° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


વધતી ઉંમરને અટકાવી શકાય?

07 May, 2021 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસનું ધ્યાન રાખશો તો ઉંમર તો વધશે, પણ શરીર ચોક્કસ સાથ આપશે. શરીરની જેટલી કાળજી તમે રાખશો એટલું એ તમને લાંબો સાથ આપશે. 

GMD Logo

GMD Logo

હું ૨૯ વર્ષનો છું અને મને વૃદ્ધાવસ્થાથી ખૂબ ડર લાગે છે. હું અત્યારે મારા માતા-પિતાની વૃદ્ધાવસ્થા જોઈ રહ્યો છું. એમને જોઈને મને લાગે છે કે મારે આ પરિસ્થિતિમાં નથી આવવું. તેઓ બન્ને પરાવલંબી બની ગયાં છે. ડાયાબિટીઝ, હાર્ટ પ્રોબ્લેમ અને ઓબેસિટીનો શિકાર છે. પપ્પાની ડ્રિન્કિંગ હેબિટને લીધે લીવર પ્રોબ્લેમ શરૂ થઈ ગયો છે તો મમ્મીના ઘૂંટણ સાવ ગયા છે. છેલ્લાં ૫ વર્ષમાં તો એ બન્ને જણા ખૂબ સ્લો થઈ ગયાં છે. ખુદના માતા-પિતાને આ પરિસ્થિતિમાં જોઈને મને લાગે છે કે જો ૩૦ વર્ષ પછી મારી પણ આવી જ હાલત થવાની હોય તો મને વૃદ્ધ થવું જ નથી. કોઈ ઉપાય ખરો?     

ઉંમરની અસર વધતે-ઓછે અંશે થાય જ છે, પરંતુ જો શરૂઆતથી હેલ્થનું ધ્યાન રાખવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે. મોટા ભાગના લોકો યુવાનીમાં માનતા હોય છે કે જીવવું હોય તેમ જીવી લો. વૃદ્ધત્વ આવશે ત્યારે જોયું જશે, આ માનસિકતા બદલવાની ખૂબ જરૂર છે. અત્યારથી જ વૃદ્ધાવસ્થાનું પ્લાનિંગ કરો છો એ ખૂબ સારું છે. કેમ કે શરીર એકવાર નબળું થઈ ગયા બાદ તેને રિપેર કરવું ક્યારેય શક્ય હોતું નથી. આથી જે પણ શક્ય હોય છે તે છે તેને ખરાબ થતું અટકાવવું. આમ તો તેની શરૂઆત ટીનએજથી જ કરવી જોઈએ જ્યારે શરીરનો વિકાસ શરૂ થતો હોય, પરંતુ તેમ ન થાય ત્યારે જાગ્યા ત્યારથી સવાર સમજીને શરૂ થઈ જાવ. 
સૌથી પહેલાં તમારી લાઈફ-સ્ટાઇલ પરફેક્ટ કરો. ખોરાક હંમેશાં હેલ્ધી જ ખાવ. બિનજરૂરી ટેન્શન ટાળો. જો તમે ઓવર-વેઇટ હો તો વજન ઓછું કરો. ફિટનેસ જાળવવા માટે દરરોજ એક્સરસાઈઝ કરો. સ્મોકિંગ અને આલ્કોહોલ બન્ને એવી આદતો છે જે એજિંગ પ્રોસેસને ફાસ્ટ બનાવે છે એટલે કે જેને એ આદતો હોય તે વ્યક્તિ જલદી ઘરડો થાય છે, માટે આ વ્યસનોથી દૂર રહો. જેટલું બને તેટલું મગજને વધુને વધુ કામમાં લો તો મોટી ઉમરે મગજની શક્તિઓ બરાબર કામ કરતી રહેશે. તે માટે પઝલ્સ, ગણિતિક કોયડા, ચેસ જેવી રમતો ઉપયોગી થશે. એઇજિન્ગમાં ફક્ત બ્યુટીનું નહીં, ફિટનેસનું પણ ધ્યાન રાખો. ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસનું ધ્યાન રાખશો તો ઉંમર તો વધશે, પણ શરીર ચોક્કસ સાથ આપશે. શરીરની જેટલી કાળજી તમે રાખશો એટલું એ તમને લાંબો સાથ આપશે. 

07 May, 2021 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

ઍન્ગ્ઝાયટી વધતી જાય છે શું કરવું?

બધું જ સૅનિટાઇઝ કરાવડાવે છે. કામવાળીને એમણે આવવા જ દીધી નથી. આટલી ઉંમરે આખા ઘરનું કામ મારે કરવું પડે છે. એમના ખૂબ નજીકના મિત્રનું મૃત્યુ પણ હમણાં દસ દિવસ પહેલાં થયું

23 June, 2021 02:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેલ્થ ટિપ્સ

શરીરમાં કળતર મેનોપૉઝ પહેલાંનું લક્ષણ હોઈ શકે?

એક્સરસાઇઝ કરવી મને ગમતી નથી. પહેલાં મને થયું કે મારાં હાડકાં નબળાં પડતાં જાય છે. ડૉક્ટરનું કહેવું છે કેે મને આર્થ્રાઇટિસ જેવું કઈ નથી, પરંતુ હૉર્મોન્સની ઊથલપાથલને કારણે આવું થયું છે.

22 June, 2021 01:58 IST | Mumbai | Dr. Jayesh Sheth
હેલ્થ ટિપ્સ

મોઢામાંથી દુર્ગંધ પાછળ શું કારણ હોઈ શકે?

મોઢામાંથી દુર્ગંધ એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ એની પાછળ જુદાં-જુદાં કારણો જવાબદાર હોય

21 June, 2021 04:16 IST | Mumbai | Dr. Rajesh Kamdar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK