° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


Sharbari Dutta: ઘરના બાથરૂમમાં મળ્યો ફેશન ડિઝાઇનર શરબરી દત્તાનો મૃતદેહ

18 September, 2020 03:06 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Sharbari Dutta: ઘરના બાથરૂમમાં મળ્યો ફેશન ડિઝાઇનર શરબરી દત્તાનો મૃતદેહ

શરબરી દત્તા

શરબરી દત્તા

કોલકાતાનાં જાણીતાં ફેશન ડિઝાઇનર શરબરી દત્તાનું 63ની નિધન થઈ ગયું છે. ડિઝાઇનરનું શબ 17 ડિસેમ્બર કોલકાતામાં તેમના ઘરના વૉશરૂમમાં મળ્યું છે. પીટીઆઇના સમાચાર પ્રમાણે શરબરીએ સવારે કોઇનો પણ ફોન ઉપાડ્યો નહોતો, અને સાંજે તેમનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો જેના પછી પોલીસને આ સૂચના આપવામાં આવી છે.

મૃત્યુનું કારણ હજી રહસ્ય છે. તો, પોલીસે અપ્રાકૃતિક મૃત્યુનો કેસ નોંધી લીધો છે. શરબરી દત્તાના પરિવારે ન્યૂઝ એજન્સી પીટીઆઇને જણાવ્યું કે, ડૉક્ટરે મૃત્યુનું કારણ સ્ટ્રોક જણાવ્યું છે. પણ શબ બાથરૂમમાંથી મળ્યું છે તેથી બૉડીને પોસ્ટ મૉર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

શરબરી દત્તા બંગાળી કવિ અજીત દત્તાની દીકરી હતી. શરબરીએ પોતાની ગ્રેજ્યુએશનની સ્ટડી પ્રેસિડેન્સી કૉલેજમાંથી કરી છે. ત્યાર પછી તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. શરબરીને હંમેશાં ફેશન ડિઝાઇનિંગનો શોખ હતો માટે કૉલેજ પૂરી કર્યા પછી તે આ ફિલ્ડમાં કામ કરવા લાગી ગયાં હતાં. શરબરી મેલ અને ફિમેલ બન્ને માટે કપડાં ડિઝાઇન કરતાં હતાં. કોલકત્તામાં શૂન્ય નામે પોતાનું એક આઉટલેટ પણ છે. આ સિવાય શરબરીએ બૉલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન સહિત ઘણાં સ્ટાર્સ કપડાં પણ ડિઝાઇન કર્યાં હતાં.

શરબરીનાં નિધન બાદ ઘણાં સ્ટાર્સે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. બંગાળી એક્ટર રાજ ચક્રવર્તીએ લખ્યું, "શરબરી દત્તાનાં નિધનનાં સમાચાર સાંભળીને હું દંગ છું. હું ખુશનસીબ છું મેં તેમના દ્વારા ડિઝાઇન કરેલા કપડાં પહેર્યાં છે. હું આશા કરું છું કે હવે તે બહેતર જગ્યાએ હશે."

18 September, 2020 03:06 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અન્ય લેખો

ફેશન ટિપ્સ

તમારી મેકઅપ કિટને રાખો વાઇરસ-ફ્રી

કોરોનાકાળમાં લાંબા સમયથી આઇલાઇનર, લિપસ્ટિક, કાજલ, કૉમ્પૅક્ટ જેવી પ્રોડક્ટ્સ વાપર્યા વિનાની પડી હોય તો ભવિષ્યમાં આ કૉસ્મેટિક્સના કારણે ત્વચાને થતા નુકસાનથી બચવા શું કરવું જોઈએ એ જાણી લો

27 July, 2021 07:13 IST | Mumbai | Varsha Chitaliya
ફેશન ટિપ્સ

સેલ્ફ-પ્રમોશનમાં વધુ પાવરધો છે આજનો પુરુષ

હાર્વર્ડનું એક રિસર્ચ કહે છે કે જૉબ હોય કે પર્ફોર્મન્સ રિવ્યુ કે નેટવર્કિંગ કરીઅર આગળ ધપાવવા માટે સેલ્ફ-પ્રમોશન ખૂબ જ જરૂરી બાબત છે જેમાં સ્ત્રીઓ કરતાં પુરુષો ઘણા આગળ નીકળેલા છે

26 July, 2021 11:36 IST | Mumbai | Jigisha Jain
ફેશન ટિપ્સ

બ્રૅન્ડની બોલબાલા

સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર યંગ જનરેશનમાં લક્ઝરી પ્રોડક્ટ્સ વાપરવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે કેટલાક યુવાનોને મળીને જાણીએ કે તેઓ કેવી પ્રોડક્ટ્સ પાછળ ખર્ચ કરે છે તેમ જ મોંઘી વસ્તુઓની ખરીદી પાછળનું તેમનું લૉજિક શું છે

23 July, 2021 12:30 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK