° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


Summer Special: રોજ એક કેરી ખાવાથી પણ દૂર રહેશે ડૉક્ટર, જાણો કેરી ખાવાના અદ્ભુત ફાયદા

19 May, 2022 02:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેરીમાં આવશ્યક અને મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક Summer Special

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે કારણ કે તે તમારા સ્વાસ્થ્યને બદલવાની શક્તિ ધરાવે છે. રોજ એક કેરી ખાવાથી શરીરની અનેક બીમારીઓ દૂર રહે છે. ઉનાળાની ઋતુમાં કેરીની વસંત આવે છે અને આ વસંતનો સમય હાલ ચાલી રહ્યો છે. આવો જાણીએ આ મીઠું ફળ કેટલા ફાયદા આપે છે.

કેરીમાં આવશ્યક અને મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. મેડિકલ ન્યૂઝટુડેના અહેવાલ અનુસાર, જો તમે 165 ગ્રામ કેરી ખાઓ છો, તો તે શરીરને પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ, બીટા કેરોટીન, ફોલેટ વગેરે જેવા પોષક તત્વો મળે છે.

૧. રોગ અને સંક્રમણથી નિવારણ

ન્યુટ્રિઅન્ટ્સ અને ન્યુટ્રિશન, મેટાબોલિઝમ અને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ કેરીમાં વિટામિન A, C, B6, B12, ફાઈબર, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે, તો તમે શરદી, ખાંસી અને અન્ય ઘણા સંક્રમણથી બચી શકશો.

૨. ગર્ભાવસ્થામાં ફાયદાકારક

કેરીની અંદર હાજર ફોલેટ ગર્ભાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, સગર્ભા સ્ત્રીની અંદર થતા બાળકના વિકાસમાં ફોલેટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેથી સગર્ભા સ્ત્રીઓએ કેરીનું સેવન કરવું જોઈએ.

૩. ત્વચા અને વાળને સ્વસ્થ બનાવે છે

કેરીમાં વિટામિન સી અને વિટામિન એ બંને હોય છે, જે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વિટામિન A વાળને મોઇશ્ચરાઇઝ્ડ રાખવામાં મદદ કરે છે અને વિટામિન C ત્વચાને સુવાળી રાખવામાં મદદ કરે છે.

૪. પાચનમાં મદદ કેર છે

કેરીના ફળમાં ઘણા આવશ્યક ઉત્સેચકો હોય છે, જે પ્રોટીનને તોડવામાં અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. તે જ સમયે કેરીની અંદર રહેલા ઘણા એસિડ્સ પેટના એસિડને સંતુલિત રાખવામાં મદદ કરે છે, જેથી પાચન યોગ્ય રીતે થઈ શકે.

19 May, 2022 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

ક્યારેય ભૂલવું નહીં, તમારી રસોઈમાં મસાલાનો ઓવરડોઝ ન હોવો જોઈએ

ગ્રેટ ઍક્ટ્રેસની કૅટેગરીમાં મુકાતાં જતાં નીના ગુપ્તા આ ઍડ્વાઇઝ આપે છે એટલું જ નહીં, તે પોતે હેલ્ધી રસોઈ બનાવવાનાં શોખીન છે. પર્સનલ લાઇફમાં બહુ મોડેથી કિચનમાં જઈને રસોઈ બનાવવાનું શરૂ કરનારાં નીના ગુપ્તાની લૌકી કા ભર્તા બહુ પૉપ્યુલર થયેલી રેસિપી છે

05 July, 2022 03:49 IST | Mumbai | Rashmin Shah
ફૂડ એન્ડ રેસિપીઝ

બિનહરીફ રિયલ અર્થમાં બિન હરીફ છે

દાબેલી જેવી એક જ વરાઇટીમાં અલગ-અલગ જાતના એક્સપરિમેન્ટ કર્યા પછી પણ દાબેલીની ઓરિજિનલ મજા જરા પણ ખોવાય નહીં અને ઑથેન્ટિસિટી અકબંધ રહે એનું ધ્યાન બિનહરીફમાં રાખવામાં આવ્યું છે

30 June, 2022 02:23 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

ચા-કૉફીની ચુસકી સાથે ટ્રાય કરો હટકે બન્સ

ઑફિસનો સ્નૅક્સ ટાઇમ હોય કે પછી ઘેરબેઠાં મસ્ત વરસાદની સાથે કુકીઝ, બન્સ, સ્મૉલ પીત્ઝા, વૉફલ્સ જેવી ડિશીઝની હેલ્ધી ટ‍્વિસ્ટ આપેલી અવનવી વાનગીઓ ચાખવી હોય તો કાંદિવલીનાં સીમા મકવાણાએ શરૂ કરેલું બન્સ ઍન્ડ ડેલુચાસ ક્લાઉડ કિચન તમારા માટે છે.

30 June, 2022 01:58 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK