° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


બાહુબલી પાંઉભાજી

27 November, 2022 11:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચર્ની રોડમાં આવેલી પાંઉભાજી માટે જાણીતી ગોવિંદાશ્રમ રેસ્ટોરાંએ એક બાહુબલી પાંઉભાજી કૉમ્બો શરૂ કર્યું છે.

બાહુબલી પાંઉભાજી

બાહુબલી પાંઉભાજી

છાશવારે પબ્લિસિટી સ્ટન્ટ માટે રેસ્ટોરાંઓ જાયન્ટ ડિશ તૈયાર કરીને એને ફિનિશ કરવાની ચૅલેન્જ આપતા હોય છે. જોકે એમાં ફૂડનો બગાડ પુષ્કળ થાય છે. અલબત્ત, હવે રેસ્ટોરાંવાળા ભોજનનો બગાડ ન થાય એ માટે એકલા ડિશ ફિનિશ કરવા કરતાં મિત્રો સાથે બેસીને એને એન્જૉય કરી શકાય એવી ડીલ આપતા થઈ ગયા છે. ચર્ની રોડમાં આવેલી પાંઉભાજી માટે જાણીતી ગોવિંદાશ્રમ રેસ્ટોરાંએ એક બાહુબલી પાંઉભાજી કૉમ્બો શરૂ કર્યું છે. એમાં ત્રણ નૉર્મલ સર્વિંગ્સ જેટલી ભાજી હોય છે અને સાથે બટરથી લથબથ ૧૬ પાંઉ હોય છે. એ ઉપરાંત ૮ ગુલાબજાંબુ, ચાર કોલ્ડ ડ્રિન્ક્સ અને આઠ પાપડ તેમ જ કાંદા-ટમેટાં-કોબીનું મોટું કચુંબર ભરેલું બાઉલ હોય છે. પાંઉભાજીના પ્રણેતા કહેવાતા સરદાર પાંઉભાજીવાળાએ આ ડિશને એટલી બટરલી બનાવી દીધી છે કે ત્રણ સર્વિંગ્સ એકસામટા કોઈ એક વ્યક્તિ પૂરી કરી શકે એવું તો હજી સુધી સંભવ નથી બન્યું, પરંતુ આ કૉમ્બો ભુખ્ખડ મિત્રો સાથે ખાવા જાઓ તો ઇકૉનૉમિક જરૂર પડી શકે છે. આ બાહુબલી પાંઉભાજી ૭૯૯ રૂપિયામાં મળે છે અને એની ક્વૉન્ટિટી જોતાં ચારથી પાંચ મિત્રો આરામથી એમાં પેટ ભરીને ભોજન કરી શકે એમ છે. 

27 November, 2022 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

Sunday Snacks: મુંબઈમાં આ જગ્યાએ મળે છે અસલ કોટા સ્ટાઈલ કચોરી

આજે ટ્રાય કરો ભાઈંદરમાં મળતી સ્પેશિયલ કોટા કચોરી

04 February, 2023 11:49 IST | Mumbai | Karan Negandhi
ફૂડ એન્ડ રેસિપીઝ

કચ્છનો આસ્વાદ બોરીવલીના આંગણે

હરભોલે આવ્યું અને મેં ગાડી ઊભી રાખી કે આજે તો ટેસ્ટ કરી જ લઈએ અને મેં બધાં માટે કચ્છી દાબેલીનો ઑર્ડર કર્યો

02 February, 2023 05:16 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

બાજરી ફણગાવીને ખાવાથી વધુ સુપાચ્ય બનશે

ઇન્ટરનૅશનલ મિલેટ યર નિમિત્તે શરૂ કરેલી આ સિરીઝમાં આજે જાણીએ પર્લ મિલેટની ન્યુટ્રિશનલ વૅલ્યુ શું છે અને એનો મૅક્સિમમ બેનિફિટ મળે એ માટે એનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એના મૉડર્ન તરીકાઓ વિશે...

31 January, 2023 04:56 IST | Mumbai | Sejal Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK