° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


બનાના ડિલાઇટ

21 November, 2012 06:46 AM IST |

બનાના ડિલાઇટ

બનાના ડિલાઇટ
સામગ્રી

  •  પાંચ નાનાં એલચી કેળાં
  •  બે ચમચા બટર
  •  એક રાઉન્ડ વૅનિલા સ્પન્જ કેક
  •  ૨-૩ ટુકડા ડ્રાયફ્રૂટ ચીકી
  •  એક ચમચો કિસમિસ
  •  બે ચમચા ટુટીફ્રૂટી
  •  ત્રણ ચમચા મધ
  •  એક ચમચો આઇસિંગ શુગર
  •  એક ચમચો કોકો પાઉડર


રીત

કેળાંની છાલ કાઢી એની પાતળી સ્લાઇસ કરી લો. હવે એક નૉનસ્ટિક પૅનમાં બટર ગરમ કરો. બટર ઓગળે એટલે એમાં કેળાંની સ્લાઇસ ઉમેરો અને સાંતળો.

સ્પન્જ કેકને વચ્ચેથી કાપી સ્લાઇસ કરો અને અલગ રાખો.

એક બાઉલમાં ચીકીને ક્રશ કરી લો. એમાં કિસમિસ ઉમેરી મિક્સ કરો. હવે આ મિશ્રણને કેળાંમાં ઉમેરી હલકા હાથે મિક્સ કરો. હવે આમાં ટુટીફ્રૂટી ઉમેરી હલાવો અને ગૅસ પરથી ઉતારી લો. ત્યાર બાદ મધ ઉમેરી મિક્સ કરો.

એક પ્લેટમાં એક સ્પન્જ કેક મૂકો. હવે એના પર કેળાંનું મિશ્રણ પાથરો. ઉપરથી આઇસિંગ શુગર અને કોકો પાઉડર ભભરાવો. બીજી કેકની સ્લાઇસને પણ આ જ રીતે તૈયાર કરો. સર્વિંગ પ્લેટમાં કાઢી પીરસો.

21 November, 2012 06:46 AM IST |

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

ખબર છે તમને, પાપડ-ચૂરી ઓરિજિનલી મોગલાઈ આઇટમ છે?

જેનો એક અર્થ એવો પણ થયો કે પાપડની શોધ પણ મોગલ-સામ્રાજ્યમાં થઈ હતી

29 July, 2021 05:29 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

સોનાના વરખવાળું બર્ગર ખાવું છે?

તો ઘેરબેઠાં ઑર્ડર કરી શકાશે. એ પણ અફૉર્ડેબલ પ્રાઇસમાં. મુંબઈમાં શરૂ થયેલા ‘લુઈ બર્ગર’ના ક્લાઉડ કિચનમાં તમને પ્રીમિયમ ક્વૉલિટી વેજિટેરિયન બર્ગર્સની મસ્ત રેન્જમાં તમે કદી ન ટ્રાય કર્યાં હોય એવાં જૅકફ્રૂટ અને ટ્રફલની ફ્લેવર પણ છે

29 July, 2021 04:46 IST | Mumbai | Sejal Patel
ફૂડ એન્ડ રેસિપીઝ

સેંકડો એન્ટ્રીઝમાંથી તમારા સુધી ચુનંદા રેસિપીઓ લાવવાનું કામ કર્યું હતું આ જજીઝે

મેગા પ્રાઇઝ વિનર્સને યુનોવાની ઘરઘંટી આપવા સંબંધી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

27 July, 2021 06:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK