Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પૌષ્ટિક ગ્રીન મસ્તી

02 February, 2021 02:59 PM IST | Mumbai
Neha Thakkar

પૌષ્ટિક ગ્રીન મસ્તી

પૌષ્ટિક ગ્રીન મસ્તી

પૌષ્ટિક ગ્રીન મસ્તી


સામગ્રી
☞ એક કપ સરગવાની લીલી ભાજી
☞ એક કપ મેથીની ભાજી
☞ એક કપ પાલકની ભાજી
☞ એક કપ કાપેલી લીલી ડુંગળી
☞ અડધો કપ સરગવાનાં ફૂલ
☞ એક કપ લીલું લસણ કાપેલું
☞ એક કપ કાપેલી સુવાની ભાજી
☞ એક કપ કાપેલા લીલા ધાણા
☞ એક કપ તુવેર દાણા
☞ એક કપ લીલા વટાણા
☞ બે ચમચી લીલાં મરચાંની પેસ્ટ
☞ અડધો કપ તાજું નારિયેળનું છીણ
☞ બે ચમચી આખા ધાણા
☞ એક ચમચી જીરું
☞ એક ચમચી લીંબુનો રસ
રીત
સૌથી પહેલાં પૅનમાં બે ચમચા તેલ ગરમ કરવું. એમાં જીરું, આખા ધાણા, લીલી ડુંગળી, લીલું લસણ, તુવેર દાણા, લીલા વટાણા, તાજું નારિયેળનું છીણ નાખી પાંચ મિનિટ શેકી લો. હવે મિક્સર જારમાં લઈ થોડું જાડસર પીસી લો. હવે એક પૅનમાં બે ચમચા તેલ ગરમ કરવું. એમાં પેસ્ટને બે-ત્રણ મિનિટ શેકી લેવી.
હવે એમાં બધી લીલી શાકભાજી
નાખી સારી રીતે શેકી લો.
હવે મીઠું, ધાણા પાઉડર, લીંબુનો રસ અને અડધો કપ પાણી નાખી મિક્સ કરવું.
તો તૈયાર છે વિન્ટર સ્પેશ્યલ ગ્રીન મસ્તી.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2021 02:59 PM IST | Mumbai | Neha Thakkar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK