ટ ટેક્નિક અપનાવી તંદુરસ્ત જીવનશૈલી અનુસરવાથી ટેવ છોડવામાં મદદ મળી રહે છે. ગ્લવ્સ, ફિજેટ ઉપકરણો, સ્ટ્રેસ બૉલ્સનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થાય છે. કેટલાક કિસ્સાઓમાં CBT (મનોરોગ ચિકિત્સાનો એક પ્રકાર) અથવા તો તબીબી સારવારની જરૂર પડી શકે છે.’
કોઈ પણ પ્રકારની ખોટી આદતને છોડવા સેલ્ફ કંટ્રોલ જોઈએ એવી સલાહ આપતાં કૃતિ કહે છે, ‘પ્રોફેશનલ લાઇફમાં તમારી આદતો અને હાથના હાવભાવ વિશે અત્યંત સભાન રહેવાની જરૂર છે. આ કોન્શિયન્સ માઇન્ડની ગેમ છે. પબ્લિકલી મારે શું કરવાનું છે એ બાબત ક્લિયર હોવું જોઈએ. હૅબિટને કંટ્રોલ કરવી ધારીએ એટલું સરળ નથી. એ માટે એકસરખા એફર્ટ નાખવા પડે છે. રોજરોજ મગજને સમજાવવું પડે કે આ ખોટી આદત છે, જાહેરમાં આમ નથી કરવાનું. અટેન્શન, પ્રૅક્ટિસ અને અવેરનેસથી સૉલ્યુશન મળશે. આ રોગ નથી કે દવા લીધી ને મટી જશે, એક પ્રકારની બ્રેઇન એક્સરસાઇઝ છે, જે સતત કરતા રહી ખોટી આદતથી છુટકારો મેળવવાના પ્રયાસો કરવાના છે. રિઝલ્ટ પૉઝિટિવ આવશે. આજના સમયમાં ઇમેજ બિલ્ટ કરવી મહત્ત્વપૂર્ણ છે, જેથી લોકો તમને વધુ આદર આપે અને તમારાથી પ્રેરિત થાય.’

 તમે નેઇલ-બાઇટિંગમાં બિઝી છો, મતલબ આજુબાજુમાં જે ચાલી રહ્યું છે એમાં તમને રસ નથી અથવા પ્રેઝન્ટેશનને લઈને નર્વસ છો. બન્ને બાબત તમારી ઇમેજને અસર કરે છે. કૉર્પોરેટ કલ્ચરમાં ઇમેજ મેઇન્ટેઇન કરવા એટિકેટ્સ શીખવી ખૂબ જ જરૂરી છે. - કૃતિ શાહ

ડર્મેટોલૉજિસ્ટ શું કહે છે?

ધ એસ્થેટિક ક્લિનિક્સના કન્સલ્ટન્ટ ડર્મેટોલૉજિસ્ટ અને ડર્મેટો-સર્જન ડૉ. રિંકી કપૂર, નેઇલ-બાઇટિંગની આદત વિશે વાત કરતાં કહે છે, ‘મોટા ભાગનાં બાળકોને નખ ચાવવાની આદત હોય છે. સામાન્ય રીતે પુખ્ત વય સુધી તેઓ આ આદતમાંથી બહાર નીકળી જાય છે. ઍડલ્ટહૂડ સુધી ટેવ ન છૂટે તો ગંભીરતાથી વિચારવું જોઈએ. એનાથી તમારા હાથના સૌંદર્યને નુકસાન પહોંચે છે અને સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. નેઇલ-બાઇટિંગથી બૅક્ટેરિયા, ફૂગ અને તમામ પ્રકારના વાઇરસનું સંવર્ધન થાય છે જે શરીરમાં અને ત્વચા પર ચેપનું કારણ બની શકે છે. નખની આજુબાજુ રક્તસ્રાવ, ઇન્ગ્રોન નેઇલ, ક્યુટિકલ્સમાં ચેપ વગેરે સામાન્ય બીમારી છે. નેઇલ-બાઇટિંગની ટેવ દાંત, પેઢાં અને મોઢાની માંસપેશીઓને નુકસાન પહોંચાડે છે. આ આદતથી છુટકારો મેળવવા માઉથ ગાર્ડનો ઉપયોગ કરી શકાય. જ્યારે તમે એકલા હોવ ત્યારે હૅન્ડ-ગ્લવ્ઝ પહેરી રાખો, કારણ કે નવરા બેઠા લોકો નખ ચાવતા હોય છે. ચ્યુઇંગ ગમ અથવા વરિયાળી ચાવવાનો પ્રયોગ કરી શકાય. નખ એકદમ ટૂંકા રાખવાથી પણ ફાયદો થાય છે. ટ્રિગર્સ ઓળખીને આદતને ટાળવાનો પ્રયત્ન કરો. જોકે, ઓનીકોફેજિયાની સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.’

08 August, 2022 03:00 PM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

બ્લૉકેજ ૬૦-૭૦ ટકા હોય તો પણ અટૅક આવી શકે?

૮૦-૯૦ ટકા બ્લૉકેજ હોય તો અટૅકનું રિસ્ક વધી જાય છે

05 October, 2022 02:40 IST | Mumbai | Dr. Bipeenchandra Bhamre
હેલ્થ ટિપ્સ

ઘાસ પર જ નહીં, પથરાળ રસ્તા પર પણ ખુલ્લા પગે ચાલવું જોઈએ

લીલા ઘાસ પર ચાલવાથી અનેક ફાયદા થાય છે એવું તો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ હવે બગીચા પર ઘાસની વચ્ચે પથ્થર ફિક્સ કરીને બનાવેલી પગદંડી પર ચાલવાનું પણ ચૂકશો નહીં. હા,એ માટે શું ધ્યાન રાખવું એ સમજી લેજો

05 October, 2022 01:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેલ્થ ટિપ્સ

હજી ત્રીસીમાં છું ત્યારે મોતિયો આવી જાય?

ઇલાજ સમજવા માટે તમારે મોતિયાને સમજવો જરૂરી છે

04 October, 2022 05:41 IST | Mumbai | Dr. Himanshu Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK