° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

08 June, 2022 01:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે વાંચો સ્ટફ લીચી ઇન શાહી ગ્રેવી અને હેલ્ધી ફાઇબર ઍન્ડ પ્રોટીન રિચ જુવાર લાડુની રેસિપી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

હેલ્ધી ફાઇબર ઍન્ડ પ્રોટીન રિચ જુવાર લાડુ

હેલ્ધી ફાઇબર ઍન્ડ પ્રોટીન રિચ જુવાર લાડુ, આશી અરવિંદ ગાલા - અંધેરી-વેસ્ટ

સામગ્રી ઃ બે કપ જુવારનો લોટ, બે કપ ચણાનો અથવા દાળિયાનો લોટ, બે કપ ગરમ કરેલું ઘી, ૪ ચમચી શેકેલું અને ક્રશ કરેલું કોપરું, ૪ ચમચી તળીને ક્રશ કરેલો ગૂંદર, ૪ ચમચી ઘીમાં તળેલો સિંગ-બદામનો ભૂકો (કરકરો), ૨૦૦થી ૨૫૦ ગ્રામ પાઉડર ગોળ, ચારથી પાંચ ચમચી શેકીને ભૂકો કરેલાં તલ, બે ચમચી ખારેકનો 
પાઉડર
રીત ઃ સૌપ્રથમ કડાઈમાં બે ચમચી ઘી લેવું. એમાં જુવારનો લોટ અને ચણાનો લોટ ધીમા તાપે લાલાશ આવે (૧૫થી ૨૦ મિનિટ) ત્યાં સુધી શેકવો. શેકીને એક થાળીમાં ઠંડો થવા દેવો. કડાઈમાં ઘી લઈ ગૂંદર ફુલાવવો તેમ જ વારાફરતી બદામ, સિંગ તળી લેવાં અને ભૂકો કરવો. 
હવે લોટમાં બધી સામગ્રી અને સ્વાદ પ્રમાણે પાઉડર ગોળ ઉમેરવો. ત્યાર બાદ ગરમ કરેલું ઘી ઉમેરીને કોરા-કોરા રહે એમ લાડુ વાળવા. લાડુ ન વળે તો ઉપરથી ઘી ઉમેરવું. 
ગાર્નિશિંગ: કિસમિસ લગાવીને સર્વ કરવા. 
ખાસિયત: આ લાડુ ૧ મહિનાથી વધુ સમય સુધી રહી શકે છે. હેલ્ધી 
અને ટેસ્ટી લાગતા આ લાડવા 
બહારગામ પણ મોકલી શકાય. સીઝન પ્રમાણે આમાં નાચણી, મખાણા, બાજરાનો અને મકાઈનો લોટ પણ લઈ શકાય. 

સ્ટફ લીચી ઇન શાહી ગ્રેવી

સ્ટફ લીચી ઇન શાહી ગ્રેવી, ગ્રીષ્મા નિકેતુ દેઢિયા - ઘાટકોપર-વેસ્ટ

સામગ્રી ઃ સ્ટફ લીચી માટેની સામગ્રી ઃ ૮થી ૧૦ નંગ લીચી, ૧૦૦ ગ્રામ પનીર, ચાટ મસાલો, મીઠું, કોથમીર
ગ્રેવીની સામગ્રી ઃ પેસ્ટ નંબર-૧
૩ કાંદા, ૬ કળી લસણ, અડધો ટુકડો આદું, બે લીલાં મરચાં, બે તજ, ૪ મરીના દાણા, ૩ એલચી. આ તમામ સામગ્રી ડૂબે એટલા પાણીમાં નાખી બે મિનિટ ઉકાળીએ એની પેસ્ટ કરી દેવી. 
પેસ્ટ નં-૨: ૧૦૦ ગ્રામ કાજુ, ૧૦૦ ગ્રામ મગજતરીનાં બીને પાણીમાં પલાળીને એની પેસ્ટ કરવી.
અન્ય સામગ્રી ઃ બે ટેબલસ્પૂન તેલ, બે ટેબલસ્પૂન બટર, ૧ તેજપત્તું, બે ઇલાયચી, મરી, તજ, લવિંગ, અડધો કપ દહીં, મીઠું, સાકર.
રીત ઃ સૌપ્રથમ લીચીની છાલ કાઢી વચ્ચેથી એનું બી કાઢી લેવું (બી એ રીતે કાઢવું જેથી એમાં વચ્ચે કાણું ન પડે - સ્ટફિંગ ભરી શકાય). ૧૦૦ ગ્રામ પનીરને ખમણીથી ખમણી લેવું. એમાં સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો 
અને કોથમીર નાખીને બધું મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરવું. આ સ્ટફિંગ લીચીમાં ભરીને લીચીને સાઇડ પર મૂકી રાખવી. 
હવે એક કડાઈમાં તેલ અને બટર મૂકી એમાં ખડા મસાલા નાખવા. ત્યાર પછી તૈયાર થયેલી કાંદાની પેસ્ટ નંબર-૧ ઉમેરી ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળવી. ત્યાર બાદ પેસ્ટ નંબર-બેની બધી સામગ્રીમાંથી તૈયાર થયેલી પેસ્ટ ઉમેરીને સાંતળો. હવે એમાં દહીં, સાકર અને મીઠું ઉમેરી બેથી ત્રણ મિનિટ સાંતળી ગૅસ બંધ કરી દો. તૈયાર કરેલી સ્ટફ લીચી ગ્રેવીમાં ઉપર મૂકો. કોથમીરથી ગાર્નિશ કરો. આ શાક ગરમાગરમ પરાઠાં અથવા નાન સાથે સર્વ કરવું. 
નોંધ ઃ શાક સર્વ કરવાનું હોય એ પહેલાં જ લીચી નાખવી, નહીંતર નરમ થઈ જશે.

થાઈ કોદરી

થાઈ કોદરી, રીટા રૂપેન ઠક્કર - કાંદિવલી-વેસ્ટ

સામગ્રી ઃ સામગ્રી ઃ ૧ કપ કોદરી, ૭-૮ પાન ગ્રીન ટી, ૧ તમાલપત્ર, ૧ સ્લાઇસ લીંબુ, ૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૧ ટેબલસ્પૂન ઝીણાં સમારેલાં ફુદીનાનાં પાન, ૧ ટેબલસ્પૂન ઝીણાં સમારેલાં તુલસીનાં પાન, અડધો કપ ઝીણાં સમારેલાં ગાજર, અડધો કપ ઝીણાં સમારેલાં કૅપ્સિકમ, અડઝો કપ ઝીણી સમારેલી ડુંગળી, ૧ ટેબલસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અડધો કપ વટાણા, અડધો ટેબલસ્પૂન કોકોનટ મિલ્ક પાઉડર, પા કપ કોકોનટ મિલ્ક, ૧ ટીસ્પૂન કાળાં મરીનો પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ.
રીત ઃ કોદરીને સારી રીતે ધોઈ એમાં પાણી ઉમેરીને ૧૫-૨૦ મિનિટ સુધી પલળવા દો. ગ્રીન ટીનાં પાનને કાપીને બન્ચ બનાવી લો. એક નૉનસ્ટિક કડાઈમાં પાણી ઉમેરીને એમાં ગ્રીન ટીનાં પાનનું બન્ચ, તમાલપત્ર, લીંબુની સ્લાઇસ તથા મીઠું ઉમેરીને ઊકળવા દો. ઊકળતા પાણીમાં કોદરી ઉમેરીને એને ૫-૭ મિનિટ ચડવા દો. ચડી જાય પછી એને ભાત ઓસાવીએ એ રીતે ઓસાવી લો. બીજા નૉન-સ્ટિક પૅનમાં તેલ મૂકીને, ગરમ થાય એટલે બધાં શાકભાજી, તુલસી, ફુદીનો અને કોથમીરનાં પાન ઉમેરીને ૫-૭ મિનિટ સાંતળી લો. હવે એમાં કોકોનટ મિલ્ક પાઉડર અને કોકોનટ મિલ્ક ઉમેરીને બે મિનિટ ચડવા દો. ત્યાર પછી એમાં કોદરી ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લો. બધી સામગ્રીનો સ્વાદ કોદરીમાં સરખો ભળી જાય એ માટે એને બે મિનિટ ચડવા દો. આ રીતે તૈયાર કરેલી કોદરીને ગાજર અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરીને ગરમાગરમ 
સર્વ કરો.

08 June, 2022 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

કંઈક જમ્યાનો અનુભવ કરાવે છે ટાકો બેલ

અમેરિકામાં તમે મૅક્ડોનલ્ડ્સ કે બર્ગર કિંગમાં ખાઈ ન શકો, કારણ કે એ લોકો વેજ બર્ગરમાં પૅટીસ મૂકતા જ નથી. નકરાં ટમેટાં અને કાંદા નાખીને બર્ગર આપી દે, એ લુખ્ખું બર્ગર કેવી રીતે ગળે ઊતરે?

11 August, 2022 03:31 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

Sunday Snacks: ગુરુકૃપાના છોલે સમોસાં જ નહીં આ આઇટમ પણ છે મસ્ટ ટ્રાય

આજે ટ્રાય કરો સાયનના ટેસ્ટી ભજિયાં છોલે સાથે

06 August, 2022 11:00 IST | Mumbai | Karan Negandhi
ફૂડ એન્ડ રેસિપીઝ

ઇન્ડિયા છોડતાં પહેલાંનો છેલ્લો સ્વાદ

ભવન્સ પાસે ઊભા રહેતા ભૈયાની ભેળ અને સેવપૂરીના સ્વાદ સાથે ઇન્ડિયા છોડ્યું હોય તો તમને એ સ્વાદ ઇન્ડિયાની સતત યાદ અપાવ્યા કરે

04 August, 2022 01:25 IST | Mumbai | Sanjay Goradia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK