Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મળી લો આજના વિનર્સને....

10 June, 2022 03:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે વાંચો આ ત્રણ રેસિપી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વેજ ખાંડવી પનીર રોલ



અનસૂયા નરોત્તમ વડોર, મુલુંડ વેસ્ટ


સામગ્રી : ૧ બાઉલ ચણાનો લોટ, અઢી બાઉલ છાશ, મીઠું સ્વાદ મુજબ, ૧ ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, પા ટીસ્પૂન હળદર, પા ટીસ્પૂન હિંગ.
સ્ટફિંગ માટે : ઝીણી સમારેલી કોબી, ગાજર, કૅપ્સિકમ, ખમણેલું પનીર, ચાટ મસાલો આ બધું બાઉલમાં મિક્સ કરીને રાખવું.
ચટણી : ૧ કપ કોથમીર, પા કપ ફુદીનો, ૩ લીલાં મરચાં, ૧ ટુકડો આદું, મીઠું, સાકર, લીંબુનો રસ બધું સાથે ચર્ન કરી લેવું. 
વઘાર માટે : બે ટીસ્પૂન તેલ, ૧ ટીસ્પૂન રાઈ, ૮થી ૧૦ લીમડાનાં પાન, તલ 
ગાર્નિશિંગ માટે : કોથમીર, ખમણેલું કોપરું, ઝીણાં સમારેલાં લીલાં મરચાં
રીત : ૧ બાઉલમાં ચણાનો લોટ અને છાશને બૉશ મિક્સરથી મિક્સ કરી દો. એમાં ગાંઠા ન રહેવા જોઈએ. હવે આ મિશ્રણને પૅનમાં નાખી એમાં મીઠું, આદું-મરચાંની પેસ્ટ, હળદર, હિંગ નાખી મિક્સ કરો. ગૅસ પર ધીમી આંચ પર મૂકી હલાવતા રહેવું. ઘટ્ટ થાય એટલે થાળી પર પાથરી શકાય એવું થાય પછી થાળીને ઊંધી મૂકી એના પર પાથરવું. ઠંડું થવા આવે ત્યારે એના પર ગ્રીન ચટણી લગાડવી. ઉપર સ્ટફિંગ પાથરવું. હવે હલકા હાથે પ્રેસ કરવું. ઉપર કોથમીર છાંટવી અને રોલ માટે કટિંગ કરી એના રોલ વાળીને એક પ્લેટમાં મૂકવા. વઘારિયામાં તેલ, રાઈ નાખી તતડે એટલે લીલાં મરચાં, લીમડો અને તલ નાખી આ રોલ પર નાખવું. હવે કોથમીર, કોપરાનું ખમણ નાખી ગાર્નિશ કરવું અને ગ્રીન ચટણી તેમ જ સૉસ સાથે સર્વ કરવું. 

 


કૅલ્શિયમયુક્ત મખાણા સક્કરટેટી મિલ્કશેક

સિદ્ધિ ભરત છેડા, આગ્રીપાડા

સામગ્રી : ૧ કપ મખાણા, અડધી વાટકી ખસખસ, અડધી વાટકી સાકર, અડધો લિટર દૂધ, એક સક્કરટેટી, ડ્રાયફ્રૂટ્સના ટુકડા (કાજુ, બદામ, પિસ્તાં), ૧ ચમચી દેશી ઘી, વૅનિલા આઇસક્રીમ
રીત : સૌપ્રથમ એક તપેલીમાં ૧ ચમચી દેશી ઘી લઈ તેમાં ખસખસ ઉમેરી ધીમી આંચે શેકી લો. હવે એમાં દૂધ અને અડધી વાટકી સાકર ઉમેરી પાંચ મિનિટ સુધી ઉકાળો. એમાં મખાણા, ડ્રાયફ્રૂટ્સના ટુકડા નાખી હળવેથી ગરમ કરો. આ મિશ્રણને ચમચીથી હલાવતા રહો. ત્યાર બાદ ગૅસ ઉપરથી ઉતારી ઠંડું કરી મિક્સરમાં પીસી બાજુ પર મૂકો. હવે સક્કરટેટી લઈ એમાંથી એનો ગર કાઢી એના પીસ કરી બાજુમાં મૂકો. બાકી રહેલો સક્કરટેટીનો જૂસ કાઢી લો. હવે સક્કરટેટીનો જૂસ અને મખાણા જૂસના મિશ્રણને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. આ જૂસ ઘટ્ટ હોવો જરૂરી છે. આ તૈયાર થયેલા જૂસને ખાલી થયેલી સક્કરટેટીમાં નાખી એમાં મખાણા, વૅનિલા આઇસક્રીમ, ડ્રાયફ્રૂટના ટુકડા નાખી ઠંડું-ઠંડું સર્વ કરો. કૅલ્શિયમથી ભરપૂર મખાણા શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે. 

 

કરી પત્તા આઇસક્રીમ

યોગિતા વિશાલ કોટક, ઘાટકોપર ઈસ્ટ

સામગ્રી : ૧ કપ દૂધ, ૧ કપ ફ્રેશ ક્રીમ, બે ટેબલસ્પૂન કૉર્ન ફ્લોર, ૩ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર, ૧ ટેબલસ્પૂન ઝીણાં સમારેલાં મીઠા લીમડાનાં તાજાં પાન, ત્રણથી ચાર ઝીણાં સમારેલાં લીંબુનાં તાજાં પાન, ૪ ટેબલસ્પૂન ખાંડ. 
રીત : એક સૉસપૅનમાં દૂધ અને ફ્રેશ ક્રીમ લઈ ગરમ કરી લો. હવે એમાં મીઠા લીમડાનાં પાન અને લીંબુનાં પાન ઉમેરી બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લો. ગૅસ બંધ કરી દો. 
એક બાઉલમાં કૉર્ન ફ્લોર લઈ એમાં બે ટેબલસ્પૂન ઠંડું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી એ મિશ્રણને દૂધ અને લીમડાના પાનવાળા મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્સ કરી બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. સતત હલાવતા રહો. મિક્સર જારમાં લઈ એમાં લીમડાનાં પાનવાળું ગાળેલું મિશ્રણ લઈ એમાં વિપિંગ ક્રીમ, ખાંડ અને મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર ચર્ન કરી લો. પછી એને ફ્રીઝર પ્રૂફ કન્ટેનરમાં ભરી સાતથી આઠ કલાક ડીપ ફ્રીઝરમાં સેટ થવા મૂકો. તાજા લીમડાનાં પાનને તેલ લગાવી બે પ્લેટની વચ્ચે મૂકી માઇક્રોવેવ હાઈ પર એકથી બે મિનિટ અથવા ક્રિસ્પ થાય ત્યાં સુધી માઇક્રો કરી લો. તૈયાર આઇસક્રીમને માઇક્રો કરેલાં લીમડાનાં પાનથી સજાવી સર્વ કરો.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2022 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK