કે. સી. કૉલેજ અને એચ. આર. કૉલેજની બાજુમાં આવેલો રાજુ સૅન્ડવિચનો સ્ટૉલ ત્રણ દાયકા જૂનો છે
ખાઈપીને જલસા
રાજુ સૅન્ડવિચ સ્ટૉલ
ઑફિસ ગોઅર્સ, ટૂરિસ્ટો અને સ્ટુડન્ટ્સથી આખો દિવસ ગીચોગીચ રહેતા એવા ચર્ચગેટમાં ગલીએ-ગલીએ ખાઉગલી ઊભી થઈ ગઈ છે એટલું જ નહીં, રેસ્ટોરાં અને હોટેલ પણ ઠેરઠેર જોવા મળે છે એવી પરિસ્થિતિમાં લગભગ દાયકા કરતાં પણ વધારે સમયથી એક જ જગ્યાએ ટકી રહેવું અને ગ્રાહકોને સ્વાદથી બાંધી રાખવા કોઈ સરળ વાત નથી, પણ રાજુ સૅન્ડવિચ સ્ટૉલે એ કરી દેખાડ્યું છે.