° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


પેટ પરની ચરબી દૂર કરવા કરો ૨૫ પુશ-અપ્સ અને ૨૫ જમ્પ

07 June, 2021 11:28 AM IST | Mumbai | Varsha Chitaliya

વર્ક ફ્રૉમ હોમના કારણે તમારા ટમીનો શેપ ચેન્જ થઈ ગયો હોય તો અહીં આપેલી સરળ કસરતો બહુ ઉપયોગી નીવડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનમાં ખાણી-પીણીની આદતોમાં બદલાવ, ફિટનેસ પ્રત્યે બેદરકારી, વર્ક ફ્રૉમ હોમને લીધે બેઠાડુ જીવન, આર્થિક ટેન્શન, સ્લીપિંગ પૅટર્નમાં ચેન્જ જેવાં અનેક કારણોસર પુરુષોનું વજન વધી ગયું છે. ખાસ કરીને પેટનો શેપ ઍપલ જેવો બની ગયો છે. બીજી તરફ જિમ બંધ હોવાથી તેમ જ આઉટડોર સ્પોર્ટ્સ પર પ્રતિબંધના કારણે પેટનો આકાર બદલવાના તરીકાઓ સૂઝતા નથી. તમે પણ ટમી ફૅટ્સથી પરેશાન હો તો ઘેરબેઠા કેવી એક્સરસાઇઝ કરવી જોઈએ એ સમજી લો.

ઍપલ શેપનું કારણ

પેટની આસપાસ જમા થયેલી ચરબી સ્વાસ્થ્ય માટે સૌથી જોખમી છે. એને ઘટાડવા ૩૦થી ૪૦ મિનિટની કસરત કરવી જોઈએ. દાદરનાં ફિટનેસ ટ્રેઇનર કિંજલ ગડા કહે છે, ‘પુરુષોની બેલી ફૅટ્સનું મુખ્ય કારણ બદલાયેલી ફૂડ-પૅટર્ન છે. ઑફિસમાં લંચ અને સ્નૅક્સના ટાઇમિંગ હોય છે, જ્યારે ઘરમાં તમે મનફાવે ત્યારે ખાધા કરો છો. વર્તમાન સંજોગોમાં પેટને શેપમાં લાવવાનું સિમ્પલ સૉલ્યુશન છે કાર્ડિયો અને ક્રૉસફિટ વર્કઆઉટ. આ એવી એક્સરસાઇઝ છે જેમાં ઓછા સમયમાં વધુ કૅલરી બર્ન થવાની સાથે બૉડીની ઇન્ટેન્સિટી વધશે.’

આટલું કરો

સામાન્ય રીતે ઘરમાં જગ્યા ઓછી હોય અને વર્કઆઉટ માટે ઇક્વિપમેન્ટ્સ પણ બધાની પાસે હોતાં નથી. એવામાં ઝડપથી પેટને શેપમાં લાવવા શું કરવું જોઈએ? એક્સરસાઇઝના પ્રકાર વિશે સમજાવતાં કિંજલ કહે છે, ‘બેલી ફૅટ્સ રિડ્યુસ કરવા ઍબ્સ અને લેગ્સની એક્સરસાઇઝ પર ફોકસ રાખવું જોઈએ. આ સિવાય જમ્પિંગ જૅક્સ, માઉન્ટ ક્લાઇમ્બિંગ, હાઈ ની, સ્કૉટ જમ્પ, બર્પીસ, પુશ-અપ્સ, પ્લેન્ક જૅક્સ કરી શકાય. ઍબ્સ માટે સીટ-અપ્સ, લેગ રેઇઝ, પુલ પુશ, ક્રન્ચિસ, ટ્વિસ્ટિંગ ક્રન્ચિસ, વી-અપ્સ, રશિયન ટ્વિસ્ટ જેવાં કેટલાંક વેરિયેશન ઉમેરી શકાય. જિમમાં જતા હોય એવા પુરુષો આ બધાં નામથી પરિચિત હશે તેમ જ મોટા ભાગની કસરતો તેમને આવડતી હશે. વર્કઆઉટની ટેવ ન હોય એવા પુરુષોએ પણ હાલના તબક્કે કસરત કરવી જ જોઈએ જેથી વજન નિયંત્રણમાં રહે. ક્રૉસફિટ ન સમજાય તો ૨૫ પુશ-અપ્સ અને ૨૫ જમ્પ મારવાવાળી કસરત કરો. આ બધામાં સ્કિપિંગ (દોરડાકૂદ) સૌથી બેસ્ટ છે. આ સૌથી સહેલી અને બધાને આવડે એવી એક્સરસાઇઝ છે. ૧૦૦ દોરડા કૂદતાં પાંચ મિનિટથી વધુ સમય લાગતો નથી. ધીમે-ધીમે સમય વધારી શકાય. યોગમાં ઇન્ટરેસ્ટ હોય તો સૂર્યનમસ્કાર શ્રેષ્ઠ છે. જોકે જેમનું હાર્ટ વીક હોય અથવા પહેલેથી ઓબીસ હોય તેમણે ફિટનેસ ટ્રેઇનરની સલાહ લેવી.’

બીજું શું કરશો?  

એક કલાકથી વધુ સમય બેસી ન રહેવું એવી ભલામણ કરતાં કિંજલ કહે છે, ‘દર કલાકે ઊભા થઈ ઘરની અંદર પાંચ મિનિટ વૉક કરવું. ક્લાયન્ટ્સ સાથે, કલીગ્સ સાથે ફોનમાં વાત કરતી વખતે ચાલતા રહેવું. આમ કરવાથી તમારા મસલ્સ સ્ટ્રૉન્ગ રહેશે. મસલ્સ ટોનિંગ સ્ટાર્ટ થતાં એનર્જી લેવલ વધશે અને બૉડી શેપમાં આવવા લાગશે. એકસરસાઇઝની સાથે ડાયટ પણ જરૂરી છે. કામ કરતાં-કરતાં નાસ્તો કરવાની કુટેવનો ત્યાગ કરો.’

07 June, 2021 11:28 AM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની દવા દરરોજ લેવી પડશે?

ઘણા લોકો ડૉક્ટરની સલાહ વિના જાતે જ દવાઓ બંધ કરી દે છે અને એને કારણે ઘણી તકલીફ ભોગવે છે

15 June, 2021 10:30 IST | Mumbai | Dr. Sushil Shah
હેલ્થ ટિપ્સ

હૉર્મોનલ અસંતુલન છે? તો સીડ સાઇક્લિંગ કરો

સ્ત્રીઓની અંતઃસ્રાવી ગ્રંથિઓને લગતી અનેક સમસ્યાઓ માટે હાલમાં બીજ પર આધારિત નેચરોપથી રેમેડી બહુ પૉપ્યુલર થઈ છે. આ નવી થેરપી કઈ રીતે હૉર્મોન્સને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે અને કઈ રીતે કામ કરે છે એ જાણીએ

15 June, 2021 10:38 IST | Mumbai | Jigisha Jain
હેલ્થ ટિપ્સ

વાયુ અને સાંધાની તકલીફમાં શું કરવું?

શરીરમાં જ્યારે પાચનતંત્ર નબળું થાય ત્યારે આમ સર્જાય છે. આ આમ શરીરમાં જ્યાં રોકાય છે ત્યાં જુદાં-જુદાં લક્ષણો સર્જે છે. અપચો, ગૅસ, પેટની ગરબડ અને સાંધામાં દુખાવો આ બધું એને કારણે જ થાય છે.

14 June, 2021 02:18 IST | Mumbai | Dr. Sanajy Chhajed

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK