Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સ્પ્રિંગ અન્યન પુલાવ

05 November, 2012 06:32 AM IST |

સ્પ્રિંગ અન્યન પુલાવ

સ્પ્રિંગ અન્યન પુલાવ



સામગ્રી

  •  દોઢ કપ બાસમતી ચોખા
  •  ત્રણ ચમચા તેલ
  •  એક ચમચી જીરું
  •  અડધો કપ સ્પ્રિંગ અન્યન સ્લાઇસ કરેલા
  •  એક કપ સ્પ્રિંગ અન્યનનાં પાન ઝીણાં સમારેલાં
  •  ૪-૫ કળી ઝીણું સમારેલું લસણ
  •  મીઠું સ્વાદ પ્રમાણે
  •  બે ચમચી ગરમ મસાલો
  •  એક ચમચી લીંબુનો રસ
  •  સજાવટ માટે એક ચમચો સ્પ્રિંગ અન્યનનાં પાન સમારેલાં



રીત

ચોખાને ધોઈ અડધો કલાક પલાળી રાખો. એક નૉન-સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે જીરું ઉમેરો. ત્યાર બાદ એમાં સમારેલા કાંદા અને લસણ ઉમેરીને સાંતળો. ત્યાર બાદ એમાં પલાળેલા ચોખા ઉમેરી હલાવો અને ત્રણ કપ જેટલું પાણી ઉમેરો. ત્યાર બાદ એમાં ગરમ મસાલા પાઉડર અને મીઠું ઉમેરી હલાવો. એને ઢાંકીને ધીમા તાપે આઠથી દસ મિનિટ સુધી ચડવા દો. ભાત ચડી જાય એટલે ગૅસ પરથી ઉતારી લો. ત્યાર બાદ એમાં સ્પ્રિંગ અન્યનનાં પાન અને લીંબુનો રસ ઉમેરો. એને હળવા હાથે મિક્સ કરો. સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી સ્પ્રિંગ અન્યનનાં પાન ભભરાવીને ગરમ પીરસો.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2012 06:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK