Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ફિટ રહો, ખુશ રહો

21 September, 2021 05:05 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘તું છેને!’, ‘G ધ ફિલ્મ’ અને આ જ અઠવાડિયે રિલીઝ થયેલી મલ્હાર ઠાકર, હિતેનકુમાર સ્ટારર ‘ધુંઆધાર’ની લીડ ઍક્ટ્રેસ ડિમ્પલ બિસ્કિટવાલાએ પોતાની લાઇફમાં આ જ વાતને અપનાવી છે

ડિમ્પલ બિસ્કિટવાલા

ડિમ્પલ બિસ્કિટવાલા


હું જિમ પર્સન નથી પણ બૉડી અને મેન્ટલ હેલ્થ માટે હું ઍક્ટિવ રહું છું અને એ માટે હું પિલાટેઝ, સાઇક્લિંગ અને યોગ કરું છું. અત્યારે આપણે બધા માત્ર બૉડીથી જ નહીં, મેન્ટલી પણ ટૉક્સિક થઈ ગયા છીએ. આપણે એવા સમયમાંથી પસાર થઈએ છીએ કે જેમાં કોઈ પણ જગ્યાએથી ક્યારેય પણ ખરાબ સમાચાર આપણને મળી શકે છે. શું આપણે એ નેગેટિવિટી માટે તૈયાર છીએ ખરા? પહેલાં કરતાં આજની લાઇફમાં વધારે સુવિધા ઉમેરાય છે તો સાથોસાથ અનસર્ટન્ટી પણ ઉમેરાય છે. આ બધી વાતો અત્યારના કોવિડ પિરિયડને ધ્યાનમાં રાખીને હું નથી કરતી. સામાન્ય સંજોગોને જ ધ્યાનમાં રાખીને હું આ વાત કરું છું. આપણે જે ઑક્સિજન લઈએ છીએ એમાં પૉલ્યુશન છે. ખોરાક આપણો પ્યૉર નથી. ગૅજેટ્સ અને મશીનોના કારણે આપણી લાઇફસ્ટાઇલ હવે બેઠાડુ થઈ ગઈ છે. આમ આપણે બધી રીતે કરપ્ટ થવા માંડ્યા છીએ. માનસિકતા પણ આપણી કરપ્ટ થઈ ગઈ છે. હવે વર્કઆઉટ કરવું છે તો એ પણ શો-ઑફ માટે. વર્કઆઉટના બેનિફિટ શું છે એના વિશે આપણે કશું જાણવા રાજી નથી, આપણે એ વિશે વધારે સજાગ થવા પણ તૈયાર નથી અને એમ છતાં આપણે અપેક્ષા એવી રાખીએ છીએ કે આપણે સૌથી વધારે સુખી હોઈએ.

સુખી થવું હોય તો ફિટ રહેવું જરૂરી છે અને ફિટ રહેવું હોય તો ત્રણ વાતને બરાબર ફૉલો કરવી જરૂરી છે. આ ત્રણ બાબતો કઈ એ હું કહું તમને.



પહેલી વાત, કોઈ પણ ફિઝિકલ ઍક્ટિવિટી કરવાનું નક્કી કરો. કોઈ પણ ઍક્ટિવિટી. પણ એ કરવાની હોય ત્યારે પૂરી નિષ્ઠાથી કરવાની. હવે બીજી વાત. પ્રૉપર ફૂડ ઇન્ટેક સેટ કરો. પ્રૉપર મીન્સ સાચું અને સારું ખાવું. હવે


ત્રીજી અને અગત્યની વાત, પ્રૉપર સ્લીપ. તમે માનશો નહીં પણ એક સર્વે પ્રમાણે, આપણે ત્યાં ૭૪ પર્સન્ટ લોકોને સ્લીપિંગ ડિસઑર્ડર છે અને અફસોસની વાત એ છે કે મોટા ભાગના લોકોને ખબર પણ નથી કે અનિદ્રા, પૂરતી ઊંઘ ન થવી અને સૂતા પછી વારંવાર ઊંઘ ઊડી જવી એ બધાં આ ડિસઑર્ડરનાં લક્ષણો છે.

આઇ, મી, માયસેલ્ફ


મારી આંખો ખૂલે અને દિવસની શરૂઆત થાય એટલે સૌથી પહેલાં હું ગરમ પાણી લઉં. બે ગ્લાસ ગરમ પાણીમાં પહેલો ગ્લાસ એમ જ પીવાનો અને બીજા ગ્લાસના ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખવાનાં. ગરમ પાણીમાં નાખેલું મધ અને લીંબુ બૉડીનાં ટૉક્સિન રિમૂવ કરે છે અને તમારું મેટાબોલિઝમ સ્ટ્રૉન્ગ કરે છે. એક વાત યાદ રાખજો, જગતની જે કોઈ બીમારી છે એ તમામ બીમારીઓ પેટના કારણે જ થાય છે. જો તમારી લાઇફસ્ટાઇલ પ્રૉપર હોય અને તમે એ લાઇફસ્ટાઇલને કોઈ પણ કારણે ડિસ્ટર્બ ન થવા દેતા હો તો તમે બીમારીથી બચી શકો છો.

ગરમ પાણી લીધા પછી ફિઝિકલ ઍક્ટિવિટીમાં હું સાઇક્લિંગ, પિલાટેઝ અને યોગ નિયમિત કરું. પ્રૉપર વર્કઆઉટનો ટાઇમ મળે તો મારું વર્કઆઉટ એકથી દોઢ કલાક ચાલે. મૉર્નિંગમાં જ વર્કઆઉટ કરવાનું અને બને ત્યાં સુધી રૂટીન બ્રેક કરવાનું નહીં. જો એક વાર રૂટીન સેટ થઈ ગયું તો બૉડી-ક્લૉક મુજબ તમને અલાર્મ વાગશે અને તમે એ દિશામાં આગળ વધશો. યોગ મને બહુ ગમે છે. યોગનો એક ઍડ્વાન્ટેજ કહું. એમાં સ્ટ્રેચિંગ પણ આપોઆપ મળતું રહે છે, જેને લીધે ફિઝિકલ ફિટનેસ સાથે તમને મેન્ટલ રિલૅક્સેશન પણ મળે છે. યોગનાં ઑલમોસ્ટ પચાસેક આસન હું કરી શકું છું જેમાં મેં એવું રાખ્યું છે કે સૂર્યનમસ્કાર સિવાયનાં તમામ આસનો હું આખા વીકમાં એક વાર કરવાનું રાખું. સૂર્યનમસ્કાર દરરોજ કરવાના અને એ દસ કરવાના એટલે કરવાના જ.

ફૂડની વાત હંમેશાં ફર્સ્ટ

હું પ્રોસેસ્ડ ફૂડ ખાતી નથી, જન્ક ફૂડ પણ નહીં. મને લાગે છે કે ઇન્ડિયન જ એવી પ્રજા છે જે પોતાના મોટા ભાગના ફૂડની ઉપર મૅક્સિમમ પ્રોસેસ કરીને ખાય છે. ઓછામાં ઓછું ફૂડ પ્રોસેસ થાય એ સૌથી વધુ જરૂરી છે. આપણને બધાનો લોટ બનાવવાની કે પછી પાઉડર કરી નાખવાની આદત પડી ગઈ છે. ચિલી પણ પાઉડર ફૉર્મમાં હોય છે, તમે જુઓ, દુનિયાની નેવું ટકા વસ્તી ચિલી ફ્લેક્સ ખાય છે, આપણે જ એવા છીએ જે એનો પણ પાઉડર બનાવીએ અને હળદરને પણ પાઉડર ફૉર્મમાં લઈ આવીએ. નહીં કરો એવું અને મૅક્સિમમ રૉ ફૉર્મમાં ખાવાનું રાખો.

હેલ્ધી બ્રેકફાસ્ટ પછીનાં બધાં મીલ મારા નાના અને શૉર્ટ ડિસ્ટન્સ પર હોય છે. નાનાં મીલ લેશો તો એ ઈઝીલી ડાઇજેસ્ટ થશે. હું ક્યારેય પેટ ભરીને નથી ખાતી. નાના બાઇટથી ખાશો તો જેટલી ભૂખ હશે એટલું જ ખવાશે. મારો બીજો નિયમ છે કે હું ક્યારેય સાંજે સાત વાગ્યા પછી ખાતી નથી. ભાગ્યે જ એવું બન્યું હશે કે મેં સાંજે સાત પછી કશું પેટમાં નાખ્યું હોય. બીમારીના ટાઇમે પણ મેં એવો પ્રયાસ કર્યો છે કે સાંજે સાત પછી ભૂખ લાગે તો હું હલ્દી મિલ્ક કે મસાલા મિલ્ક પીઉં.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2021 05:05 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK