નવરાત્રિ હવે ઢૂંકડી જ છે. મન ભરીને ગરબે રમી લીધા બાદ રાતે કંઈક તો ચટપટી પેટપૂજા કરવી જ પડશે. એ માટે અમે તમારા માટે મુંબઈમાં મોડે સુધી ખુલ્લાં રહેતાં ફૂડ-આઉટલેટ્સનું લિસ્ટ બનાવ્યું છે એ ચેક કરી લો
અચીજા, ભગવતી
ગરબા રમ્યા બાદ પેટપૂજા કરવાનું કમ્પલ્સરી જેવું બની ગયું છે અને આમ પણ બે-ત્રણ કલાક સુધી તાનમાં આવીને કૂદી-કૂદીને ગરબા રમ્યા બાદ ભૂખ તો લાગવાની જ છે. એમાં પાછું ગરબા ખેલાતા હોય એની નજીકનાં ફૂડ-સ્ટૉલ અને રેસ્ટોરાંમાં જશો ત્યાં ભીડ પણ રહેવાની જ છે એટલે આ બધું વિચારીને અમે મુંબઈનાં કેટલાંક એવાં સ્થળ શોધી કાઢ્યાં છે જ્યાં મોડી રાત સુધી શટર ડાઉન થતાં નથી. આમ તો મુંબઈમાં નવરાત્રિ રાત્રે ૧૦ વાગ્યે બંધ કરી દેવામાં આવે છે પણ ત્રણ દિવસ રાત્રે ૧૨ વાગ્યા સુધી રમવાની પરવાનગી આપવામાં આવે છે. ત્યારે ખૈલેયાઓને મેદાનની બહાર નીકળતાં-નીકળતાં એક-બે વાગી જતાં હોય છે. એ સમયે મોટા ભાગનાં હોટેલ્સ અને ફૂડ- આઉટલેટ બંધ થઈ જતાં હોય છે અને ખૂબ ઓછી કહી શકાય એવી જગ્યાઓ જ મોડી રાત સુધી ખુલ્લી રહેતી હોય છે ત્યારે અમે મુંબઈનાં કેટલાંક પસંદગીનાં એવાં ફૂડ-આઉટલેટ્સ અને રેસ્ટોરાંનું લિસ્ટ તૈયાર કર્યું છે જે મોડી રાત સુધી ખુલ્લાં રહે છે તો અમુક તો એવાં છે જે વહેલી સવાર સુધી પણ ખુલ્લાં રહે છે. તો ચાલો, જોઈ લઈએ આ જગ્યાઓ.