° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


કલમી વડાં

20 November, 2012 06:22 AM IST |

કલમી વડાં

કલમી વડાં


સામગ્રી

  •  અડધો કપ ચણાની દાળ
  •  પા કપ મગની પીળી દાળ
  •  પોણો કપ બાફીને ક્રશ કરેલા બટેટા
  •  બે ઝીણાં સમારેલાં લીલાં મરચાં
  •  એક ચમચો ઝીણું સમારેલું આદું
  •  મીઠું અને મરી સ્વાદ પ્રમાણે
  •  બે ચમચા બારીક સમારેલી કોથમીર
  •  પા ચમચી હિંગ
  •  તળવા માટે તેલ


રીત

ચણાની તેમ જ મગની દાળને ચારથી પાંચ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ દાળને નિતારીને અધકચરી વાટી લો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું. ત્યાર બાદ આ મિશ્રણને એક બાઉલમાં કાઢો. હવે એમાં બટેટાનો છૂંદો, લીલાં મરચાં, આદું, મીઠું, મરી, કોથમીર અને હિંગ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણના ૭થી ૮ સરખા ભાગ કરો. દરેક ભાગમાંથી પેટિસ જેવાં વડાં તૈયાર કરો અને અલગ રાખો. હવે એક ફ્રાઇંગ પૅનમાં તળવા માટેનું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. હવે વડાને એક પેપર પર કાઢો અને દરેક વડાને ચપ્પુથી ચાર ટુકડામાં કાપો. કાપ્યા બાદ ફરી એ વડાને ગરમ તેલમાં કડક થાય ત્યાં સુધી તળો. પેપર પર કાઢો. ત્યાર બાદ સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર-ફુદીનાની લીલી ચટણી સાથે પીરસો.

( કલમી વડાંને બે વાર ફ્રાય કરવાં પડે છે)

20 November, 2012 06:22 AM IST |

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

ક્યારેય ન ખાધો હોય એવો સાંભાર ખાવો હોય તો ખોલો સોશ્યલ મીડિયા

ઘરઘરાઉ વરાઇટી બનાવતાં માટુંગાના કલાબહેનની સાઉથ ઇન્ડિયન વરાઇટી ઑથેન્ટિક તમિલિયન ટેસ્ટની છે

10 June, 2021 11:51 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

ત્રિકોણ નહીં, ચોરસ સમોસાં અને બીજાં અઢળક ફરસાણોની સ્વાદ-યાત્રા

ગરમાગરમ જલેબી, કેરીનો રસ, ખમણ અને ખાટાં ઢોકળાં સાથેનું બપોરનું ભોજન માણ્યા પછી થાય કે છોને લૉકડાઉન ચાલતું રહે, આપણે મસ્ત પેટપૂજા કરીને આરામથી સૂઈ જઈએ

03 June, 2021 11:39 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

ઘેરબેઠાં ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન સ્વાદની સફર

‘ફોર્ટીફોર’ નામની આ રેસ્ટોરાંની અમુક વરાઇટી ઇન્ડિયન ટેસ્ટની હોવાને લીધે એનો સ્વાદ ચાર ચાસણી ચડી જાય છે

27 May, 2021 11:21 IST | Mumbai | Sanjay Goradia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK