Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મૅજિકલ મૅન્ગોઝા

12 May, 2022 01:36 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

કેરીની અવનવી ડિશ ટ્રાય કરવી હોય તો ગરમીની ઐસી કી તૈસી કરીને સમર વેડિંગમાં પહોંચી જજો. મૅન્ગો ફ્લેવરના સ્પાઇસી ઢોસા, નાચોસ, સિઝલર, હમસ તેમ જ સ્વીટમાં વૉફલ્સ, મૅન્ગો ડિલાઇટ, મૅન્ગો સરપ્રાઇઝ, કલાકંદ જેવી મજાની ડિશનો ટેસડો પડી જશે

મૅન્ગો ફલાફલ

શાદી મેં ઝરૂર આના

મૅન્ગો ફલાફલ


ઉનાળાની ઋતુ અને બજારમાં કેરીનું આગમન આ કૉમ્બિનેશનની મજા માણવા આપણે આખું વર્ષ રાહ જોઈએ છીએ. રસમધુરી કેરી એવું ફળ છે જેના વગર જમણવાર અધૂરો ગણાય. પેટ ભરીને કેરીનો સ્વાદ લેવો અને મહેમાનોને પણ કેરી ખવડાવવી એ ગુજરાતીઓનો શોખ છે. હાલમાં કોઈ પણ લગ્નમાં જશો આમરસનું કાઉન્ટર અચૂક જોવા મળશે. સમર વેડિંગમાં સ્વીટ્સમાં આ આઇટમ ફિક્સ છે. આમરસ ઉપરાંત મહેમાનોને જલસો પડી જાય એવી એક સે બઢકર એક વરાઇટી પણ દરેક સીઝનમાં ઍડ થતી રહે છે. આ વખતે લગ્નપ્રસંગમાં કેરીમાંથી બનાવેલી કેવી આઇટમો ચાખવા મળી શકે છે એ જોઈએ.

સ્વીટ ટૂથ
સમર વેડિંગમાં આમરસ ફિક્સ છે તો બંગાળી મીઠાઈ પણ ટ્રેન્ડમાં છે. યજમાન અને મહેમાનોની ચૉઇસને ધ્યાનમાં રાખીને બોરીવલીસ્થિત આંગન હૉલ સાથે અસોસિએટ સુમંગલ કેટરર્સના મેહુલ સિરોદરિયાએ જબરદસ્ત આઇટમો રજૂ કરી છે. નવી ડિશ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘મૅન્ગો પ્લાઝા, મૅન્ગો અલાસ્કા, લીચી-મૅન્ગો ડિલાઇટ, રબડી જેવી અઢળક વરાઇટી અમે લાવ્યા છીએ. મૅન્ગો પ્લાઝા મજાની આઇટમ છે. રસગુલ્લાના વન બાય ટૂ પીસ કરીને ઉપરથી રબડી રેડવામાં આવે છે. એના પર મૅન્ગોના પીસ મૂકી, મૅન્ગો સિરપને સ્પ્રિન્કલ કરી સર્વ કરવામાં આવે છે. મૅન્ગો અલાસ્કામાં કાચની ફૅન્સી વાટકીમાં સૌથી નીચે મૅન્ગોના પીસ મૂકવામાં આવે છે. એના પર થ‌િક રબડીનું લેયર બનાવી એના પર રસગુલ્લાને ખમણીને ઍડ કરવાના અને છેલ્લે સૅફ્રન આમન્ડથી ડેકોરેટ કરીને આપીએ. દેખાવમાં અટ્રૅક્ટિવ છે અને સ્વાદ પણ લાજવાબ. લીચી મૅન્ગો ડિલાઇટ ડબલ લેયર્ડ સ્વીટ છે. દૂધ ફાડીને બનાવેલા કલાકંદની અંદર મૅન્ગોના પીસ ઍડ કરી એક ડિશ બને. હલવામાં લીચીના પીસ નાખી જુદી ડિશ બને. કાચના ગ્લાસમાં નીચે મૅન્ગો કલાકંદ અને સેકન્ડ લેયરમાં લીચી હલવો ગોઠવી ઉપરથી રોસ્ટેડ આલમન્ડ અને કાજુના ટુકડાથી ગાર્નિશ કરી અવનમાં બેક કરી સર્વ કરવામાં આવે છે. કુલ્હડમાં રબડી નાખી ઉપરથી મૅન્ગોના પીસથી ગાર્નિશ કરીને આપવાથી પણ નવું લાગે છે. લાંબા ગ્લાસમાં આમરસ, એના પર ફાલૂદાની સેવ, એના પર કલાકંદ અને સૌથી ઉપર આઇસક્રીમ ઍડ કરી સર્વ કરવામાં આવતા ડીઝર્ટને મૅન્ગો સરપ્રાઇઝ નામ આપ્યું છે.’



સ્વીટમાં મૅન્ગો ફલાફલ, વૉફલ્સ, રબડી, જલેબી ટ્રાય કરવા જેવાં છે એવી વાત કરતાં ઘાટકોપરસ્થિત ‘ખા તો ખરા’ કેટરિંગના ફાઉન્ડર તેમ જ ચેમ્બુરની ગુર્જર વાડી પૅનલ સાથે સંકળાયેલા અર્ચિત દેઢિયા કહે છે, ‘સમર વેડિંગના મેનુમાં મૅન્ગોમાંથી બનાવેલી અવનવી ડિશ ઍડ કરવી જ પડે. આ સીઝનમાં ૧૦થી ૧૨ આઇટમ ચાખવા મળી શકે છે. વૉફલ્સના બૅટરમાં મૅન્ગોના પીસ મિક્સ કરવામાં આવ્યા છે. મોટા ભાગના કેટરિંગવાળા ફ્લેવર માટે મૅન્ગો સિરપ યુઝ કરે છે. અમે લોકોએ સિરપની જગ્યાએ મલાઈ ગોલામાં વાપરવામાં આવે છે એવા મૅન્ગો શેકનો ઉપોયગ કર્યો છે. વૉફલ્સની ઉપર મૅન્ગો શેક પાથરી સર્વ કરવાથી અટ્રૅક્ટિવ અને ટેસ્ટી લાગે છે. આ ડીઝર્ટને સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. મૅન્ગો જલેબી અફલાતૂન ડિશ છે. કેસરના શુગર સિરપની જગ્યાએ મૅન્ગો સિરપ હશે. જલેબીમાં કિવી અને પાઇનૅપલનો ટેસ્ટ પણ ટ્રાય કરવા જેવો છે. મૅન્ગો એટલે આમરસ એ માન્યતા ખોટી છે. એમાં જેટલા ઊંડા ઊતરશો નવો ટેસ્ટ માણવા મળશે.’


ટેસ્ટી ભી સ્પાઇસી ભી
સ્પાઇસી ફૂડમાં મૅન્ગોની સ્વીટનેસ ઍડ કરીને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી ડિશ વિશે વાત કરતાં અર્ચિત કહે છે, ‘દરેક ઉંમરના મહેમાનોની પસંદગીને ધ્યાનમાં રાખી અમે લોકોએ હમસ, ઢોસા, નાચોઝ, સિઝલર, સેન્ડવીચ જેવી ડિશમાં મૅન્ગોનું કોમ્બિનેશન આપ્યું છે. લુકમાં આ આઇટમો સેમ લાગશે, પરંતુ ટેસ્ટ જુદો હશે. સ્પાઇસી ડિશ સાથે સર્વ કરવામાં આવતા સૉસમાં મૅન્ગોની સ્વીટનેસને ફોકસમાં રાખવામાં આવી છે. જેમ કે ફઇતા સિઝલરને રોટીમાં રોલ (ફ્રૅન્કીની જેમ) કરતી વખતે બેઝમાં રેગ્યુલર સૉસની જગ્યાએ મૅન્ગો સૉસ સ્પ્રેડ કરવામાં આવ્યો હશે. ખાતી વખતે જીભ પર સૉસની સ્વીટનેસ ફીલ થશે. નાચોસમાં વપરાતા ચીઝનો બેઝિક કલર યલો હોય છે. એના લુક સાથે છેડછાડ કર્યા વિના ચીઝમાં મૅન્ગોનો ટેસ્ટ આપ્યો છે. સ્ટફિંગ એ જ રહેશે પણ ખાતી વખતે સ્વાદ બદલાઈ જશે. ચૉકલેટ ઢોસા અને પાણીપૂરી કૉમન થઈ ગયાં છે. અમે આ કન્સેપ્ટમાં મૅન્ગો ફ્લેવર આપીએ છીએ. જોકે ક્વૉન્ટિટી લિમિટેડ જ રાખવામાં આવે છે, કારણ કે નવો ટેસ્ટ ડેવલપ થતાં વાર લાગે છે. લોકો ટ્રાય કરશે પણ પેટ ભરીને નથી ખાવાના. પચાસ આઇટમમાં એકાદ ડિશ એવી હોવી જોઈએ જે ચાખીને લોકોને એમ થાય કે લગ્નમાં નવો સ્વાદ માણ્યો. ઘણી વાર પબ્લિકનો રિસ્પૉન્સ જાણવા માટે ટ્રાયલ ડિશ અમારી તરફથી જ ઉમેરીએ છીએ.’ 

સ્ટાર્ટરની સાથે ડિપ કરીને ખાવામાં આવતાં સ્પાઇસી ફૂડ અને ફૅન્સી ગાર્નિશિંગ માટેની આઇટમોમાં મૅન્ગોનો ઉપયોગ કરવાથી લોકોને નવું ટ્રાય કરવા મળે છે એવી વાત કરતાં મેહુલભાઈ કહે છે, ‘અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે કેરીને ઠંડી કરીને ખાવાની મજા આવે. મૅન્ગોની હૉટ આઇટમો પણ એટલી જ પૉપ્યુલર છે. કેરીનો ફજેતો બનાવવાની બેઝિક રેસિપીમાંથી ઇન્સ્પાયર થઈને મૅન્ગો સાલસા બને છે. કેરીના રસમાં ઑરેગૅનો, મરી પાઉડર, ટમેટાના બારીક ટુકડા ઉમેરી થ‌િક થાય ત્યાં સુધી ઉકાળી સ્ટાર્ટર સાથે ડિપ કરવા માટે રોટેટ કરવામાં આવે છે. પબ્લિક રિસ્પૉન્સ પ્રમાણે એમાં ચેન્જિસ કરી નવું ઍડ કરતા રહીએ.’


વેલકમ ડ્રિન્ક

મહેમાનોની આગતા-સ્વાગતામાં વેલકમ ડ્રિન્કનું અદકેરું મહત્ત્વ છે. સમર વેડિંગમાં ચા-કૉફી ચાલતાં નથી અને રેડી ટુ સર્વ જૂસ હેલ્ધી ડ્રિન્કની કૅટેગરીમાં ન આવે તેથી વેલકમ ડ્રિન્ક તરીકે કેરી પન્નો યજમાનની ફર્સ્ટ ચૉઇસ હોય છે. કાચી અને પાકી બન્ને પ્રકારની કેરીમાંથી વેલકમ ડ્રિન્ક તૈયાર થાય. એકમાં કાચી કેરી ખમણીને ઍડ કરવામાં આવે છે તો બીજામાં પાકી કેરીને સ્મોલ સાઇઝમાં ચૉપ કરી ફૅન્સી ડેકોરેશન સાથે સર્વ કરવામાં આવે. આ આઇટમ રોટેશનમાં આખો દિવસ ચાલે છે. કાચી કેરીના પન્નામાં ફુદીનાનું કૉમ્બિનેશન પણ મસ્ત લાગે છે. 

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2022 01:36 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK