Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > સુંદરતા માટે ફેશ્યલ કરાવતાં પહેલાં આ વાંચી જાઓ

સુંદરતા માટે ફેશ્યલ કરાવતાં પહેલાં આ વાંચી જાઓ

17 March, 2020 04:45 PM IST | Mumbai
RJ Mahek

સુંદરતા માટે ફેશ્યલ કરાવતાં પહેલાં આ વાંચી જાઓ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફેશ્યલ વિવિધ પ્રકારનાં હોય છે અને ૩૦ વર્ષની ઉંમર પછી ઍન્ટિ-એજિંગ ફેશ્યલ કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ. ૩૫ વર્ષ પછી મહિને કે બે મહિને ૧ વાર રેગ્યુલર ફેશ્યલ કરાવવું જોઈએ જેનાથી સ્કિન સાફ રહેશે અને લૂઝ થતી અટકે છે. જોકે એમાં શું કાળજી રાખવી એ પણ બહુ જ મહત્ત્વનું છે

પ્રોડક્ટ્સની પસંદગી 



ફેશ્યલ માટે વપરાતી પ્રોડક્ટ્સ તમારી સ્કિન ટાઇપ પ્રમાણે હોવી જોઈએ. જો સેન્સિટિવ સ્કિન હોય અને હાર્શ કેમિકલ્સયુક્ત ક્રીમ્સ વપરાઈ હોય તો લાલ ચકામાં થઈ શકે છે ફેસ પર. સ્ક્રબના દાણા પણ જો વધુ કડક હોય તો પણ ફેસ પર રૅશિસ કે ચકામાં પડી શકે છે.


ઍલર્જી

જો તમને કોઈ વસ્તુ સૂટ ન કરતી હોય તો ખંજવાળ આવી શકે છે. ઘણી વાર ફ્રેશ ફ્રૂટ ફેશ્યલમાં એવું થાય છે કે તમને ઍલર્જી હોય તો એના વપરાશ વિશે બ્યુટિશ્યન સાથે વાત કરી લેવી. ફેશ્યલ કરતી વખતે મસાજથી ગરમી ઉત્પન્ન થાય છે અને એમાં રીઍક્શન થઈ શકે છે.


એક્સપર્ટ પાસે જ કરાવો

ફેશ્યલ સ્કિનને ઢીલી થતી અટકાવવા કરવામાં આવે છે અને એનાં સ્ટેપ્સ નીચેથી ઉપર તરફ હોય છે એટલે કોઈ નવા નિશાળિયા જેવા બ્યુટિશ્યન પાસે ફેશ્યલ કરવો અને એ ખોટા સ્ટેપથી ફેશ્યલ કરે તો તમારી સ્કિન ટાઇટ થવાને બદલે લૂઝ થશે.

ઓરિજિનલ પ્રોડક્ટ્સનો ઉપયોગ

ઘણી વાર પાર્લર્સ સ્કીમ રાખતા હોય છે એટલે આપણે પૈસા બચવાની લાલચમાં ફેશ્યલ કરાવીએ છીએ. પરંતુ ત્યારે એ ધ્યાન રાખવું પડે કે એમાં વપરાતી પ્રોડક્ટ્સ ઓરિજિનલ બ્રૅન્ડ જ હોય, કારણ કે નકલી પ્રોડક્ટ્સમાં રહેલાં કેમિકલ્સથી સ્કિનમાં ઍલર્જી કે રૅશિસ થઈ શકે છે.

ટોનરનો ઉપયોગ ન થવો

ફેશ્યલમાં મસાજ કરવામાં આવે છે, વરાળ લેવામાં આવે છે જેનાથી આપણી સ્કિનનાં રોમછિદ્રો ખૂલી જાય છે. પછી એને ટોનરથી બંધ પણ કરવાં પડે નહીં તો પિમ્પલ કે ઍક્નેની સંભાવના પણ રહેલી છે.

પાર્લરની સફાઈ

સ્કિન અને બૉડી કૅરમાં સફાઈ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે જે પાર્લર કે સૅલોંમાં ફેશ્યલ કરાવતા હો ત્યાં હાઇજીન એટલે કે સફાઈ ખૂબ જરૂરી છે. એમાં વપરાતાં નૅપ્કિન્સ, હેડબૅન્ડ વગેરે સાફ હોવાં જોઈએ. જે એપ્રન કે ગાઉન ચેન્જ કરો એ સાફ હોવું જોઈએ.

વર્કઆઉટ ફેશ્યલ પહેલાં કે પછી?

તમે ફેશ્યલ કરાવવા જવાના હો એ પહેલાં જિમ જઈ આવવું જોઈએ, કારણ કે ફેશ્યલ પછી તમે વર્કઆઉટ કરો કે જિમ જાઓ તો સ્કિનનું પીએચ બૅલૅન્સ બગડી શકે છે. પસીનાથી સ્કિન ઇરિટેટ થઈ શકે છે.

ફેશ્યલ પછી તડકામાં જવું નહીં

સ્કિન પર સ્ક્રબિંગ અને મસાજ થયો હોય વધારે સેન્સિટિવ બની જતી હોય છે અને રોમછિદ્ર ખૂલી જતાં હોય છે. એટલે તડકામાં જાઓ તો નુકસાન થઈ શકે છે. આઇબ્રો કરવાની હોય તો ફેશ્યલ પહેલાં કરાવવી જોઈએ. થ્રેડિંગમાં રોમછિદ્રો ખૂલતાં હોય છે અને સ્કિન થોડી રેડ થતી હોય છે. એમાં સ્કિન પ્રોડક્ટ્સ જવી કે વરાળ આપવાથી ખંજવાળ આવે કે સ્કિન પર રૅશિસ થઈ શકે છે.

હેવી મેકઅપ

ફેશ્યલ પછી તરત જ હેવી મેકઅપ ન કરવો જોઈએ. મસાજથી સ્કિનનાં રોમછિદ્રો ખુલ્લાં હોય છે અને સ્કિન થોડી સેન્સિટિવ થતી હોય છે એટલે તમે જોયું હશે કે લગ્નપ્રસંગોમાં કે અન્ય ઇવેન્ટ્સના બેથી ત્રણ દિવસ પહેલાં તમને બ્યુટિશ્યન ફેશ્યલ કરવા બોલાવે છે. તો હવેથી ફેશ્યલ કરાવવા જાઓ ત્યારે આ વાતોનું જરૂર ધ્યાન રાખજો.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2020 04:45 PM IST | Mumbai | RJ Mahek

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK