Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

05 July, 2021 11:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

મમતા અનિલ જોટાણીયા, મુલુંડ

મમતા અનિલ જોટાણીયા, મુલુંડ


નાચની ભાખરી પનીર ટિક્કા પીત્ઝા

સામગ્રી 
નાચનીની ક્રિસ્પી ભાખરી, પનીર ટિક્કા, પીત્ઝા સૉસ,  મેયોનીઝ, ચીઝ, બટર, પંજાબી ગરમ મસાલો, બાદશાહ ચાટ મસાલો
રીત
પનીર ટિક્કા બનાવવાની રીત: ૧/૨ કપ ક્યુબ પનીર, ૧/૨ કપ સમારેલા કાંદા, ૧/૨ કપ સમારેલાં કૅપ્સિકમ બધુ સ્ક્વેર શેપમાં કાપવાં. બે ચમચી દહીં અથવા યોગર્ટ, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરું, ૧/૨ ચમચી બાદશાહ ગરમ મસાલો, ચપટી આમચૂ પાઉડર, ૧/૨ ચમચી બાદશાહ ચાટ મસાલો, ૧ ચમચી ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું. આ બધી સામગ્રીને મિક્સ કરી ૨૦ મિનિટ મેરિનેશન માટે સાઇડમાં ઢાંકીને રહેવા દો. ત્યાર બાદ ઢોસાના તવા ઉપર મિક્સ કરેલું પનીર ટિક્કાનું મિશ્રણ, ૧ ચમચી બટર મૂકી ધીમા ગૅસ ઉપર ડ્રાય થાય ત્યાં સુધી ગ્રિલ કરી લો.
પીત્ઝા સૉસની રીત : ૩ ટમેટાની પ્યુરી, ૧ ચમચી વાટેલું આદુ, બારીક સમારેલો કાંદો, ૧ ચમચી મરી પાઉડર, ૧ ચમચી મિક્સ હર્બ્સ, ૧ ચમચી ચિલી ફ્લેક્સ, ૧ ચમચી તેલ, ૧ ચમચી ટમેટો કેચપ, ૧ કડાઈમાં તેલ ગરમ કરી એમાં કાંદો, કૅપ્સિકમ અને આદુ સાંતળી એમાં ટમેટો પ્યુરી અને બધા મસાલા નાખી ચડવા દો. ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.
પીત્ઝા બનાવવાની રીત : ઢોસાની લોઢી પર ભાખરી મૂકો. એના પર બટર અથવા ઘી લગાવી એના ઉપર મેયોનીઝ અને પીત્ઝા સૉસ લગાવો. પનીર ટિક્કા પાથરી ચીઝ ભભરાવો. એના ઉપર ચિલી ફ્લેક્સ, ઑરેગાનો ભભરાવી પાંચ મિનિટ ઢાંકી ધીમી આંચ પર ગરમ થવા દો અને ગરમ-ગરમ હેલ્ધી ફ્યુઝન પીત્ઝા માણો.



મેક્સિકન પ્લૅટર, ચેતના હેમંત પરીખ, બોરીવલી


Chetna Hemant Parikh

સામગ્રી 
બર્ન્ટ ગાર્લિક રાઇસ : ૧ કપ છૂટા બાફેલા બાસમતી રાઇસ, ૧ ચમચી બારીક સમારેલું લસણ, ૧ ચમચી મિક્સ હર્બ્સ, ૧ ચમચી બટર, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદ મુજબ, ૧ ચમચી ચિલી ફ્લેક્સ, ૧ ચમચી ફ્રેશ કોથમીર અથવા પાર્સલી
બીન્સ મસાલા : ૧ ચમચી બટર, ૧ ચમચી તેલ, ૧ ચમચી બારીક સમારેલું લસણ, ૧/૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧/૨ ચમચી બારીક સમારેલા કાંદા, ૧ કપ મિક્સ સમારેલાં લાલ, પીળાં કૅપ્સિકમ, પર્પલ કોબી, ગાજર, મિક્સ વેજિટેબલ્સ, ૧ કપ બ્લાન્ચ ટમેટો પ્યુરી, મીઠું સ્વાદ મુજબ, ૧ ચમચી સાકર, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી શેકેલું જીરુ પાઉડર, ૧ ચમચી પેપરિકા પાઉડર અથવા કાશ્મીરી મરચું પાઉડર, ૧ ચમચી મિક્સ હર્બ્સ, ૧/૨ કપ બાફેલા રાજમા, ૧/૪, ટમેટો કેચપ
વેજી ગાર્લિક બ્રેડ : ગાર્લિક બ્રેડના પીસ ૭-૮ નંગ, બટર બે ચમચી, ઑલિવ ઑઇલ બે ચમચી, ૧ ચમચી લસણ બારીક સમારેલું, ૧ ચમચી મિક્સ વેજિટેબલ ઉપરથી લેવા, ચીઝ
રીત 
બર્ન્ટ ગાર્લિક રાઇસ: ૧ પૅનમાં બટર અને તેલ ગરમ કરવું. એમાં લસણ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું. એમાં મિક્સ હર્બ્સ અને ચિલી ફ્લેક્સ નાખી તરત બાફેલા ભાત નાખી મીઠું નાખી ભાત હલાવી લેવા. નીચે ઉતારી એમાં કોથમીર અથવા પાર્સલી નાખવી.
બીન્સ સાલ્સા: પૅનમાં બટર અને તલ ગરમ કરી તેમાં આદુ-મરચાની પેસ્ટ સાંતળવી. લસણ અને કાંદા નાખી કાંદા બ્રાઉન કરવા. એમાં ત્રણ કલરના બેલ પેપર્સ (કૅપ્સિકમ), પર્પલ કોબી અને ગાજર નાખી સાંતળવું. શાક કાચું-પાકું ચડે એટલે તેમાં બાફેલા રાજમા નાખવા. રાજમા થોડા મૅશ એટલે અધકચરા કરવા. તેમાં મીઠું, સાકર, પેપરિકા અથવા કાશ્મીરી મરચું પાઉડર, મિક્સ બેસ, શેકેલું જીરું પાઉડર નાખી બરાબર કુક કરવું.
ત્યાર બાદ તેમાં બ્લાન્ચ કરેલા ટમેટાની પ્યુરી નાખવી. ૧/૪ કપ ટમેટાનો કેચપ નાખવો. બરાબર કુક કરવું. જો આ બીન્સ સાલ્સા પાતળો લાગે તો ૧-૨ ચમચી કૉર્નફ્લોરની સ્લરી નાખીને બરાબર કુક કરવું.
વેજી ગાર્લિક બ્રેડ: ગાર્લિક લોફની સ્લાઇસ કરી સાદું બટર લગાવવું. એક બાઉલમાં બટર અને ઑલિવ ઑઇલ મિક્સ કરવું. તેમાં બારીક સમારેલું લસણ, બારીક સમારેલાં ત્રણ કલરનાં કૅપ્સિકમ અને પર્પલ કોબી અને કાંદો નાખવાં. ચીઝ છીણીને નાખવું. આ સ્ટફિંગને દરેક બ્રેડ સ્લાઇસ પર લગાડવું.
સર્વ કરવાની રીત: એક મોટી બેકિંગ ટ્રેને બટર લગાડવું. ગાર્લિક રાઇસને ટ્રેમાં રાઉન્ડ પાથરવો. વચ્ચે ખાડો કરવો. તેમાં બીન્સ સાલ્સા મૂકવા. બ્રેડને રાઇસની આજુબાજુ ગોઠવવા. આ બેકિંગ ટ્રેન હવે પ્રીહીટ કરેલા અવનમાં ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ બેક કરવા.
મેક્સિકન પ્લૅટર ગરમ-ગરમ સર્વ કરવું.


મોદક રસગુલ્લા, કોકિલા રાજેશ શાહ, ઘાટકોપર

Kokila Rajesh Shah

સામગ્રી 
૧ લિટર ગોકુળ ગાયનું દૂધ, ૧ મોટો ચમચો સફેદ વિનેગર, સાકર, પાણી.
સામગ્રી 
સૌપ્રથમ ગાયના દૂધને ગૅસ પર ગરમ કરવું. એક ઊભરો આવે એટલે ગૅસ બંધ કરી દેવો. ૨-૩ મિનિટ વરાળ નીકળી જાય એટલે અંદર એક ચમચો સફેદ વિનેગર નાખી બે-ત્રણ મિનિટ હલાવવું. એટલે પનીર છૂટું પડશે.
ચાળણી ઉપર મલમલનો પાતળો કટકો રાખી એને એકદમ ભીનો કરો. પછી દૂધનો ટોપ એની ઉપર રેડી દો ને નળ ચાલુ કરી પનીરને એકદમ ઠંડું થાય ત્યાં સુધી ધોઈ નાખો. પછી કપડા સાથે પનીરને એકદમ નીચોવીને પાણીનો ભાગ કાઢી લો.
આ પનીરને એક થાળીમાં નાખી છૂટું કરો અને વાટકાથી માપી લો. છુટ્ટા પનીરને હથેળીના ભાગથી એકદમ ૧૦ મિનિટ સુધી મસળી લો એટલે સુંવાળું પનીર થઈ જશે ને ગોળો બનાવો.
મોટા ગોળામાંથી નાના-નાના ૮થી ૧૦ ગોળા લંબગોળ બનાવો. આ ગોળાને મોદકના મોલ્ડમાં નાખી મોદકનો શેપ આપો અને રહેવા દો.
કડાઈમાં પનીર જેટલું નીકળ્યું હોય એ માપની સાકર લેવી અને એ વાટકાનું સવાબેગણું પાણી લેવું. કડાઈમાં સાકર અને પાણી મિક્સ કરી ઉકાળવા મૂકવું. એકદમ પાણી ઊકળે એટલે કડાઈમાં ગોળા નાખી દો. ૧૦ મિનિટ ફાસ્ટ ગૅસ પર એને પાંચ મિનિટ ધીમા ગૅસ પર છીબું ઢાંકીને ઊકળવા દો. ગૅસ બંધ કરી દો અને છીબું ખોલી નાખો. ૨-૩ કલાક પછી ખાવાના ઉપયોગમાં લઈ શકાય.
આ રસગુલ્લા ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. ફ્રિજમાં પણ પાંચથી ૬ દિવસ સુધી ટકે છે.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2021 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK