Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મજેદાર ગ્રીન વટાણા

04 October, 2012 06:22 AM IST |

મજેદાર ગ્રીન વટાણા

મજેદાર ગ્રીન વટાણા




સામગ્રી



  •  ૨૫૦ ગ્રામ લીલા તાજા વટાણાની આખી સિંગ
  •  એક ચમચો તેલ
  •  અડધી ચમચી રાઈ
  •  અડધી ચમચી જીરું
  •  ચપટી હિંગ
  •  એક ઇંચ આદુંનો ટુકડો
  •  ત્રણથી ચાર લીલાં મરચાં
  •  બે કળી
  •  મીઠું સ્વાદ અનુસાર
  •  એક ચમચી હળદર
  •  બે ચમચી ધાણા-જીરું
  •  બે ચમચી લીલા નાળિયેરનું છીણ
  •  બે ચમચી સમારેલી કોથમીર


રીત

વટાણાને આખા છાલ સાથે ધોઈ લો. આદું-મરચાં અને લસણની પેસ્ટ બનાવી લો. કડાઈમાં એક ચમચો તેલ ગરમ કરો. એમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરો. ત્યાર બાદ આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. ત્યારે બાદ હળદર અને ધાણા-જીરું ઉમેરી હલાવો. ત્યાર બાદ વટાણાની સિંગ ઉમેરો. એમાં અડધો કપ પાણી ઉમેરી હલાવો. એને ઢાંકીને ધીમા તાપે ૧૦-૧૨ સુધી ચડવા દો. વચ્ચે હલાવતા રહેવું. પાણી બળી જાય એટલે ગૅસ બંધ કરો.

સર્વિંગ બાઉલમાં કાઢી એના પર કોથમીર અને નાળિયેરનું છીણ ભભરાવી સજાવો અને પીરસો. આ વાનગી વિટામિન્સથી ભરપૂર અને સ્વાદિષ્ટ છે. ખાતી વખતે સરગવાની સિંગની જેમ ખાવું. છાલ ન ખાવી.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2012 06:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK