Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > સુરતમાં યોજાયેલ ફેશોનેટ-2024 માં IIFDના 150+ વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલ આકર્ષક ગારમેન્ટે જમાવ્યું આકર્ષણ

સુરતમાં યોજાયેલ ફેશોનેટ-2024 માં IIFDના 150+ વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલ આકર્ષક ગારમેન્ટે જમાવ્યું આકર્ષણ

Published : 14 June, 2024 06:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી ડિઝાઇનરોએ આગામી સિઝન માટે તેમના શ્રેષ્ઠ અને નવીનતમ કલેકશનના રૂપમાં સર્જનાત્મકતા સાથે રસપ્રદ કોન્સેપ્ટ પ્રદર્શિત કર્યો

IIFD એ, આ વર્ષે ડિઝાઇન શિક્ષણના ક્ષેત્રમાં 10 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે, આ શાનદાર ઇવેન્ટમાં ટેક્સટાઇલ ઉદ્યોગસાહસિકો, ફેશન વ્યાવસાયિકો સાથે સુરતની જાણીતી હસ્તીઓએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું

IIFD એ, આ વર્ષે ડિઝાઇન શિક્ષણના ક્ષેત્રમાં 10 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે, આ શાનદાર ઇવેન્ટમાં ટેક્સટાઇલ ઉદ્યોગસાહસિકો, ફેશન વ્યાવસાયિકો સાથે સુરતની જાણીતી હસ્તીઓએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું


- ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી ડિઝાઇનરોએ આગામી સિઝન માટે તેમના શ્રેષ્ઠ અને નવીનતમ કલેકશનના રૂપમાં સર્જનાત્મકતા સાથે રસપ્રદ કોન્સેપ્ટ પ્રદર્શિત કર્યો


- IIFD , વર્ષે ડિઝાઇન શિક્ષણના ક્ષેત્રમાં 10 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે, શાનદાર ઇવેન્ટમાં ટેક્સટાઇલ ઉદ્યોગસાહસિકો, ફેશન વ્યાવસાયિકો સાથે સુરતની જાણીતી હસ્તીઓએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું



સુરત: ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે જાણીતી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ (IIFD), સુરત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ફેશન શો “ફેશોનેટ 2024”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં IIFD, સુરતના 150 થી વધુ ફેશન ડિઝાઈનીંગ સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરાયેલા ડિઝાઈનર ગારમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એક પછી એક રેમ્પ વોક દ્વારા દર્શકો સમક્ષ અનેક આકર્ષક ગારમેન્ટ કલેકશનની લેટેસ્ટ શ્રેણી રજૂ કરવામાં આવી હતી. વિવિધ થીમ પર તૈયાર કરાયેલા ડિઝાઈનર કલેક્શનને પ્રેક્ષકોએ ખૂબ વખાણ્યું હતું અને આ રંગારંગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. 


IIFD ના સંસ્થાપક ડાયરેક્ટર શ્રી મુકેશ મહેશ્વરી અને શ્રીમતી પલ્લવી મહેશ્વરીની હાજરીમાં 13મી જૂને પ્લેટિનમ હોલ, સરસાણા ખાતે ફેશન શો "ફેશોનેટ-2024" નું આયોજન કરવામાં આવ્યું હતું. IIFD માટે વર્ષ 2024 વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ વર્ષે IIFD ડિઝાઇન શિક્ષણના ક્ષેત્રમાં 10 સફળ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના 150થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનરોએ આગામી સિઝન માટે તેમના શ્રેષ્ઠ કલેક્શનના રૂપમાં તેમની સર્જનાત્મકતા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ટેક્સટાઇલ અને એપેરલ ઇન્ડસ્ટ્રીએ IIFD ના ફેશન સ્ટુડન્ટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતી ફેબ્રિકમાં વિવિધ તકનીકો, વેલ્યુ એડીશન, અપરંપરાગત એપેરલ મેન્યુફેક્ચરિંગ ટેકનિક નિહાળી હતી. વિદ્યાર્થીઓએ શોમાં ફેશન ટ્રેંડ અને ઈનોવેટીવ, નવી શૈલીઓ પ્રદર્શિત કરી અને પ્રેક્ષકોની ખૂબ પ્રશંસા મેળવી હતી. 

ઇન્સ્ટીટ્યુટના ઉભરતા ડિઝાઇનરોએ મહિલાઓ સામેની હિંસા, વિટિલિગો વિશે સામાજિક જાગૃતિ અને કેથરીન પેલેસ, રામ મંદિર અને મિલાન ડુઓમોના મુખ્ય દ્વાર જેવા આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર્સ જેવા રસપ્રદ કોન્સેપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ શાનદાર ફેશન ઇવેન્ટમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રેષ્ઠ ઇનોવેશનનો ઉપયોગ કરીને વિવિધ પ્રસંગો માટે પહેરવા માટે તૈયાર એવા ડિઝાઇનર પાર્ટીવેરનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. તેઓ મેગા પ્રેઝન્ટેશનમાં નાટ્યાત્મક પીરિયડ કોસ્ચ્યુમનું પ્રદર્શન કરતા ભવિષ્યવાદી કોસ્પ્લે અને અવંત ગ્રેડ કલેક્શન પણ લાવી રહ્યા છે. 


IIFD ના વિદ્યાર્થીઓએ મનીષ મલ્હોત્રા, નીતા લુલ્લા અને માઇકલ સિન્કો જેવા ફેશન ડિઝાઇનર્સ સાથે જયપુરમાં ફેશન કનેક્ટમાં કામ કર્યું છે. IIFD, સુરત ઇટાલિયન ફેશન કોલેજ, ઇન્સ્ટિટ્યુટો ડી મોડા બર્ગો, મિલાન સાથે સંકળાયેલું છે, જ્યાં વિદ્યાર્થીઓએ IMB મિલાન ફેશન વીકમાં ભાગ લેવા માટે એક યુનિક કલેકશન પણ મોકલ્યું છે. 

આ શોમાં ટેક્સટાઈલ ઉદ્યોગકારો અને ફેશન પ્રોફેશનલ્સની સાથે સુરતની જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી. લોકપ્રિય ફેશન ડિઝાઇનર રોકી સ્ટાર આ શોના મુખ્ય જ્યૂરી હતા. ઉલ્લેખનીય છે કે, IIFD સુરત, 2014 માં તેની શરૂઆતથી હંમેશા લાઇમલાઇટમાં રહ્યું છે. 

IIFD એ ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં આશાસ્પદ વ્યાવસાયિક બનવાના તમારા સપનાને સાકાર કરવા માટે શહેરની શ્રેષ્ઠ અને પસંદગીની ઇન્સ્ટીટ્યુટ છે.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2024 06:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK