° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


ક્યારેય ભૂલવું નહીં, તમારી રસોઈમાં મસાલાનો ઓવરડોઝ ન હોવો જોઈએ

05 July, 2022 03:49 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગ્રેટ ઍક્ટ્રેસની કૅટેગરીમાં મુકાતાં જતાં નીના ગુપ્તા આ ઍડ્વાઇઝ આપે છે એટલું જ નહીં, તે પોતે હેલ્ધી રસોઈ બનાવવાનાં શોખીન છે. પર્સનલ લાઇફમાં બહુ મોડેથી કિચનમાં જઈને રસોઈ બનાવવાનું શરૂ કરનારાં નીના ગુપ્તાની લૌકી કા ભર્તા બહુ પૉપ્યુલર થયેલી રેસિપી છે

નીના ગુપ્તા કુક વિથ મી

નીના ગુપ્તા

મને ખાવું પસંદ છે, બનાવવું પસંદ છે અને બનાવીને ખવડાવવું પણ પસંદ છે. હું કહીશ કે મારાં મમ્મી કુકિંગનાં બહુ શોખીન નહોતાં પણ મારાં નાનીને કુકિંગનો બહુ શોખ અને મને જે કંઈ કુકિંગની થોડીક ટિપ્સ મળી છે એ મારાં નાની પાસેથી મળી છે એ મારે સ્વીકારવું જ રહ્યું. 
કુકિંગમાં એક્સપરિમેન્ટ કરવા મને ગમે. જોકે મારા મોટા ભાગના એક્સપરિમેન્ટ કોઈ પણ આઇટમને હેલ્ધી વર્ઝન બનાવવા પૂરતા હોય અને ઑબ્વિયસ છે કે તમે નવા અખતરા કરતા હો તો ડેફિનેટલી એમાં બ્લન્ડર પણ થાય, પણ સાચું કહું તો હું એ બધાં જ બ્લન્ડર્સ પણ એન્જૉય કરતી હોઉં છું. 
દેશી ફૂડની શોખીન | હું મોટા ભાગે ઇન્ડિયન ફૂડ પ્રિફર કરું છુ. આજકાલ બધાને જે આ એશિયન ફૂડનો ચટાકો લાગ્યો છે એ મને ખાસ પસંદ નથી. હું પહેલો પ્રેફરન્સ ઇન્ડિયન ફૂડ, એ પછી જો ઑપ્શન હોય તો મેક્સિકન, ઇટાલિયન પસંદ પડે. મારા હાથની અમુક આઇટમો તો ખરેખર ખૂબ પૉપ્યુલર છે. જેમ કે હું આલૂ-પનીરની એક સબ્જી બનાવું છું જે બહાર બહુ ઓછી પૉપ્યુલર છે. તમે એમ કહો કે મારા એક્સપરિમેન્ટમાંથી એ ડેવલપ થયેલી છે. કાંદા વિનાની આ સબ્જી તમે ખાઓ તો આંગળાં ચાટતા રહી જાઓ. એ જ રીતે રોટી પીત્ઝા પણ હું બનાવું છું જેમાં ચીઝ ન હોય છતાં પણ તમને મજા પડી જાય. મગની દાળની પકોડી, ગ્રીન મસાલાથી કબાબ્સ, દહીંવડા, દહીંપકોડી, પનીર રોલ્સ, પંજાબી કઢી, વેજિટેબલ રાઈતું, બેન્ગન ભર્તા જેવી આઇટમો મારી સિગ્નેચર ડિશ છે એમ કહી શકો. 
કોઈક આઇટમ કુક પાસેથી શીખી છું તો કોઈક વળી કોઈના ઘરે ચાખેલી આઇટમ હોય. એક વાત કહીશ, કોઈ પણ ડિશ હોય; એને હેલ્ધી બનાવીને પીરસવાનો મારો પહેલો પ્રયાસ હોય છે. જેમ કે હું સ્પ્રાઉટ્સ અને વાઇટ વટાણાનું મિસળ બનાવું. જનરલી તમે મટકી મિસળ ખાધું હોય પણ આ સ્પ્રાઉટ મિસળ પણ બહુ જ ટેસ્ટી લાગે છે. એવી જ રીતે લૌકી કા ભર્તા એક નવી ડિશ મેં ટ્રાય કરી જે પણ ખૂબ સ્વાદિષ્ટ બની. દૂધીને રીંગણાની જેમ ગૅસ પર શેકીને એને ગ્રાઇન્ડ કરીને રીંગણાના ભર્તાની જેમ જ બનાવો તો જેમને દૂધી ન ભાવતી હોય તેઓ પણ આંગળાં ચાટી-ચાટીને આ સબ્જી ખાશે. 
કુકિંગ મારું પૅશન છે, પ્રોફેશન નહીં એટલે જ્યારે પણ સમય મળે ત્યારે જ કુક કરવાનું હું પસંદ કરું અને સાથે એમાં કટિંગ, ચૉપિંગ માટે તો મને હેલ્પ મળતી હોય એટલે હું ઑલમોસ્ટ સુપરવિઝનના રોલમાં હોઉં એમ કહું તો ચાલે.
પકોડા અને ચાટનો બહુ શોખ | મને પકોડા અને ચાટ આઇટમનો જબરો શોખ છે. મને આલૂ પૂરી, વડાપાંઉ, ભજિયાં, ઝુણકા-ભાકર જેવી આઇટમો અત્યંત પ્રિય છે. ઇન ફૅક્ટ, ગુજરાતી ખમણ ઢોકળા પણ મને ભાવે. જોકે આજે પણ એ બનાવવામાં ક્યારેક લોચો થઈ જતો હોય છે. વરસાદમાં નૅચરલી આવી ગરમાગરમ આઇટમો ખાવાની મજા પડતી હોય છે. 
મારું ડાઇજેશન સેન્સિટિવ છે એટલે હું કંઈ પણ પચાવી શકતી નથી હોતી. એટલે બહારનું ઓછું જ ખાઉં. શૂટિંગ પર હોઉં ત્યારે મારી હેલ્પર સાથે જ હોય અને હું હોમમેડ ફૂડ ત્યાં પણ અરેન્જ કરી લઉં છું.
હું તમને લોકોને એક ઍડ્વાઇઝ આપીશ. રસોઈ બનાવવી એ એક કળા છે અને એ આર્ટની કેટલીક મહત્ત્વપૂ્ર્ણ ટિપ્સ છે. જેમ કે ફૂડને ઓવરકુક્ડ નહીં કરવાનું. જરૂરથી વધારે પાણી દાળ-શાકમાં નહીં નાખવાનું કે પછી અ્રેને દૂર કરવા તમારે દાળ-શાકને વધારે સમય રાખવું પડે. દરેક આઇટમમાં લસણ, કાંદા, આદું નાખવા કમ્પલ્સરી નથી. મસાલા અને તેલ ઓછા હોય તો ખાવાનો ઓરિજિનલ ટેસ્ટ જળવાઈ રહે. ફૂડની પોતાની ફ્લેવર તમારી પ્રત્યેક ડિશમાંથી ઝળકવી જોઈએ.


નેવર-એવર
દરેક આઇટમને વધારે પડતી ટેસ્ટી બનાવવાની લાયમાં ક્યાંય એનાં સત્ત્વો મરી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મસાલા કેક

લૉકડાઉનમાં તમને ખબર હોય તો બેકિંગ બહુ ચાલ્યું હતું. બેકિંગમાં મને વિચાર આવ્યો કે ચાલને કંઈક હટકે કરું. બેઝિક કેક બનાવતાં આવડી ગઈ હતી એટલે મેથડ અને ટેક્નિક બરાબર સમજાઈ ગઈ હતી, પણ મારી અંદર રહેલો પેલો રેસિપી ઇનોવેટરનો જીવ કહે કે કંઈક નવું બનાવીએ. મીઠી કેક તો આપણે ખાતા જ હોઈએ. શુગર શરીરને નુકસાન પણ કરે એટલે મને થયું કે ચાલ કંઈક હેલ્ધી વર્ઝન ટ્રાય કરું. એમાંને એમાં મેં મસાલા કેક બનાવવાનું નક્કી કર્યું. હવે એમાં મસાલામાં મેં ગરમ મસાલો ઍડ કર્યો અને કેક બનાવી. એની સુગંધથી લઈને સ્વાદ બાપ રે એટલો હૉરિબલ હતો કે વાત ન પૂછો. થાય આવું પણ. અખતરાઓ ઊંધા પણ પડે ક્યારેક. 

05 July, 2022 03:49 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

Sunday Snacks: માટુંગા આમ તો સાઉથ ઇન્ડિયન ફૂડનો અડ્ડો છે પણ રામાશ્રય ખાસ છે

આજે ટ્રાય કરો માટુંગાની રામાશ્રય હોટલનો પાઈનેપલ શીરો અને બટન ઇડલી

13 August, 2022 01:55 IST | Mumbai | Karan Negandhi
ફૂડ એન્ડ રેસિપીઝ

કંઈક જમ્યાનો અનુભવ કરાવે છે ટાકો બેલ

અમેરિકામાં તમે મૅક્ડોનલ્ડ્સ કે બર્ગર કિંગમાં ખાઈ ન શકો, કારણ કે એ લોકો વેજ બર્ગરમાં પૅટીસ મૂકતા જ નથી. નકરાં ટમેટાં અને કાંદા નાખીને બર્ગર આપી દે, એ લુખ્ખું બર્ગર કેવી રીતે ગળે ઊતરે?

11 August, 2022 03:31 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

Sunday Snacks: ગુરુકૃપાના છોલે સમોસાં જ નહીં આ આઇટમ પણ છે મસ્ટ ટ્રાય

આજે ટ્રાય કરો સાયનના ટેસ્ટી ભજિયાં છોલે સાથે

06 August, 2022 11:00 IST | Mumbai | Karan Negandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK