° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


ઓટ્સ-અન્યન પરાઠા

09 October, 2012 05:47 AM IST |

ઓટ્સ-અન્યન પરાઠા

ઓટ્સ-અન્યન પરાઠા




સામગ્રી

  •  લોટ બાંધવા માટે
  •  પોણો કપ ઘઉંનો લોટ
  •  પા કપ અધકચરા દળેલા ઓટ્સ
  •  બે ચમચા દહીં
  •  મીઠું સ્વાદ પ્રમાણે


સ્ટફિંગ માટે

  •  અડધો કપ બારીક સમારેલો લીલો કાંદો
  •  અડધો કપ બારીક સમારેલા લીલા કાંદાનાં પાન
  •  અડધી ચમચી જીરું
  •  એક ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  •  એક ચમચી બારીક સમારેલું લસણ
  •  અડધી ચમચી તેલ
  •  મીઠું સ્વાદ પ્રમાણે
  •  એક ચમચી તેલ
  •  શેકવા માટે તેલ


રીત

લોટ બાંધવા માટેની બધી સામગ્રીને એક બાઉલમાં લઈ જરૂર પ્રમાણે પાણી ઉમેરી મધ્યમ લોટ બાંધો અને અલગ રાખો. સ્ટફિંગ બનાવવા માટે એક નૉન-કડાઈમાં તેલ ગરમ કરી એમાં જીરું ઉમેરો. ત્યાર બાદ એમાં લસણ અને લીલાં મરચાંની પેસ્ટ ઉમેરીને સાંતળો.

ત્યાર બાદ એમાં સમારેલા કાંદા અને કાંદાનાં પાન ઉમેરીને હલાવો અને એકથી બે મિનિટ માટે સાંતળો. પછી મીઠું મિક્સ કરો અને એક મિનિટ સુધી ચડવા દો. ત્યાર બાદ ગૅસ બંધ કરીને અલગ રાખો.

હવે પરાઠા બનાવવા માટે લોટનો લૂઓ લઈને એને થોડું વણો. એમાં કાંદાનું તૈયાર કરેલું સ્ટફિંગ ભરી કિનારીઓને સીલ કરો અને ફરી પરાઠાના શેપમાં વણો. આ જ રીતે બધા પરાઠા તૈયાર કરો. એક નૉન-સ્ટિક તવી પર તેલ લગાવી પરાઠાને બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. એને ઠંડા દહીં અથવા રાયતા સાથે ગરમ-ગરમ સર્વ કરો.

09 October, 2012 05:47 AM IST |

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

દેશી પ્લેટ, વિદેશી ટેસ્ટ

‘જુગાડી અડ્ડા’નાં વડાપાંઉ ખાતી વખતે તમને એ ‘સબવે’નું દેશી વર્ઝન લાગી શકે છે

06 May, 2021 11:48 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

સાદા ઉત્તપમને જો ટાકોઝના રૂપમાં તમારી સામે મૂકવામાં આવે તો?

કંઈ નવું અને એ પણ ૧૦૦ ટકા શાકાહારી અને હોમમેડ ટ્રાય કરવું હોય તો મિહિર પાસે છે તમારા માટે પચાસથી પણ વધારે ફ્યુઝન ડિશિસ

22 April, 2021 11:12 IST | Mumbai | Jigisha Jain
ફૂડ એન્ડ રેસિપીઝ

પાંઉની સૉફ્ટનેસ અને વડાની ક્રિસસ્પીનેસનો અદ્ભુત સંગમ

અંધેરી અપનાબજારના જય મહારાષ્ટ્ર વડાપાંઉના વડાને સહેજ વધારે કડક કરવામાં આવે છે એટલે એની ક્રિસ્પીનેસનો સ્વાદ પણ વડાપાંઉમાં ઉમેરાય છે

15 April, 2021 01:47 IST | Mumbai | Sanjay Goradia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK