Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > પરફ્યુમ કેવી રીતે સિલેક્ટ કરશો?

પરફ્યુમ કેવી રીતે સિલેક્ટ કરશો?

07 November, 2012 06:47 AM IST |

પરફ્યુમ કેવી રીતે સિલેક્ટ કરશો?

પરફ્યુમ કેવી રીતે સિલેક્ટ કરશો?




પરફ્યુમ સિલેક્ટ કરવામાં ઘણાં ફૅક્ટર્સ ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. એમાં શરીરની નૅચરલ સ્મેલ, સીઝન, ઓકેઝન વગેરેનો સમાવેશ છે. સુગંધ માથાનો દુખાવો પણ બની શકે છે એટલે જો ચોકસાઈપૂર્વક એનું સિલેક્શન ન કરવામાં આવે તો તમારી સાથે રહેનારી વ્યક્તિઓ માટે એ ત્રાસદાયક બની શકે છે. તો જોઈએ પોતાના માટે પરફ્યુમ સિલેક્ટ કરતા સમયે શું ધ્યાનમાં રાખવું.

 તમને શું જોઈએ છે?

મોટા ભાગના મૉલમાં પરફ્યુમના સેલ્સમૅન પોતાની પ્રોડક્ટ વેચવા માટે ખૂબ અગ્રેસિવ હોય છે જેને કારણે તમારો પરફ્યુમ ખરીદવાનો પ્લાન ન હોય તો પણ એ તમને પરફ્યુમ ખરીદવા માટે ફોર્સ કરશે. પરફ્યુમ જો પ્લાનિંગ વગર ખરીદવાનું થાય તો સૌપ્રથમ તો એ કયા ટાઇપનું પરફ્યુમ છે એ જાણો. આ ટાઇપ એટલે એ કઈ સીઝન માટે બનેલું પરફ્યુમ છે? વિન્ટર કે પછી સમર? આ સિવાય એનો તમે કેટલો વપરાશ કરવાના છો? રોજ ઑફિસમાં લગાવીને જશો કે પછી ક્યારેક પાર્ટીઓમાં? આ સવાલોના જવાબ મેળવ્યા બાદ જ પરફ્યુમ સિલેક્ટ કરો. તમારા વૉર્ડરોબમાં પહેલેથી કઈ સુગંધો છે એ પણ ધ્યાનમાં રાખો, જેથી રિપીટ ન થાય.

વધુ ટ્રાય ન કરો

એક જ વારમાં વધુપડતી સુગંધો ટ્રાય ન કરો, કારણ કે પરફ્યુમ જેટલાં વધુ ટ્રાય કરશો એટલા જ કન્ફ્યુઝ થશો. એક કે બે ફ્રૅગ્રન્સ ટ્રાય કર્યા બાદ થોડો બ્રેક લો, મૉલમાં એકાદ આંટો મારો અને પછી આવીને બીજી સુગંધ ટ્રાય કરો. બે બ્રૅન્ડ્સ ટ્રાય કરવાની વચ્ચે એકાદ વાર કૉફીનાં બી સૂંઘો, જેથી નાક ક્લિયર થાય.

 શૉર્ટ-લિસ્ટ કરો


જ્યાં સુધી તમે બૉટલ પર જ સુગંધ ચેક ન કરી લો ત્યાં સુધી સેલ્સમૅનને તમારી સ્કિન પર પરફ્યુમ છાંટવાની પરવાનગી ન આપો. બૉટલ જ સૂંઘીને ૩-૪ સુગંધ શૉર્ટ-લિસ્ટ કરો અને ત્યાર બાદ એને સ્કિન પર ટ્રાય કરો. દરેક સુગંધ જુદી-જુદી વ્યક્તિ પર જુદી-જુદી રીતે સ્મેલ કરે છે. અહીં તમારા શરીરની કુદરતી સુગંધ ખૂબ મોટો ભાગ ભજવે છે.

સેટલ થવા દો

પરફ્યુમને શરીર પર સ્પ્રે કર્યા બાદ થોડી વાર સેટલ થવા દો. મોટા ભાગે પરફ્યુમ એની ટૉપ નો્ટસને આધારે જ સેલ થાય છે, પરંતુ જેમ-જેમ સમય વીતે એમ-એમ એની સુગંધ બદલાય છે, કારણ કે પરફ્યુમમાં ત્રણ નોટ્સ હોય છે : ટૉપ, મિડલ અને બેઝ. જ્યાં સુધી બેઝ નોટની ખબર નહીં પડે ત્યાં સુધી પરફ્યુમની રિયલ સ્મેલ પણ ખબર નહીં પડે. માટે પરફ્યુમ લગાવ્યા બાદ એને થોડી વાર રહેવા દો. આ રીતે એ પરફ્યુમ કેટલા સમય સુધી ટકે છે એ પણ ખબર પડશે.

સિલેક્શન

આટલા સ્ટેપ પછી હવે જે બેસ્ટ લાગે એ ખરીદો, પણ એ પહેલાં ઑફર્સ ચેક કરો. તહેવારોના સમયમાં કેટલીક બ્રૅન્ડ્સ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ્સ અને સ્પેશ્યલ ગિફ્ટ પૅક પણ કરી આપે છે. કેટલીક વાર સેલ્સમૅન પાસે મિનીએચર બૉટલની માગણી પણ કરી શકાય, જેથી બીજી વાર તમને પરફ્યુમ ખરીદવામાં આસાની રહે.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2012 06:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK