° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


મોકા કુકીઝ

21 August, 2012 05:32 AM IST |

મોકા કુકીઝ

મોકા કુકીઝ

moca-cookies


આજની વાનગી

 

સામગ્રી

 •  ૫૦ ગ્રામ બ્રાઉન શુગર
 •  ૫૦ ગ્રામ દળેલી સાકર
 •  ૫૦ ગ્રામ બટર
 •  અડધું પાકેલું કેળું
 •  એકથી બે મોટા ચમચા દૂધ
 •  ૧૦૦ ગ્રામ મેંદો
 •  ચપટી મીઠું
 •  પા ચમચી સોડા
 •  એક મોટો ચમચો ઇન્સ્ટન્ટ કૉફી પાઉડર
 •  અડધી ચમચી કૉફી અથવા વૅનિલા એસેન્સ
 •  બે મોટા ચમચા ચૉકલેટ ચિપ્સ
 •  એક ચમચી આઇસિંગ શુગર

 રીત

એક બાઉલમાં બ્રાઉન શુગર, દળેલી સાકર અને અને બટર લઈ ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરો. બટર રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. પાકાં કેળાંનો છૂંદો કરી સાકરના મિશ્રણમાં ઉમેરો અને ફરી બીટ કરો. એક ચમચી દૂધ ઉમેરી મિક્સ કરો. ત્યાર બાદ તૈયાર કરેલા મિશ્રણમાં મેંદો, મીઠું, સોડા, કૉફી પાઉડર અને એસેન્સ ઉમેરી બરાબર હલાવો. હવે ચૉકલેટ ચિપ્સ ઉમેરી હલાવો અને ૧૦-૧૫ મિનિટ માટે ફ્રિજમાં સેટ કરવા મૂકો. હવે આ મિશ્રણમાંથી ગોળ બૉલ્સ બનાવો. એક કાંટાને આઇસિંગ શુગરમાં બોળી બનાવેલા બૉલ્સને થેપી કુકીનો શેપ આપો. હવે પ્રી-હીટ કરેલા અવનમાં ૧૮૦ ડિગ્રી સેન્ટિગ્રેટ પર ૨૦-૨૫ મિનિટ માટે બેક કરો. બેક થઈ જાય એટલે બહાર કાઢી ઠંડી પાડો અને ઍરટાઇટ કન્ટેનરમાં ભરી લો.

આ રેસિપી વાચક જ્યોતિ રવાણીએ મોકલાવી છે.

21 August, 2012 05:32 AM IST |

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

દેશી પ્લેટ, વિદેશી ટેસ્ટ

‘જુગાડી અડ્ડા’નાં વડાપાંઉ ખાતી વખતે તમને એ ‘સબવે’નું દેશી વર્ઝન લાગી શકે છે

06 May, 2021 11:48 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

સાદા ઉત્તપમને જો ટાકોઝના રૂપમાં તમારી સામે મૂકવામાં આવે તો?

કંઈ નવું અને એ પણ ૧૦૦ ટકા શાકાહારી અને હોમમેડ ટ્રાય કરવું હોય તો મિહિર પાસે છે તમારા માટે પચાસથી પણ વધારે ફ્યુઝન ડિશિસ

22 April, 2021 11:12 IST | Mumbai | Jigisha Jain
ફૂડ એન્ડ રેસિપીઝ

પાંઉની સૉફ્ટનેસ અને વડાની ક્રિસસ્પીનેસનો અદ્ભુત સંગમ

અંધેરી અપનાબજારના જય મહારાષ્ટ્ર વડાપાંઉના વડાને સહેજ વધારે કડક કરવામાં આવે છે એટલે એની ક્રિસ્પીનેસનો સ્વાદ પણ વડાપાંઉમાં ઉમેરાય છે

15 April, 2021 01:47 IST | Mumbai | Sanjay Goradia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK