Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગાજરથી કરો સ્કિન કૅર

04 December, 2012 08:01 AM IST |

ગાજરથી કરો સ્કિન કૅર

ગાજરથી કરો સ્કિન કૅર







આ સીઝનમાં ખાસ જોવા મળતાં કેસરી-લાલ રંગનાં ગાજર શરીર માટે ખૂબ ગુણકારી છે, પરંતુ એના સ્કિન માટેના ગુણો પણ ઘણા છે. ગાજરનું જૂસ હેલ્ધી ડ્રિન્ક બને છે. અને એનાં ન્યુટ્રિશનલ ફૅક્ટ્સ ત્વચાને ગ્લો આપવામાં અને ડૅમેજથી બચાવવામાં મદદરૂપ થાય છે. જોઈએ આ સીઝનમાં આસાનીથી મળી જતા આ કંદમૂળને કઈ રીતે સ્કિન માટે ઉપયોગમાં લઈ શકાય.

ગાજરનાં સ્કિન બેનિફિટ્સ

વિટામિન એ શરીરમાં કોષોની વૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે. ગાજરમાં બિટા કૅરોટિનના રૂપમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. રોજ ગાજરનું જૂસ પીવાથી શરીરની વિટામિન એની જરૂરિયાત પૂરી થશે.

ગાજરમાં રહેલું વિટામિન એ ખૂબ સારું નૅચરલ ઍન્ટિ-ઑક્સિડન્ટ છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ સ્કિનને વૃદ્ધ થતા અટકાવે છે અને વાતાવરણમાં રહેલાં હાનિકારક કિરણોથી પણ સુરક્ષા આપે છે. એક્ઝિમા, કરચલી અને રેશિશ જેવી સ્કિનની તકલીફોમાં પણ ગાજર ફાયદો કરે છે.

ગાજરનો સ્કિન માટે સૌથી મોટો ફાયદો એ છે કે એ સૂર્યનાં હાનિકારક કિરણોથી થયેલા ડૅમેજ સામે લડે છે. ગાજરમાં રહેલું કૅરેટનોઇડ નામનું તત્વ સ્કિનને પ્રોટેક્ટ કરવાનું તેમ જ કન્ડિશન કરવાનું કામ કરે છે. ગાજરમાં રહેલું ઍન્ટિ-ઑક્સિડન્ટ સ્કિનને સૂર્ય પ્રકાશથી ડૅમેજ ન થાય એ માટે ઇમ્યુનિટી પાવર આપે છે.

ગાજરમાં રહેલું વિટામિન સી શરીરમાં કોલાજનનું નર્મિાણ વધારે છે. કોલાજન સ્કિન પર કરચલીઓ પડતાં અટકાવે છે અને એજિંગ પ્રોસેસ ધીમી પાડે છે.

પોટૅશિયમની કમીથી ત્વચા સૂકી થઈ જાય છે. પોટૅશ્યમથી ભરપૂર એવું ગાજરનું જૂસ પીવાથી સ્કિનની આ તકલીફમાં રાહત મળે છે.

ગાજરનું જૂસ ત્વચાના ડાઘ ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે. નિયમિતપણે ત્વચાના ડાઘ પર ગાજરનો રસ લગાવવાથી ડાઘમાં ઘટાડો થશે.

ગાજરનો રસ અને ખૂબ વધારે પાણી પીવાથી શિયાળામાં સ્કિન અને બૉડી હાઇડ્રેટેડ રહેશે.

કેટલીય સ્કિનની સારવારમાં ગાજરનો વપરાશ થાય છે. ઘણા ખરા સ્કિન કૅર પ્રોડક્ટ્સમાં પણ ગાજર મુખ્ય ઇન્ગ્રિડન્ટ તરીકે જોવા મળે છે.

ત્વચાની દવાના પર્યાયરૂપે ગાજર બેસ્ટ છે. નિયમિતપણે ગાજરના રસના સેવનથી ત્વચા સ્મૂધ, સૉફ્ટ અને હેલ્ધી રહેશે.

પિગ્મેન્ટેશનને લીધે સ્કિન ટોન અનઇવન થઈ ગયો હોય તો એમાં પણ ગાજર ફાયદો કરશે.

ગાજરથી પાચન સારુંય થાય છે, જે ઇનડાયરેક્ટલી સ્કિન માટે ફાયદાકારક છે. અંદરની સિસ્ટમ સારી હોય ત્યારે ત્વચા પર ખીલ થતા નથી તેમ જ ત્વચા પર ડાઘ પણ પડતા નથી.

ગાજરમાં ઍન્ટિ-ઇનફ્લેમેટરી પ્રૉપર્ટીઓ છે એટલે કે ગાજરથી સ્કિનની બળતરા શમે છે. લાંબા સમય માટે સ્કિનને હાઇડ્રેટેડ તેમ જ દમકતી રાખવી હોય તો ગાજર ખાવું જોઈએ.

હોમમેડ કૅરેટ ફેસપૅક

ઘરે જ ગાજરનો ફેસપૅક બનાવવા માટે પ્રથમ એક લાંબા ગાજરની છાલ કાઢી લો. ત્યાર બાદ એને ગરમ પાણીમાં અધકચરું બાફો. આ ગાજરને મેશ કરીને ક્રીમ જેવું બનાવો. ગાજરમાં અડધો ચમચો મધ અને અડધો ચમચો એક્સ્ટ્રા વર્જિન ઑલિવ ઑઇલ મિક્સ કરો. જો સ્કિન ઑઇલી હોય તો ઑલિવ ઑઇલ લગાવવાનું ટાળી શકાય.

ત્યાર બાદ આ મિશ્રણમાં થોડાં ટીપાં લીંબુનો રસ ઉમેરો. લીંબુનો રસ નૅચરલ એસ્ટિન્જન્ટ છે. એટલે જેટલી તમારી સ્કિન વધુ ઑઇલી હશે એટલા જ વધુ લીંબુના રસની તમને જરૂર પડશે. જો ત્વચા ડ્રાય હોય તો આઠથી દસ ટીપાં લીંબુનો રસ અને ઑઇલી હોય તો એક ચમચી લીંબુનો રસ ઉમેરવો.

આ મિશ્રણ એક પેસ્ટ જેવું હોવું જોઈએ. જો જાડું હોય તો એમાં ઑલિવ ઑઇલ ઉમેરીને એની કન્સિસ્ટન્સી સુધારી શકાય.

તૈયાર કરેલો પૅક બરાબર ઠંડું થઈ જાય એટલે ચહેરા અને ગરદન પર લગાવવું. આ માસ્ક લગાવતાં પહેલાં ચહેરા પર કોઈ ક્રીમ ન હોવી જોઈએ.

દસથી પંદર મિનિટ રાખ્યા બાદ થોડા હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો અને કોઈ પણ મૉઇસ્ચરાઇઝર લગાવી લો. અહીં કોઈ પણ બ્યુટી પ્રોડક્ટની જેમ ગાજરથી પણ ત્વચા પર બળતરા કે ઇરિટેશન થાય તો એનો વપરાશ ન કરવો.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2012 08:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK