° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


ફ્રેન્ચ બિયર્ડ ફરી ટ્રેન્ડમાં

14 September, 2012 07:17 AM IST |

ફ્રેન્ચ બિયર્ડ ફરી ટ્રેન્ડમાં

ફ્રેન્ચ બિયર્ડ ફરી ટ્રેન્ડમાંટીવી પર ‘બિગ બૉસ’ના પ્રોમો આવવાનું શરૂ થઈ ગયું છે જેમાં સલમાન ખાન એક નવા લુકમાં જોવા મળી રહ્યો છે. આમાં તેણે ફૉર્મલ સૂટ સાથે ફ્રેન્ચ બિયર્ડવાળો ગંભીર લુક પસંદ કયોર્ છે. ફૅશનપરસ્ત પુરુષોમાં આ સ્ટાઇલ ખૂબ લોકપ્રિય છે. જોકે ત્રણ-ચાર દિવસ સુધી શેવિંગ કરવાની પણ તસ્દી ન લેનારા આળસુઓ માટે આ સ્ટાઇલ નથી. મેઇન્ટેઇન કરવામાં ખરેખર સ્કિલ્સની જરૂર પડે છે એવી આ સ્ટાઇલ થોડાં વષોર્ પહેલાં અમિતાભ બચ્ચને ટ્રેન્ડમાં લાવી હતી. જોકે સલમાન અને શાહરુખને લીધે હવે ફરી ફ્રેન્ચ બિયર્ડ ટ્રેન્ડમાં આવશે. જોઈએ કઈ રીતે ફ્રેન્ચ બિયર્ડને મેઇન્ટેઇન કરી શકાય.

બેઝિક શેવિંગ ટેક્નિક

ફ્રૅન્ચ બિયર્ડ શેવ કરવાની શરૂઆત કરો એ પહેલાં તમારી રેગ્યુલર શેવિંગ ટેક્નિકને સુધારવી પડશે. અહીં શેવિંગ કરવાની પ્રૅક્ટિસ હોય એ જરૂરી છે. ફ્રેન્ચ બિયર્ડને શેપ આપો ત્યારે રેઝર દાઢી પર સ્મૂધલી ચાલે એ જરૂરી છે, નહીં તો હાથ સ્લિપ થશે અને બિયર્ડની આઉટલાઇન બગડશે. શેવિંગ કરતાં પહેલાં બિયર્ડના વાળને સૉફ્ટ બનાવવા માટે એના પર ભીનું કપડું થોડી વાર દબાવી રાખો. મૉઇસ્ચરાઇઝ સ્કિન પર રેઝર સારી રીતે ચાલશે.

શેપનું પ્લાનિંગ

તમારે ચોક્કસ કઈ ટાઇપની ફ્રેન્ચ બિયર્ડ રાખવી છે એ પહેલાં નક્કી કરો. કેટલાકને ટૂંકી, પૉઇન્ટેડ બિયર્ડ પસંદ હોય છે જેને ગોટી કહેવાય છે; જ્યારે કેટલાકને નાની, સિમ્પલ અને હોઠની નીચે પણ થોડા વાળ હોય એવી બિયર્ડ પસંદ હોય છે જેને સોલ પૅચ કહેવાય છે. કેટલાક લોકોને લાંબી અને  જડબાંની લાઇનથી બહાર સુધી આવતી બિયર્ડ પસંદ હોય છે. ફ્રેન્ચ બિયર્ડમાં ઘણી વરાઇટીઓ હોઈ શકે છે. જેમ કે વધુ ઘેરી, પાતળી કે પ્રૉપર શેપમાં. હવે અહીં તમને શું જોઈએ છે અને શું શોભશે એ પહેલાં નક્કી કરો અને ત્યાર બાદ શેવ કરજો.

ઊગવા દો

એક વાર તમને ખબર પડી જાય કે તમારે શું કરવું છે તો હવે બિયર્ડને વધવા દો. જ્યાં વાળ વધારવા હો એ એરિયાને છોડીને બાકી એરિયામાં શેવિંગ કરતા રહો. શરૂઆતમાં શેપ પર વધુપડતું ધ્યાન આપવાની પણ જરૂર નથી. બિયર્ડનો ફાઇનલ લુક આવતાં વાર લાગશે એટલે શરૂઆતમાં ફક્ત શેવિંગ પર ધ્યાન આપો અને ત્યાર બાદ શેપિંગ પર.

શેપિંગ

અડધો-પોણો ઇંચ સુધીની બિયર્ડ વધી જાય ત્યાર બાદ તમે એને શેપ આપવાનું શરૂ કરી શકો છો અને એ પણ થોડી વધુ ડીટેલમાં. બાકીનો ચહેરો શેવ કરો અને ત્યાર બાદ નવું શાર્પ રેઝર લઈ ફ્રેન્ચ બિયર્ડનો શેપ આપો. હવે જો મેઇન્ટેઇન કરવી હોય તો હંમેશાં આ શેપમાં જ બિયર્ડ ટ્રિમ કરતા રહેવું પડશે.

મેઇન્ટેઇન કરો

એક વાર જોઈતો શેપ મળી ગયા બાદ એને મેઇન્ટેઇન કરવી આસાન છે. તમે જે લાઇન્સ બનાવી છે એને છોડીને બાકીનો એરિયા શેવ કરો. આના માટે રેઝર કરતાં હેરકટિંગની કાતર પણ વાપરી શકાય. અહીં સ્કિનનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે જે ચહેરાના સારા દેખાવમાં ખૂબ મોટો ભાગ ભજવે છે.

કોને સૂટ કરે?

ફ્રેન્ચ બિયર્ડમાં હંમેશાં ચહેરો લાંબો દેખાય છે અને હાઇલાઇટ થાય છે. બાકી કોઈ પણ ચહેરા કરતાં ગોળમટોળ ચહેરા પર ફ્રેન્ચ બિયર્ડ વધુ સારી લાગશે. ફ્રેન્ચ બિયર્ડ દેખાવમાં કૂલ લાગે છે અને થોડી ફૅશનેબલ પણ. જો વધુ કંઈ કર્યા વગર ચહેરામાં ઘણોખરો બદલાવ લાવવો હોય તો આ સ્ટાઇલ પર્ફેક્ટ છે.

14 September, 2012 07:17 AM IST |

અન્ય લેખો

ફેશન ટિપ્સ

બ્લૅક, બ્લુ અને ગ્રીન નેઇલ પૉલિશ લગાવો છો? તો આ જરૂર વાંચજો

‘જો નખ પર કોઈ પણ પ્રકારનું કેમિકલનું આવરણ હોય તો એનાથી પલ્સ ઑક્સિમીટરમાંથી નીકળતાં લાઇટ્સનાં તરંગોને નેઇલ બેડ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે અને બની શકે કે તમને સાચું રીડિંગ ન મળે. ’

11 May, 2021 12:19 IST | Mumbai | Sejal Patel
ફેશન ટિપ્સ

ટ્રાય કરશો તમે ટાઇ ઍન્ડ ડાઇ?

ઇંગ્લિશ રંગો સાથે મળીને મૉડર્ન લુક ધારણ કરી ચૂકેલી આ પૅટર્ન કિચનની કેટલીક સામગ્રીઓ દ્વારા તમે પણ પોતાનાં કપડાં પર ઘરે જ કરી શકો છો

04 May, 2021 02:54 IST | Mumbai | Aparna Shirish
ફેશન ટિપ્સ

માસ્ક અને એ પણ ફૅશનેબલ

બૉલીવુડની બ્યુટીઝ અવારનવાર ડિઝાઇનર માસ્ક પહેરી આ ન્યુ નૉર્મલ એસેન્શિયલ ઍક્સેસરીને પ્રૅક્ટિકલ ટ્રેન્ડ બનાવી રહી છે

27 April, 2021 12:53 IST | Mumbai | Aparna Shirish

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK